Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»MCX વિક્લી માર્કેટ રિપોર્ટ
    વ્યાપાર

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    Vikram RavalBy Vikram RavalApril 19, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    એમસીએક્સ પર સોનાના વાયદામાં રૂ. 3221 અને ચાંદીના વાયદામાં રૂ. 3442નો સાપ્તાહિક ધોરણે ઉછાળો

    ક્રૂડ તેલના વાયદામાં રૂ. 344ની તેજીઃ નેચરલ ગેસમાં નરમાઇનો માહોલઃ કોટન–ખાંડી વાયદો રૂ. 530 વધ્યોઃ મેન્થા તેલમાં સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ. 171542 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 1316121 કરોડનું ટર્નઓવરઃ સોના–ચાંદીના વાયદાઓમાં રૂ. 123436 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 21808 પોઇન્ટના સ્તરે

    મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં 11થી 17 એપ્રિલના સપ્તાહ દરમિયાન રૂ. 1487684.93 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. 171542.7 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 1316121.4 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 21808 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો.

    સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 123436.69 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ. 92463ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ. 95935ના ઓલ ટાઇમ હાઈને સ્પર્શી, નીચામાં રૂ. 92463ના મથાળે અથડાઈ, રૂ. 92033ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ. 3221ના ઉછાળા સાથે રૂ. 95254ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ વાયદો 8 ગ્રામદીઠ રૂ. 3177ના ઉછાળા સાથે સપ્તાહના અંતે રૂ. 76313 થયો હતો. ગોલ્ડ-પેટલ એપ્રિલ વાયદો 1 ગ્રામદીઠ રૂ. 410 ઊછળી સપ્તાહના અંતે રૂ. 9590 થયો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ. 3138 ના ઉછાળા સાથે સપ્તાહના અંતે રૂ. 94784ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-ટેન એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ. 92450ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ. 95830 અને નીચામાં રૂ. 92000ના મથાળે અથડાઈ, રૂ. 91618ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ. 3382ના ઉછાળા સાથે રૂ. 95000ના ભાવે બોલાયો હતો.

    ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ. 92000ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ. 96965 અને નીચામાં રૂ. 92000ના મથાળે અથડાઈ, રૂ. 91595ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ. 3442ના ઉછાળા સાથે રૂ. 95037ના ભાવે બોલાયો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ. 3297 ઊછળી સપ્તાહના અંતે રૂ. 94993ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ. 3295 ઊછળી સપ્તાહના અંતે રૂ. 94981 થયો હતો.

    બિનલોહ ધાતુઓમાં રૂ. 14201.18 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું એપ્રિલ વાયદો રૂ. 17.75 વધી સપ્તાહના અંતે રૂ. 844.95ના સ્તરે પહોંચ્યો હતો. જસત એપ્રિલ વાયદો રૂ. 5.3 ઘટી સપ્તાહના અંતે રૂ. 247.3 થયો હતો. એલ્યુમિનિયમ એપ્રિલ વાયદો રૂ. 2.85 ઘટી સપ્તાહના અંતે રૂ. 231.05ના સ્તરે પહોંચ્યો હતો. સીસું એપ્રિલ વાયદો 25 પૈસા ઘટી સપ્તાહના અંતે રૂ. 177.1ના ભાવે બંધ થયો હતો.

    એનર્જી સેગમેન્ટમાં રૂ. 33891.40 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ. 5173ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ. 5540 અને નીચામાં રૂ. 5130ના સ્તરને સ્પર્શી, રૂ. 5169ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ. 344ની તેજી સાથે રૂ. 5513ના ભાવે બોલાયો હતો. ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ. 342 ઊછળી સપ્તાહના અંતે રૂ. 5514ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો એમએમબીટીયુદીઠ રૂ. 24.6 ઘટી સપ્તાહના અંતે રૂ. 278.5ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો રૂ. 24.7 ઘટી સપ્તાહના અંતે રૂ. 278.6 થયો હતો.

    કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ. 918.1ના ભાવે ખૂલી, રૂ. 1.6 વધી રૂ. 913.8 થયો હતો. કોટન ખાંડી મે વાયદો ખાંડીદીઠ રૂ. 530 વધી સપ્તાહના અંતે રૂ. 55030 થયો હતો.

    કામકાજની દૃષ્ટિએ સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 80715.53 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 42721.16 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 9423.62 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 1615.42 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 275.82 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 2886.32 કરોડનાં કામકાજ થયાં હતાં.

    ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 10368.34 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 23523.07 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 12.58 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 0.85 કરોડનાં કામ થયાં હતાં.

    ઓપન ઇન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વાયદાઓમાં 23821 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 44890 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 10336 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 102773 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 6348 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 22449 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 39175 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 136419 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 18982 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 25745 લોટના સ્તરે રહ્યો હતો.

    ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ એપ્રિલ વાયદો 21361 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 22060 પોઇન્ટના સ્તર અને નીચામાં 21354 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 710 પોઇન્ટના ઉછાળા સાથે 21808 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો.

    MCX Weekly Market Report
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 5, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    China માં ક્રિપ્ટો કરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ : લોકોના વોલેટ પણ ફ્રીઝ કરી નખાયા

    June 5, 2025
    વ્યાપાર

    Income Tax Returns ફાઈલ કરતા સમયે તમામ દસ્તાવેજો પણ ડીજીટલી અપલોડ કરવા પડશે

    June 5, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 4, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.