મહેન્દ્ર એન્ડ મહેન્દ્રા ફાઇનાન્સ લિમિટેડ માંથી લોન પર ચાર કોમર્શિયલ વાહનો ખરીદ કર્યા હતા તે લોનનો હપ્તો ચૂકવવા આપેલા 1 કરોડનો ચેક બેંકમાંથી વગર વસુલાતે પરત ફરવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે તાલાલા સ્થિત લોન ધારકને એક વરસ અને નવ માસની સજા અને ચેક મુજબનું વળતર બે માસમાં ચૂકવવા હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ તાલાળા ખાતે રહેતા વિરેન્દ્ર જેસાભાઇ ચંદેરા નામના યુવાને રાજકોટ સ્થિત મહેન્દ્રા ફાઇનાન્સ લિમિટેડ ની બ્રાન્ચમાંથી કોમર્શિયલના ચાર વાહનો પર લોન લીધી હતી. જે લોનના ચડત હપ્તા ચૂકવવા આપેલા એક કરોડનો ચેક બેંકમાંથી વગર વસૂલાતે પરત ફરતા કાયદાકીય જોગવાઈ મુજબ લોનધારક ધીરેન્દ્ર ચંદેરાને નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં એક મુજબની રકમ કંપનીમાં જમા ન કરાવતા અંતે કંપનીના જવાબદાર અધિકારી ચંદ્રજીતસિંહ ગોહિલ દ્વારા લોનધારક ધીરેન્દ્ર ચંદેરા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી બાદ કોર્ટ દ્વારા સમન્સ વધતા ધીરેન્દ્ર ચંદેરા કબુલ ન રાખતા આગળની કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપી પક્ષ દવારા ફરીયાદી ની વિસ્તુત ઉલટતપાસ કરવામાં આવેલી હતી. ફરીયાદી ની જુબાની જોતા આપવામાં આવેલ ચેક કાયદેસર ના લેણા પેટે નો નથી તેવી કોઈ જ હકીકત બચાવપક્ષ દવારા કોર્ટ ના રેકર્ડ પર આવેલ ન હોય ફરીયાદ પક્ષ ના કેસ ને ખોટો પાડતા સંજોગો કોર્ટ ના રેકર્ડ પ૨ લાવેલ ન હોય સીવીલ જજ અશ્વીનકુમાર ડેર દવારા આરોપી ને ૧ વર્ષ અને ૯ મહિના ની સજા તથા ચેક મુજબ નુ ₹૧,૦૦,૦૦,૦૦૦/- નુ વળતર ૬૦ દિન માં ચુકવવા અને જો વળત૨ ન ચુકવે તો વધુ છ માસની સાદી કેદ ની સજા ફરમાવેલી છે.l રાજકોટનાં દફતરી લો ચેબર્સ ના વિધ્વાન ધારાશાસ્ત્રી નેહાબેન ભાવિન દફતરી, પથીકભાઈ દફતરી, ભાવિન દફતરી, નુપુરબેન દફતરી,,યુવરાજસિંહ જાડેજા, સંજયસિંહ જાડેજા, પરેશ કુકાવા નીશાબેન સુદૃા તથા શીવાંગી મજીઠીયા રોકાયેલા હતા.
Trending
- Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
- MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
- ‘Kangana Ranaut આવે તો થપ્પડ જ મારી દેજો…’ વરિષ્ઠ કોંગ્રેસ નેતાની જીભ લપસી
- Pakistan ની ફિલ્ડરનો થ્રો સીધો અમ્પાયરના માથામાં વાગ્યો, મેદાન છોડવું પડ્યું,
- સૂર્યકુમારે ભારતની જીત સૈન્યને સમર્પિત કરી સામે પાકને વાંધો હતો
- Asia Cup : ગ્રુપ બીમાં રસપ્રદ સમીકરણો : અફઘાન માટે નિર્ણાયક મેચ
- પાક.નું નાટક – ધમકી ન ચાલ્યા : ICC એ બંને વાંધા ફગાવ્યા
- Asia Cup 2025 : UAEને હરાવી પાક. સુપર-4 માં : હવે ફરી ભારત સાથે ટક્કર થશે