Bhavnagar,તા.09
મુસાફરોની સુવિધા માટે રેલવે પ્રશાસને ભાવનગર ડિવિઝનના પોરબંદર સ્ટેશનથી આસનસોલ સુધી વિશેષ ભાડા પર સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે.
ભાવનગરના ડીસીએમ અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર ૦૯૨૦૫ પોરબંદર – આસનસોલ સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન તા. ૧૦-૪ને ગુરુવારે અને તા. ૧૭-૪ને ગુરુવારે પોરબંદર સ્ટેશનથી સવારે ૦૮.૫૦ કલાકે ઉપડશે અને શનિવારે સવારે ૬.૪૫ કલાકે આસનસોલ સ્ટેશન પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નં. ૦૯૨૦૬ આસનસોલ-પોરબંદર સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન તા. ૧૨-૪ને શનિવારે અને તા. ૧૯-૪ને શનિવારે આસનસોલ સ્ટેશનથી ૧૭.૪૫ કલાકે ઉપડશે અને સોમવારે ૧૩.૪૫ કલાકે પોરબંદર પહોંચશે.