Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

    June 16, 2025

    Bhavnagar: જેસરમાં આભ ફાટ્યું, 4 કલાકમાં 7 ઈંચ વરસાદ,અમદાવાદમાં વરસાદ શરૂ

    June 16, 2025

    Bhavnagar: શહેર અને જિલ્લામાં 25 દિવસમાં કોરોનાના 52 કેસ નોંધાયા

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
    • Bhavnagar: જેસરમાં આભ ફાટ્યું, 4 કલાકમાં 7 ઈંચ વરસાદ,અમદાવાદમાં વરસાદ શરૂ
    • Bhavnagar: શહેર અને જિલ્લામાં 25 દિવસમાં કોરોનાના 52 કેસ નોંધાયા
    • Bhavnagar: યુવાનની અંતિમવિધિ કરાઈ, પુત્ર સાથે પરિવારના સપના પણ ભસ્મીભૂત
    • 198 પંચાયતમાં 286 સભ્ય અને એક સરપંચની બેઠક માટે કોઈ ઉમેદવાર નહીં
    • Bhavnagar: શિવાજી સર્કલ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
    • Bhavnagar: સાસરે જઈ પતિએ પત્ની અને ભાભીને છરીના ઘા ઝીંકી દીધા
    • Surendranagar: થાનના વિરાટનગરના મકાન પર વીજળી પડતા આગ ભભૂકી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty Future ૨૪૩૭૩ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!
    વ્યાપાર

    Nifty Future ૨૪૩૭૩ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!

    Vikram RavalBy Vikram RavalApril 21, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૧.૦૪.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૮૫૫૩ સામે ૭૮૯૦૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૮૭૭૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૫૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૫૫ પોઈન્ટના ઉછાળા સાથે ૭૯૪૦૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૮૫૧ સામે ૨૩૮૭૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૩૮૭૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૧૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૮૪ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૧૩૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ થકી દેશ-દુનિયામાં સંપૂર્ણ દ્વીપક્ષી વેપાર સંધિઓમાં દેશોને ફેરફાર કરવા મજબૂર કરી દીધા બાદ હવે આ ટ્રેડ વોર વાસ્તવમાં ખાસ ચીનની નીતિને અંકુશમાં લેવા અને વિશ્વ મહાસત્તા તરીકે અમેરિકા માટે વધુ જોખમી ન બને એ દિશામાં ફંટાઈ જઈ હવે અમેરિકા વિરૂધ્ધ ચાઈનાના યુદ્વમાં પરિણમ્યુ હોવાથી એડવાન્ટેજ ભારત બનતા આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. વિદેશી રોકાણકારોનું કમબેક અને આઈસીઆઈસીઆઈ બેન્ક અને એચડીએફસી બેન્કના ત્રિમાસિક પરિણામોની સકારાત્મક અસર સાથે બેન્કિંગ-ફાઈનાન્સ શેરોમાં આકર્ષક તેજીના કારણે અંદાજીત ત્રણ મહિના બાદ બીએસઈ સેન્સેક્સ ૭૯૦૦૦ પોઈન્ટનું અને નિફ્ટી ફ્યુચર ૨૪૦૦૦ પોઈન્ટનું અત્યંત મહત્ત્વનું લેવલ પરત મેળવવામાં સફળ રહ્યા હતા.

    એક તરફ વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેક્સ નબળો પડતાં તેમજ આર્થિક મંદીની ભીતિ વચ્ચે એફઆઈઆઈએ ભારતીય શેરબજારમાં કમબેક કર્યું અને બીજી તરફ સ્થાનિક સ્તરે જીડીપી ગ્રોથ મજબૂત રહેવાના સંકેતો તેમજ ભારત-અમેરિકા વચ્ચે ટેરિફ મુદ્દે સમાધાન અને વેપાર કરારો થવાની સંભાવનાને કારણે શેરબજાર પર સકારાત્મક અસર જોવા મળી હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૭.૦૬ લાખ કરોડ વધીને ૪૨૬.૧૨ લાખ કરોડ રહ્યું હતું.

    બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૨૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૬૭% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૪૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૬૮ અને વધનારની સંખ્યા ૨૯૧૮ રહી હતી, ૧૬૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં અદાણી પોર્ટ ૧.૩૨%, હિન્દુસ્તાન યુનીલીવર ૧.૦૪%, આઈટીસી લિ. ૧.૦૪%, એશિયન પેઈન્ટ ૦.૯૯%, નેસ્લે ઇન્ડિયા ૦.૩૭%, ભારતી એરટેલ ૦.૩૦% અને સન ફાર્મા ૦.૨૯% ઘટ્યા હતા, જયારે ટેક મહિન્દ્ર ૪.૯૧%, ઇન્ડસઇન્ડ બેન્ક ૪.૨૪%, પાવરગ્રીડ કોર્પોરેશન ૩.૬૧%, બજાજ ફિનસર્વ ૩.૫૧%, મહિન્દ્રા & મહિન્દ્રા ૩.૨૮%, એચસીએલ ટેકનોલોજી ૨.૯૨%, એકસિસ બેન્ક ૨.૬૨%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૨.૪૫% અને કોટક બેન્ક ૨.૩૮% વધ્યા હતા.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતની અર્થવ્યવસ્થા સંભવિત વૈશ્વિક મંદીનો સામનો કરવા માટે વધુ સક્ષમ માનવામાં આવે છે, જ્યારે ઘણા દેશો યુએસ ટેરિફથી વધુ સીધી રીતે પ્રભાવિત થાય છે. અમેરિકા અને ચીન વચ્ચે વધતા વેપાર યુદ્ધ વચ્ચે, ભારતને હવે વૈકલ્પિક ઉત્પાદન કેન્દ્ર તરીકે જોવામાં આવી રહ્યું છે. જ્યારે ચીન યુએસ ટેરિફના જવાબમાં આક્રમક વલણ અપનાવી રહ્યું છે, ત્યારે ભારતે શાંત વલણ અપનાવ્યું છે અને યુએસ સાથે કામચલાઉ વેપાર કરાર પર પહોંચવાનો પ્રયાસ કર્યો છે. છેલ્લા બે ક્વાર્ટરમાં ભારતીય શેરબજારમાં લગભગ ૧૦%નો ઘટાડો જોવા મળ્યો હતો. આનું કારણ આર્થિક વૃદ્ધિ, શેરના ઊંચા મૂલ્યાંકન અને વિદેશી રોકાણકારો દ્વારા ભારે વેચાણ અંગેની ચિંતા હતી.

    આ વર્ષે અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ ૧૬ બિલિયન ડોલરથી વધુ ભારતીય ઇક્વિટી વેચી છે, જ્યારે ૨૦૨૨માં આ આંકડો ૧૭ બિલિયન ડોલર હતો, જે અત્યાર સુધીનો સૌથી વધુ છે. જોકે, હવે બજારમાં થોડી રાહત જોવા મળી રહી છે કારણ કે શેરના ભાવ તુલનાત્મક રીતે સસ્તા થયા છે, અને એવી અપેક્ષા છે કે રિઝર્વ બેંક વ્યાજ દર ઘટાડીને અર્થતંત્રને ટેકો આપશે. ઉપરાંત, ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાથી રોકાણકારોનો ઉત્સાહ વધ્યો છે. જો કે ભારત યુએસ ટેરિફથી સંપૂર્ણપણે સુરક્ષિત નથી, પરંતુ તેની સીધી અસર અન્ય દેશોની તુલનામાં ઘણી ઓછી છે. ભારતની અમેરિકા પર નિર્ભરતા ઓછી છે, ખાસ કરીને માલની નિકાસમાં. જો ક્રૂડ ઓઈલના ભાવ નીચા રહેશે, તો અગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં તેજી તરફી રુખ જોવા મળી શકે છે.

    તા.૨૨.૦૪.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    તા.૨૧.૦૪.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૧૩૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૩૦૩ પોઈન્ટના પ્રથમ અને ૨૪૩૭૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૦૮૮ પોઈન્ટ થી ૨૪૦૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૩૭૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    તા.૨૧.૦૪.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૫૨૯૩ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૪૮૮૦ પોઈન્ટ પ્રથમ અને ૫૪૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૫૩૭૩ પોઈન્ટ થી ૫૫૪૦૪ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૫૪૭૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • ટાટા કોમ્યુનિકેશન્સ ( ૧૫૭૪ ) :- ટાટા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૪૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૩૦ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૮૮ થી રૂ.૧૬૦૦ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૬૦૯ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૪૦૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૮૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૭૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૨૪ થી રૂ.૧૪૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • ગ્લેનમાર્ક ફાર્મા ( ૧૩૭૧ ) :- રૂ.૧૩૪૪ નો પ્રથમ તેમજ રૂ.૧૩૩૦ બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૮૮ થી રૂ.૧૩૯૪ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે…!!
    • ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૨૧૬ ) :- પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૩૪ થી રૂ.૧૨૪૦ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૧૭૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ડો. રેડ્ડીઝ લેબોરેટરી ( ૧૧૭૬ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૧૪૪ સ્ટોપલોસ ધ્યાને લઈ ફાર્મા સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૧૮૪ થી રૂ.૧૧૯૦ આસપાસ તેજી તરફી ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • ઈન્ફોસિસ લિ. ( ૧૪૪૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૭૭ આસપાસ વેચવાલી થકી રૂ.૧૪૨૭ થી રૂ.૧૪૧૪ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૯૦ નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો..!!
    • વોલ્ટાસ લિ. ( ૧૩૧૯ ) :- રૂ.૧૩૪૩ આસપાસ ટેકનિકલ ગ્રાફ મુજબ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૩૫૦ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૨૯૭ થી રૂ.૧૨૮૦ નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૬૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૨૯૨ ) :- રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૩૨૦ આસપાસનાં સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૭૮ થી રૂ.૧૨૬૫ ના ભાવની આસપાસ ટેકનિકલ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • ટાટા કન્ઝ્યુમર ( ૧૧૨૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટી એન્ડ કોફી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૦૩ થી રૂ.૧૦૯૬ ના ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • જેએસડબ્લ્યૂ સ્ટીલ ( ૧૦૩૬ ) :- રૂ.૧૦૭૪ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૮૦ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૧૦૧૩ થી રૂ.૯૯૭ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૯૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.

    BSE Sensex Indian Stock Market Nifty future
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    વૈશ્વિક Stock Market ના સથવારે માર્કેટમાં ઉછાળો, સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    Israel-Iran war,અદાણી ગ્રુપ સંચાલિત હાઈફાપોર્ટને નિશાન બનાવ્યું છતાં ‘સબ સલામત’

    June 16, 2025
    રાષ્ટ્રીય

    Crude oil ની કિંમત 20 વર્ષનો રેકોર્ડ તોડી શકે; – તો મોંઘવારી બેકાબુ થશે

    June 16, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 13, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 13, 2025
    વ્યાપાર

    Reliance Industries એશિયન પેઈન્ટ્‌સમાં ૩.૬૪ ટકા હિસ્સો રૂ.૭૭૦૩ કરોડમાં વેચ્યો

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

    June 16, 2025

    Bhavnagar: જેસરમાં આભ ફાટ્યું, 4 કલાકમાં 7 ઈંચ વરસાદ,અમદાવાદમાં વરસાદ શરૂ

    June 16, 2025

    Bhavnagar: શહેર અને જિલ્લામાં 25 દિવસમાં કોરોનાના 52 કેસ નોંધાયા

    June 16, 2025

    Bhavnagar: યુવાનની અંતિમવિધિ કરાઈ, પુત્ર સાથે પરિવારના સપના પણ ભસ્મીભૂત

    June 16, 2025

    198 પંચાયતમાં 286 સભ્ય અને એક સરપંચની બેઠક માટે કોઈ ઉમેદવાર નહીં

    June 16, 2025

    Bhavnagar: શિવાજી સર્કલ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

    June 16, 2025

    Bhavnagar: જેસરમાં આભ ફાટ્યું, 4 કલાકમાં 7 ઈંચ વરસાદ,અમદાવાદમાં વરસાદ શરૂ

    June 16, 2025

    Bhavnagar: શહેર અને જિલ્લામાં 25 દિવસમાં કોરોનાના 52 કેસ નોંધાયા

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.