Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadh: કોંગ્રેસ દ્વારા વોર્ડ નં. ૧ થી ૧૫ ના વોર્ડ પ્રમુખો માટે સેન્સ લેવાશે

    August 2, 2025

    ખાડા ગઢ Junagadh માં ભાજપના ચિન્હ કમળના ચિત્રને ઊંધું રાખી નવતર વિરોધ કરાયો

    August 2, 2025

    Ardoi નો ઉપસરપંચ છું તમારે મને પૂછ્યા વગર તાસ કાઢો છો તેમ કહી બે યુવકને માર માર્યા

    August 2, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadh: કોંગ્રેસ દ્વારા વોર્ડ નં. ૧ થી ૧૫ ના વોર્ડ પ્રમુખો માટે સેન્સ લેવાશે
    • ખાડા ગઢ Junagadh માં ભાજપના ચિન્હ કમળના ચિત્રને ઊંધું રાખી નવતર વિરોધ કરાયો
    • Ardoi નો ઉપસરપંચ છું તમારે મને પૂછ્યા વગર તાસ કાઢો છો તેમ કહી બે યુવકને માર માર્યા
    • Jasdan નજીક ગાંજા ના જથ્થા સાથે નામચીન જશવંત સદાદિયા ઝડપાયો
    • Dhoraji નજીક યુવકનું ડમ્પરની ઠોકરે કાળનો કોળિયો
    • Keshod ના અગતરાઈ ગામેં છૂટાછેડાના 10 લાખ માંગી ધમકી અપાતા યુવકનો આપઘાત
    • Rajkot: ESI કોર્ટનો 50% ડેમેજીસ ભરવાનો હુકમ મંજૂર
    • Rajkot: કેવલમ ક્વાર્ટરમાં જુગાર રમતા સાત પત્તા પ્રેમી ઝડપાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, August 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty Future ૨૪૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!
    વ્યાપાર

    Nifty Future ૨૪૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    Vikram RavalBy Vikram RavalMay 12, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૨.૦૫.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૯૪૫૪ સામે ૮૦૮૦૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૬૫૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૪૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૯૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૮૨૪૨૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૦૬૫ સામે ૨૪૪૭૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૪૧૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૫૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૭૮ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૦૪૪ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર આકર્ષક ઉછાળા સાથે બંધ રહ્યું હતું. વૈશ્વિક સ્તરે યુક્રેન-રશિયા શાંતિ કરાર માટે સહમત થયા હોવાની સાથે જિઓ-પોલિટિકલ ક્રાઈસિસમાં ઘટાડો થયો હોવાથી તેમજ અમેરિકા અને ચીન પણ ટ્રેડવૉર મુદ્દે ઉકેલ લાવવા મંત્રણા કરવા તૈયાર થયું હોવા જેવા વૈશ્વિક અને સ્થાનિક સકારાત્મક સંકેતોના કારણે શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. એશિયન બજારોમાં તેજી બાદ ભારતીય ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી ફ્યુચરમાં પણ તેજી જોવા મળી હતી.

    આ સાથે રોકાણકારોને સપ્તાહની શરૂઆતમાં જ રૂ.૧૩.૪૩ લાખ કરોડની કમાણી થઈ. જો કે, ભૌગોલિક રાજકીય અશાંતિ તેમજ જિઓ-પોલિટિકલ ટેન્શનના પગલે ગત સપ્તાહના અંતે સ્થાનિક બજારમાં અફરાતફરી જોવા મળી હતી, પરંતુ ભારતીય શેરબજાર ઐતિહાસિક રીતે ભૂ-રાજકીય તણાવના સમયમાં સ્થિતિસ્થાપક રહ્યું છે, જેનું મુખ્ય કારણ મજબૂત સ્થાનિક અર્થતંત્ર છે. કોઈપણ પડકારોને પહોંચી વળવા ભારત સક્ષમ હોઈ જેના કારણે આજે શેરબજાર ઉછાળા સાથે બંધ રહેતા વિદેશી રોકાણકારો સાથે ભારતીય રોકાણકારોનો વિશ્વાસ મજબૂત રહ્યો હતો.

    બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૩.૮૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૪.૧૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આઈટી, ફોકસ્ડ આઈટી, રિયલ્ટી, મેટલ, ટેક, સર્વિસીસ, યુટિલિટીઝ, પાવર અને ઇન્ડસ્ટ્રીયલ્સ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૫૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૫૭૬ અને વધનારની સંખ્યા ૩૫૪૫ રહી હતી, ૧૩૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ઈન્ફોસીસ લિ. ૭.૯૧%, એચસીએલ ટેક. ૬.૩૫%, ટાટા સ્ટીલ ૬.૧૬%, ઝોમાટો લિ. ૫.૩૬%, ટીસીએસ લિ. ૫.૧૭%, એક્સીસ બેન્ક ૪.૪૦%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૪.૩૯%, બજાજ ફાઈનાન્સ ૪.૩૬%, એનટીપીસી લિ. ૪.૩૫%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૪.૨૭% અને અદાણી પોર્ટસ ૪.૨૭% વધ્યા હતા, જયારે ઇન્ડસઇન્ડ બેન્ક ૩.૫૭% અને સન ફાર્મા ૩.૩૬% ઘટ્યા હતા.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે ભારતને ‘BBB-’ અને ‘CCC+’ (સ્થિર દ્રષ્ટિકોણ) ને સકારાત્મક દ્રષ્ટિકોણ સાથે રેટિંગ આપ્યું. ભારત માટે પ્રાદેશિક ધિરાણ જોખમો વધ્યા છે પરંતુ ભારત મજબૂત આર્થિક વૃદ્ધિ જાળવી રાખશે, જેનાથી ચક્રીય ફિસ્કર સુધારા ચાલુ રહેશે. રેટિંગ એજન્સીએ ગયા અઠવાડિયે યુએસ વેપાર નીતિ પર અનિશ્ચિતતાનો ઉલ્લેખ કરીને નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે ભારતના વિકાસ દરનો અંદાજ ૬.૫%થી ઘટાડીને ૬.૩% કર્યો હતો. તાજેતરમાં, વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝ રેટિંગ્સે ૨૦૨૫ માટે ભારતના કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી) વૃદ્ધિનો અંદાજ ૬.૫%થી ઘટાડીને ૬.૩% કર્યો છે. રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે યુએસ વેપાર નીતિ અને વેપાર અવરોધો અંગે અનિશ્ચિતતા વૈશ્વિક સ્તરે અર્થતંત્રો પર દબાણ લાવશે.

    ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના મુક્ત વેપાર કરારથી વેપાર અને ગ્રાહકો માટે નવી તકો ખુલશે, ભારત ન્યુઝીલેન્ડમાં કપડાં, દવાઓ, કૃષિ સાધનો, પેટ્રોલિયમ ઉત્પાદનો, ઇલેક્ટ્રોનિક્સ, બાસમતી ચોખા વગેરેની નિકાસ કરે છે. ભારત મુખ્યત્વે ન્યુઝીલેન્ડથી સફરજન, કીવી, કોલસો, લાકડું, દૂધના ઉત્પાદનો અને ખનિજોની આયાત કરે છે. વર્તમાન પરિસ્થિતિમાં, મુક્ત વેપાર કરાર બંને દેશો માટે વેપાર અને ગ્રાહકો માટે નવી તકો ખોલે તેવી શક્યતા છે. બંને દેશો વચ્ચે સેવા ક્ષેત્રે પણ વેપાર વધી રહ્યો છે.

    તા.૧૩.૦૫.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    તા.૧૨.૦૫.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૦૪૪ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૮૮૦ પોઈન્ટના પ્રથમ અને ૨૪૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૫૧૦૮ પોઈન્ટ થી ૨૫૨૦૨ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    તા.૧૨.૦૫.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૫૫૯૯ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૫૨૩૨ પોઈન્ટ પ્રથમ અને ૫૫૦૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૫૬૭૬ પોઈન્ટ થી ૫૫૮૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૫૯૭૯ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • ટાટા કોમ્યુનિકેશન્સ ( ૧૫૭૭ ) :- ટાટા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૪૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૨૩ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૯૪ થી રૂ.૧૬૦૬ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૬૧૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • અદાણી પોર્ટ્સ ( ૧૩૬૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૩૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૧૭ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૩૮૦ થી રૂ.૧૩૯૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • વોલ્ટાસ લિ. ( ૧૨૭૪ ) :- રૂ.૧૨૩૩ નો પ્રથમ તેમજ રૂ.૧૨૧૭ બીજા સપોર્ટથી હાઉસહોલ્ડ એપ્લાયેન્સીસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૯૦ થી રૂ.૧૩૦૩ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે…!!
    • ઓરબિન્દો ફાર્મા ( ૧૨૧૦ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૩૪ થી રૂ.૧૨૫૦ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૧૬૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • જેએસડબ્લ્યૂ સ્ટીલ ( ૧૦૦૮ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૯૬૦ સ્ટોપલોસ ધ્યાને લઈ આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૦૨૩ થી ૧૦૩૦ આસપાસ તેજી તરફી ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • ટેક મહિન્દ્ર ( ૧૫૭૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૦૬ આસપાસ વેચવાલી થકી રૂ.૧૫૪૪ થી રૂ.૧૫૩૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૨૦ નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો..!!
    • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૪૪૨ ) :- રૂ.૧૪૬૪ આસપાસ ટેકનિકલ ગ્રાફ મુજબ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૪૭૭ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૪૧૭ થી રૂ.૧૪૦૪ નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૯૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૨૮૭ ) :- પર્સનલ કેર સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૩૨૦ આસપાસનાં સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૭૩ થી રૂ.૧૨૬૦ ના ભાવની આસપાસ ટેકનિકલ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • ડૉ. રેડ્ડી’ઝ લેબોરેટરી ( ૧૧૯૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૩૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૭૭ થી રૂ.૧૧૬૦ ના ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૪૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ટાટા કન્ઝ્યુમર ( ૧૧૪૬ ) :- રૂ.૧૧૮૪ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૯૩ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૧૧૨૩ થી રૂ.૧૧૦૮ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૦૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.

    BSE Sensex Indian Stock Market Nifty future
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    MCX વિક્લીમાર્કેટરિપોર્ટ

    August 2, 2025
    વ્યાપાર

    Indian stock market માં ઉછાળે વેચવાલી યથાવત્‌…!!!

    August 2, 2025
    ગુજરાત

    જુલાઈમાં Gujarat’s GST આવકમાં 15%નો વધારો

    August 2, 2025
    વ્યાપાર

    બે દિવસની રાહત બાદ Gold And Silver માં મોટો ઉછાળો

    August 2, 2025
    મુખ્ય સમાચાર

    ટેરિફ બોમ્બ સુરસુરીયુ સાબિત થશે, GDPને માત્ર 0.2 ટકા ઝટકો લાગી શકે

    August 1, 2025
    વ્યાપાર

    Nifty Future 24606 points very important level..!!!

    July 31, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Junagadh: કોંગ્રેસ દ્વારા વોર્ડ નં. ૧ થી ૧૫ ના વોર્ડ પ્રમુખો માટે સેન્સ લેવાશે

    August 2, 2025

    ખાડા ગઢ Junagadh માં ભાજપના ચિન્હ કમળના ચિત્રને ઊંધું રાખી નવતર વિરોધ કરાયો

    August 2, 2025

    Ardoi નો ઉપસરપંચ છું તમારે મને પૂછ્યા વગર તાસ કાઢો છો તેમ કહી બે યુવકને માર માર્યા

    August 2, 2025

    Jasdan નજીક ગાંજા ના જથ્થા સાથે નામચીન જશવંત સદાદિયા ઝડપાયો

    August 2, 2025

    Dhoraji નજીક યુવકનું ડમ્પરની ઠોકરે કાળનો કોળિયો

    August 2, 2025

    Keshod ના અગતરાઈ ગામેં છૂટાછેડાના 10 લાખ માંગી ધમકી અપાતા યુવકનો આપઘાત

    August 2, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Junagadh: કોંગ્રેસ દ્વારા વોર્ડ નં. ૧ થી ૧૫ ના વોર્ડ પ્રમુખો માટે સેન્સ લેવાશે

    August 2, 2025

    ખાડા ગઢ Junagadh માં ભાજપના ચિન્હ કમળના ચિત્રને ઊંધું રાખી નવતર વિરોધ કરાયો

    August 2, 2025

    Ardoi નો ઉપસરપંચ છું તમારે મને પૂછ્યા વગર તાસ કાઢો છો તેમ કહી બે યુવકને માર માર્યા

    August 2, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.