શહેરની જાણીતી બિઝનેસ પેઢી મોટો મલ્ટીપેક નામની ભાગીદારી પેઢી પાસેથી બાકીમાં લીધેલા માલ સામાનની રકમ ચૂકવવા આપેલો ચેક વગર વસુલાતે પરત ફરવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે મુંબઈની પેઢીના માલિક વિરલ સંઘવીને એક વર્ષની સાદી કેદની સજા અને ચેક મુજબનું વળતર ચૂકવવા અદાલતે હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ લોધિકાના મેટોડા સ્થિત મોટો મલ્ટી પેક નામની ભાગીદારી પેઢી પાસેથી મુંબઈ સ્થિત વિરલ એન્ટરપ્રાઇઝ દ્વારા બાકીમાં સ્ટ્રેચ ફિલ્મ ખરીદી હતી જેની નીકળતી લેણી રકમ ચૂકવવા આપેલો 3 લાખનો ચેક બેંકમાંથી વગર વસૂલાતે પરત ફરતા કાયદાકીય જોગવાઈ મુજબ સમય મર્યાદામાં ચેક મુજબની રકમ ન ચૂકવતા અંતે અદાલતમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી બાદ કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ ફરિયાદી કંપનીના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલ તેમજ દસ્તાવેજી પુરાવા અને પ્રસ્થાપિત થયેલા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાને લઈ એડીશનલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ એ.પી.ડેર ફરીયાદીનો કેસ પુરવાર માની વિરલ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર વિરલ સંઘવીને ૧ વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ રૂા.૩,૦૦,૦૦૦/- નું વળતર ચુકવવાનો હુકમ કરેલો અને જો વળતરની રકમ દિન ૬૦ માં ન ચુકવે તો વધુ છ માસની સાદી કેદની સજા કરવાનો હુકમ ફરમાવેલો છે..આ કામમાં ફરીયાદી વતી રાજકોટના જાણીતા એડવોકેટ કિશન એમ. પટેલ, જયદીપસિંહ બી. રાઠોડ, જયેશ પી. નાગદેવ, પાર્થરાજસિંહ એમ. જાડેજા, હર્ષવર્ધનસિંહ વી. જાડેજા તથા આદમશા જી. શાહમદાર રોકાયેલ હતા.
Trending
- Rajpipla ના ઐતિહાસિક મંદિરમાં ચોરીથી ભક્તોમાં રોષ
- Devbhoomi Dwarka માં ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ, આરોગ્ય તંત્ર એલર્ટ
- ભારે હંગામા બાદ Lok Sabha and Rajya Sabha ની કાર્યવાહી સ્થગિત
- દાદા કે પિતા પાસેથી મળેલી દરેક મિલકત પર બાળકોનો જન્મસિદ્ધ અધિકાર નથી:Karnataka High Court
- વિદ્યાર્થિનીઓને આપશે મફત સ્કૂટી,યુપી કેબિનેટે આપી મંજૂરી
- Gujarat માં છેલ્લા ૨૪ કલાકમાં વલસાડના પારડીમાં ૮.૧૯ ઈંચ વરસાદ
- South Gujarat સહિત અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા
- રોકાણકારોમાં સાવચેતી વધી, ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!

