રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૫.૦૪.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૯૮૦૧ સામે ૭૯૮૩૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૮૬૦૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૧૫૨૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૮૮ પોઈન્ટના ઘટાડા સાથે ૭૯૨૧૨ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૩૭૩ સામે ૨૪૪૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૯૭૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૫૩૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૩૩ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૧૩૯ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
પબ્લિક અને કોર્પોરેટ અમેરિકા દ્વારા ટેરિફ મામલે વિરોધ વધતાં અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચાઈના સાથે વાટાઘાટના અને ૧૪૫%થી ઓછી ટેરિફ શક્ય હોવાના નિવેદન સામે હવે ચાઈનાએ અક્કડ વલણ અપનાવી વાટાઘાટ નહીં, અમેરિકા સંપૂર્ણ ટેરિફ પાછી ખેંચે એવા આપેલા સંદેશે આજે વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે આજે સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં પણ ઉછાળે નફારૂપી વેચવાલીની નોંધાતા ભારતીય શેરબજાર ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક સ્તરે ટ્રેડવૉર અને આર્થિક ગ્રોથ મુદ્દે વધી રહેલા તણાવ વચ્ચે આજે ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે વૈશ્વિક ક્રૂડઓઈલના ભાવમાં બેતરફી સાંકડી વધઘટ જોવા મળી હતી. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૪૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૫૬% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ફોકસ્ડ આઇટી અને આઈટી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૮૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૨૪૬ અને વધનારની સંખ્યા ૭૧૯ રહી હતી, ૧૧૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટીસીએસ લિ. ૧.૩૬%, ટેક મહિન્દ્ર ૧.૦૬%, ઇન્ફોસિસ લિ. ૦.૬૦%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૪૬%, ઇન્ડસઇન્ડ બેન્ક ૦.૩૨%, હિન્દુસ્તાન યુનિલીવર ૦.૨૭% અને આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૧૬% વધ્યા હતા, જયારે અદાણી પોર્ટ ૩.૬૧%, એકસિસ બેન્ક ૩.૪૮%, ઝોમેટો લિ. ૩.૪૧%, બજાજ ફિનસર્વ ૨.૮૫%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૨.૫૬%, બજાજ ફાઈનાન્સ ૨.૦૧%, ટાટા મોટર્સ ૨.૦૦%, ટાટા સ્ટીલ ૧.૯૮% અને એનટીપીસી લિ. ૧.૮૬% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતના માલસામાન તથા સેવા માટેની આંતરરાષ્ટ્રીય માગમાં જોરદાર વધારા તથા નવા ઓર્ડરમાં મજબૂત વૃદ્ધિને પગલે વર્તમાન મહિનાનો ભારતનો ઉત્પાદન તથા સેવા ક્ષેત્રનો પ્રારંભિક એચએસબીસી સંયુકત પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ વધી આઠ મહિનાની ટોચે જોવા મળ્યો છે. એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરાયેલો એપ્રિલ માટેનો સંયુકત પ્રારંભિક પીએમઆઈ ૬૦ રહ્યો છે જે માર્ચમાં ૫૯.૫૦ જોવા મળ્યો હતો. એપ્રિલમાં સતત ૪૫માં મહિને પીએમઆઈ ૫૦થી ઉપર રહ્યો છે જે સંબંધિત ક્ષેત્રમાં વિસ્તરણ સૂચવે છે. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ જ મહિનામાં નવા બિઝનેસમાં વધારાને ખાનગી ક્ષેત્રની કંપનીઓએ આવકાર્યો છે.
સપ્ટેમ્બર, ૨૦૧૪થી જ્યારથી પીએમઆઈ તૈયાર કરવામાં આવી રહ્યો છે ત્યારથી વર્તમાન વર્ષના એપ્રિલમાં નિકાસ ઓર્ડરમાં સૌથી ઝડપી વધારો જોવા મળ્યો છે. ઉત્પાદન તથા સેવા બન્ને ક્ષેત્રના ઓર્ડરમાં વધારો થયો છે, જો કે સેવાની સરખામણીએ ઉત્પાદન ક્ષેત્રમાં ઓર્ડરમાં નોંધપાત્ર વધારો થયો છે. ડોલર સામે રૂપિયાના ઘસારાને કારણે આંતરરાષ્ટ્રીય વેપારમાં સ્પર્ધાત્મક વધી છે ત્યારે અગામી દિવસોમાં ટેરિફને પગલે સર્જાયેલી અનિશ્ચિતતાને કારણે વૈશ્વિક અર્થતંત્રની સાથે ભારતીય અર્થતંત્ર પર ખરાબ અસર થવાની શક્યતાએ દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.
તા.૨૮.૦૪.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
તા.૨૫.૦૪.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૧૩૯ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૩૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૨૭૨ પોઈન્ટ થી ૨૪૩૦૩ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૩૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૨૫.૦૪.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૪૭૨૪ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૪૪૭૪ પોઈન્ટ પ્રથમ અને ૫૪૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૪૯૬૯ પોઈન્ટ થી ૫૫૦૮૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૫૨૦૨ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
- એસબીઆઈ લાઈફ ( ૧૬૯૯ ) :- એસબીઆઈ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૬૭૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૬૩૩ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૨૩ થી રૂ.૧૭૩૦ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૭૪૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- એચસીએલ ટેક્નોલોજી ( ૧૫૬૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૫૩૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૫૦૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૫૯૭ થી રૂ.૧૬૦૮ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- ટેક મહિન્દ્ર ( ૧૪૬૫ ) :- રૂ.૧૪૩૦ નો પ્રથમ તેમજ રૂ.૧૪૧૪ બીજા સપોર્ટથી કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૭૭ થી રૂ.૧૪૯૦ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે…!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૨૬૨ ) :- પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૭૭ થી રૂ.૧૨૯૦ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૨૧૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ઈન્ડસઈન્ડ બેન્ક ( ૮૨૩ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૮૭ સ્ટોપલોસ ધ્યાને લઈ પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૮૩૮ થી રૂ.૮૪૫ આસપાસ તેજી તરફી ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- લુપિન લિ. ( ૨૦૨૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૦૭૪ આસપાસ વેચવાલી થકી રૂ.૧૯૯૦ થી રૂ.૧૯૭૩ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૧૦૩ નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો..!!
- ટાટા કોમ્યુનિકેશન્સ ( ૧૫૭૩ ) :- રૂ.૧૬૦૬ આસપાસ ટેકનિકલ ગ્રાફ મુજબ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૬૧૬ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૫૫૫ થી રૂ.૧૫૩૦ નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૨૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- મહાનગર ગેસ ( ૧૨૮૪ ) :- એલપીજી/સીએનજી/પીએનજી/એલએનજી સપ્લાયર સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૩૨૦ આસપાસનાં સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૭૭ થી રૂ.૧૨૬૦ ના ભાવની આસપાસ ટેકનિકલ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ભારત ફોર્જ ( ૧૦૭૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઓટો કમ્પોનન્ટ્સ એન્ડ ઇક્વિપ્મેંટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૬૪ થી રૂ.૧૦૫૦ ના ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૨૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- એસબીઆઈ કાર્ડ્સ ( ૮૬૬ ) :- રૂ.૮૯૩ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૯૦૯ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૮૪૪ થી રૂ.૮૩૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૧૯ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.