Bhavnagar
હાથબ ગામે રહેતા બે કૌટુંબિક ભાઈઓ મોટરસાયકલ પર ભડભીડીયા ગામે જતા હતા તે દરમિયાન રસ્તામાં બમ્પ આવી જતા પાછળ બેઠેલા યુવાન રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા થતા તેમનું મોત થયું હતું.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ હાથબ ગામની વાડી વિસ્તારમાં રહેતા ભોળાભાઈ હરદાસભાઇ બારૈયા(ઉ.વ ૪૩) તેમના કૌટુંબિક ભાઈ રમેશભાઈ ગીગાભાઈ બારૈયા સાથે મોટરસાયકલ નંબર જીજે.૦૪.ઈક્યુ.૮૨૧૩ લઈને હાથબ ગામેથી ભડભીડીયા ગામ તરફ જતા હતા,તે દરમિયાન હાથબ ગામ નજીક રસ્તામાં બમ્પ આવતા રમેશભાઈનું મોટરસાયકલ અનબેલેન્સ થઈ ગયું હતું જેના કારણે અને પાછળ બેસેલાં ભોળાભાઈ મોટરસાયકલ પરથી રોડ ઉપર પટકાયા હતા, તેમને માથાના ભાગે ગંભીર ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયાં ફરજ પરના તબીબે ચકાસીને તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મૃતકના ભાઈ અરજણભાઈએ કૌટુંબિક ભાઈ વિરૂદ્ધ પુરઝડપે અને બેફરકરાઈથી વાહન ચલાવી તેમના ભાઈને વાહનમાંથી નીચે પછાડી મોત નિપજાવ્યાની ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.