Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty Future ૨૪૬૦૬ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!
    વ્યાપાર

    Nifty Future ૨૪૬૦૬ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    Vikram RavalBy Vikram RavalApril 30, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૦.૦૪.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૨૮૮ સામે ૮૦૩૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૯૮૭૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૬૪૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૬ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૨૪૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૪૨૫ સામે ૨૪૬૩૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૩૪૮ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૩૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૦૭ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૪૧૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    પહેલગામ આતંકી હુમલાને લઈ ભારત ગમે તે ઘડીએ પાકિસ્તાનને જડબાતોડ સૈન્ય લડત આપવા તૈયારી કરી રહ્યાના અને પાકિસ્તાન પણ યુદ્વની તૈયારી કરી રહ્યાના અહેવાલોએ ટેન્શન અને બીજી તરફ ટેરિફ મામલે અમેરિકા અને ચાઈના બન્ને ઝુંકવા તૈયાર નહીં હોઈ આજે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં ઉછાળે સાવચેતી રહી હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, લોકલ ફંડોની શેરોમાં સાવચેતી સાથે વેચવાલી જોવા મળી હતી.

    પ્રથમ વખત, સ્થાનિક સંસ્થાઓ હવે એનએસઈ ૫૦૦ કંપનીઓમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો કરતાં વધુ હિસ્સો ધરાવે છે,સ્થાનિક સંસ્થાઓનો હિસ્સો ૧૮.૧૧% જોવા મળ્યો છે. વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોનો  આઉટફ્લો હોવા છતાં, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ બજારની સ્થિરતાને મજબુત કરી છે, વધુ સ્થિતિસ્થાપક ભારતીય ઇક્વિટી ભાગીદારીનો સંકેત આપે છે.જ્યારે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો ભારતીય ઇક્વિટીના ભારે વેચાણ કરતા હતા, ત્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોના બજારને મજબૂત સમર્થનને કારણે તેમની માલિકી નિફ્ટી ૫૦૦ કંપનીઓમાં સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી છે. ડેટા અનુસાર જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં તેમની માલિકી પ્રથમ વખત વિદેશી રોકાણકારો કરતાં વધુ સારી છે.

    વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ નાણાકીય વર્ષ ૨૦૨૫ના છેલ્લા ત્રિમાસિક ગાળા દરમિયાન ૧૩ બિલિયન ડોલર (રૂ. ૧.૧૧ લાખ કરોડ)ના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી, વધતી જતી ઉપજ અને યુએસ બજારોમાં મજબૂત ડૉલરને કારણે ઘણા વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોને જોખમી ઊભરતાં બજારોથી દૂર રહેવા પ્રેર્યા હતા.તે જ સમયે, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. ૧.૮૯ લાખ કરોડ જેટલું રોકાણ કર્યું હતું. વાસ્તવમાં, ગયા નાણાકીય વર્ષમાં, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ૧૪.૪ બિલિયન ડોલર (રૂ. ૧.૨૭ લાખ કરોડ)ના ચોખ્ખા વેચાણકર્તા હતા જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. ૬.૦૭ લાખ કરોડનું રોકાણ કર્યું હતું. ઐતિહાસિક રીતે, બજારો વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોના  પ્રવાહ પર વધુ પડતા નિર્ભર રહ્યા છે, પરંતુ હવે સ્થાનિક રોકાણકારો કે જેઓ સ્ટીકિયર મની પ્રદાન કરે છે તેઓ મોટા હિસ્સાના માલિક છે.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૬૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૯૩૮ અને વધનારની સંખ્યા ૯૭૫ રહી હતી, ૧૫૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ ૨.૮૧%,ગોદરેજ પ્રોપટી ૨.૫૬%,ભારતી ઐરટેલ ૨.૧૮%,એસબીઆઈ લાઈફ ૧.૯૯%,ઓરબિંદો ફાર્મા ૧.૩૫%,સન ફાર્મા ૧.૨૩%,લ્યુપીન ૧.૨૧,એચડીએફસી બેન્ક ૦.૮૯% વધ્યા હતા,જયારે અદાણી ગ્રીન ૨.૫૮%,વોલ્ટાસ ૨.૨૬%,ટાટા કેમિકલ્સ ૨.૦૮%,ભારત ફોર્જ ૨.૦૨%,હવેલ્લ્સ ૧.૪૧%,એચડીએફસી એએમસી ૦.૯૨%,એસીસી ૦.૪૯% ઘટ્યા હતા.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૯ એપ્રિલે પોતાના કાર્યકાળના ૧૦૦ દિવસના સીમાચિહ્નરૂપ પર પહોંચવાના છે. આ ૧૦૦ દિવસમાં ટેરિફની જાહેરાત, તેનો અમલ મુલતવી રાખવો, એક્ઝિક્યુટિવ ઓર્ડર સહિતના અન્ય નિર્ણયોના કારણે ટ્રમ્પ વૈશ્વિક ચર્ચામાં ઉભરી આવ્યા છે.ટ્રમ્પ દ્વારા ટેરિફની જાહેરાત અને બજારોની અનિશ્ચિતતા અને ઉથલપાથલ બાદ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે તેની તાજેતરની આગાહીમાં, વૈશ્વિક વૃદ્ધિના અંદાજને  ઘટાડી ૩ % થી નીચે કર્યો  છે અને જો અનિશ્ચિતતા ચાલુ રહે તો વધુ ખરાબ થવાની ચેતવણી આપી છે.

    શેરબજારોની વાત કરીએ તો  વિશ્વના અનેક બજારોમાં સૂચકાંકોમાં ઘટાડો થયો અને પછી તેજી પણ જોવાઈ, પરંતુ બેન્ચમાર્ક એસ એન્ડ પી ૫૦૦ તેના ઉચ્ચતમ સ્તરથી પાછળ રહ્યો અને રોકાણકારોએ વિશ્વભરમાં અબજોનું નુકસાન કર્યું હતું.બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સમાં ટોચના ૧૦માંના દરેકે પૈસા ગુમાવ્યા છે. ટ્રમ્પના કાર્યકાળની શરૂઆતથી, ઇન્ડેક્સ લગભગ ૧૦% ઘટયો છે, જે બાકીના વિશ્વના મોટાભાગના દેશો કરતાં ખૂબ જ નબળો દેખાવ કરી રહ્યો છે. ડોલર ઈન્ડેક્સ જે ગતિએ ઘટયો છે તે આશ્ચર્યજનક છે. જાન્યુઆરીથી વિશ્વના અન્ય ટોચના ચલણો સામે તેનો ૮% ઘટાડો ૧૯૭૧ પછીની સૌથી ખરાબ દેખાવ છે, જ્યારે સોનામાં ઉછાળો નોંઘાયો છે. ટેરિફના ભયે, વૈશ્વિક મંદીની શક્યતા વધારી છે, કારણ કે કંપનીઓ અને કેન્દ્રીય બેંકરો યુએસ નીતિઓના આધારે નિર્ણયો લેવાનો પ્રયાસ કરે છે.

    જેપી મોર્ગન અને ગોલ્ડમેન  જેવી સંસ્થાના અર્થશાસ્ત્રીઓ, તેમજ રેટિંગ એજન્સીઓ અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, વધુને વધુ નિરાશાવાદી બની રહ્યા છે અને વૈશ્વિક અર્થતંત્રમાં ઘટાડો થવાની અપેક્ષા રાખે છે. એપ્રિલમાં ટેરિફની જાહેરાત પહેલાં જ, યુએસ ફેડરલ રિઝર્વે યુ.એસ. માટે તેના વિકાસ અનુમાનને ડાઉનગ્રેડ કર્યું હતું. આમ, અમેરિકામાં મંદીની શક્યતાઓ પ્રબળ બની છે.

    તા.૦૧.૦૫.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૩૦.૦૪.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૪૧૮ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૫૭૫ પોઈન્ટના પ્રથમ અને ૨૪૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૩૭૩ પોઈન્ટ થી ૨૪૩૦૩ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
    • તા.૩૦.૦૪.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૫૨૪૧ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૪૯૭૯ પોઈન્ટ પ્રથમ અને ૫૪૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૫૩૭૩ પોઈન્ટ થી ૫૫૪૩૪ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૫૫૦૫ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • એસીસી લિ. ( ૧૮૮૮ ) :- અદાણી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૮૪૪ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૦૯ થી રૂ.૧૯૨૩ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૯૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • એચસીએલ ટેક્નોલોજી ( ૧૫૭૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૫૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૫૧૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૫૮૮ થી રૂ.૧૬૦૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૪૦૩ ) :- રૂ.૧૩૮૦ નો પ્રથમ તેમજ રૂ.૧૩૬૩ બીજા સપોર્ટથી રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૨૪ થી રૂ.૧૪૩૦ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે…!!
    • ડૉ. રેડ્ડી’ઝ લેબોરેટરી ( ૧૧૮૭ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૦૩ થી રૂ.૧૨૨૦ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૧૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ટાટા કન્ઝ્યુમર ( ૧૧૬૨ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૧૧૭ સ્ટોપલોસ ધ્યાને લઈ ટી એન્ડ કોફી સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૧૭૭ થી રૂ.૧૧૯૦ આસપાસ તેજી તરફી ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • ભારતી એરટેલ ( ૧૮૫૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેલિકોમ – સેલ્યુલર એન્ડ ફિક્સ્ડ લાઇન સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૭૭ આસપાસ વેચવાલી થકી રૂ.૧૮૩૮ થી રૂ.૧૮૨૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૯૦ નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો..!!
    • ટાટા કોમ્યુનિકેશન્સ ( ૧૫૯૦ ) :- રૂ.૧૬૧૩ આસપાસ ટેકનિકલ ગ્રાફ મુજબ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૬૨૪ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૫૭૩ થી રૂ.૧૫૬૦ નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • ટેક મહિન્દ્ર ( ૧૫૦૦ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૫૬૦ આસપાસનાં સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૪૮૮ થી રૂ.૧૪૭૪ ના ભાવની આસપાસ ટેકનિકલ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • ઓરબિન્દો ફાર્મા ( ૧૨૨૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૪૫ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૦૮ થી રૂ.૧૧૯૦ ના ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • એક્સિસ બેન્ક ( ૧૧૮૯ ) :- રૂ.૧૨૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૨૦ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૧૧૭૩ થી રૂ.૧૧૬૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૩૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.

    BSE Sensex Indian Stock Market Nifty future
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 5, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    China માં ક્રિપ્ટો કરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ : લોકોના વોલેટ પણ ફ્રીઝ કરી નખાયા

    June 5, 2025
    વ્યાપાર

    Income Tax Returns ફાઈલ કરતા સમયે તમામ દસ્તાવેજો પણ ડીજીટલી અપલોડ કરવા પડશે

    June 5, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 4, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.