Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Dahod માં PM મોદીએ કર્યું રૂ. 24 હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ
    ગુજરાત

    Dahod માં PM મોદીએ કર્યું રૂ. 24 હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ

    Vikram RavalBy Vikram RavalMay 26, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara,તા.26 

    ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. આ ઘટના બાદ તેઓ પહેલીવાર ગુજરાતની મુલાકાતે છે ત્યારે આજે સવારે વડોદરા એરપોર્ટથી મિલન પાર્ટી પ્લોટ સુધી સિંદૂર યાત્રા કાઢવામાં આવી હતી. વડાપ્રધાન મોદીની સિંદૂર યાત્રાને લઇને વડોદરાવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને લોકોએ તેમનું જોરશોરથી સ્વાગત કર્યું. યાત્રાના રૂટ પર ઠેર ઠેર મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. વડોદરા સિંદૂર યાત્રા પૂરી કર્યા બાદ વડાપ્રધાન મોદી દાહોદ પહોંચ્યા છે. ત્યાં તેમણે નવ નિર્મિત રેલવે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું અને ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિનને લીલીઝંડી આપી હતી.

    વડાપ્રધાન મોદીએ દાહોદમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે ’2014માં આજના દિવસે મેં પ્રથમ વખત PM પદના શપથ લીધા હતા. ગુજરાતના લોકોને ભરપૂર આર્શીવાદ આપ્યા છે, કોઇ ખોટ રાખી નથી. તમારા આશીર્વાદથી જ હું દિવસ રાત દેશવાસીઓની સેવામાં છું. દેશ આજે દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યો છે.’

    કેટલાક લોકોને ગાળો દેવાની આદત પડી ગઈ છે

    દાહોદમાં વિવિધ યોજનાઓની વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘થોડીવાર પહેલાં અહીં હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ થયા છે. જેમાં સૌથી શાનદાર દાહોદની ઇલેક્ટ્રિક લોકોમોટિવ ફેક્ટરી છે. 3 વર્ષ પહેલાં હું તેનો શિલાન્યાસ કરવા આવ્યો હતો, કેટલાક લોકોને ગાળો દેવાની આદત પડી ગઈ છે. તેઓ કહેતા હતા કે ચૂંટણી આવી તો મોદીજીએ ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો, કંઈ બનવાનું નથી. તેઓ આવું કહેતા હતા, પરંતુ આજે ત્રણ વર્ષ પછી આપણે બધા જોઈ રહ્યા છીએ. આ ફેક્ટરીમાં પહેલું ઇલેક્ટ્રિક લોકોમોટિવ બનીને તૈયાર થઈ ગયું છે.

    ભારત ઉત્પાદનની દુનિયામાં ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે

    ઉત્પાદનની વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘આજે આપણે 140 કરોડ ભારતીયો આપણા દેશને વિકસિત ભારત બનાવવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છીએ. દેશની પ્રગતિ માટે જે કંઈ જરૂરી છે તે ભારતમાં જ બનાવીએ. ભારત ઉત્પાદનની દુનિયામાં ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. આજે આપણે સ્માર્ટ ફોનથી લઈને વાહનો, રમકડાં, લશ્કરી શસ્ત્રો અને દવાઓ જેવી વસ્તુઓ વિશ્વભરના દેશોમાં નિકાસ કરી રહ્યા છીએ. ભારતમાં આજે આધુનિક ગાડીઓ દોડી રહી છે. તેનું એક મોટું કારણ નવી ટેક્નોલોજી અને આપણા દેશની યુવા પેઢી છે.’

    આ વિસ્તાર માં  ભારતીની માનવતાની રક્ષા માટે આપણા તપ અને ત્યાગને દર્શાવે છે. વિચારો જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ જે કર્યું, શું ભારત ચૂપ બેસી શકે? શું મોદી ચૂપ બેસી શકે?

    ઓપરેશન સિંદૂર કોઈ સૈન્ય કાર્યવાહી નથી. આ આપણા ભારતીયોના સંસ્કારો, આપણી ભાવનાઓની અભિવ્યક્તિ છે. આતંક ફેલાવનારાઓએ સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે મોદીનો સામનો કરવો કેટલો મુશ્કેલ હોય છે. બાળકોની સામે પિતાને ગોળી ધરબી દીધી. આજે પણ તે તસવીરો જોઈએ છીએ તો લોહી ઉકળી ઉઠે છે. આ 140 કરોડ ભારતીયોને પડકાર હતો, તેથી મોદીએ તે જ કર્યું જેના માટે દેશવાસીઓએ મને પ્રધાન સેવકની જવાબદારી સોંપી.

    મોદીજીએ પોતાની ત્રણેય સેનાઓને ખુલ્લી છૂટ આપી અને આપણી સેનાએ તે કરી બતાવ્યું જે દુનિયાએ છેલ્લા ઘણા દાયકાઓથી જોયું ન હતું. અમે સરહદ પાર ચાલી રહેલા આતંકના નવ સૌથી મોટા આતંકી ઠેકાણાં, તેમને શોધી કાઢ્યા. હિસાબ-કિતાબ પાક્કો કરી લીધો અને 22 તારીખે જે ખેલ ખેલાયો હતો, છ તારીખની રાત્રે 22 મિનિટમાં અમે તેમને માટીમાં મિલાવી દીધા. પરંતુ જ્યારે પાકિસ્તાની સેનાએ દુસ્સાહસ બતાવ્યું તો આપણી સેનાએ પાકિસ્તાની સેનાને ધૂળ ચટાડી દીધી.

    દાહોદમાં વડાપ્રધાન મોદીએ 9000 એચપીનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કર્યું. આ ઉપરાંત આણંદ – ગોધરા, મહેસાણા-પાલનપુર, રાજકોટ-હડમતીયા રેલ લાઈનના ડબલિંગ કામ, સાબરમતી-બોટાદ 107 કિ.મી. રેલ લાઈન ઇલેક્ટ્રિફિકેશન અને કલોલ-કડી કટોસણ રેલ લાઈન ગેજ પરિવર્તનના કામો સહિત કુલ રૂ. 23,292 કરોડના કામોનું લોકાર્પણ સંપન્ન કર્યું. મહીસાગર અને દાહોદ જિલ્લામાં વસતા નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે માટે રૂ. 181 કરોડના પીવાના પાણીની ચાર જેટલી સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.  આ દરમિયાન વડાપ્રધાન મોદીએ દાહોદમાં ખરોડ ખાતે રેલવે સહિત વિવિધ વિભાગોના રૂ.23 હજાર કરોડથી વધુના મૂલ્યના વિકાસ યોજનાઓનું લોકાર્પણ- ખાતમુહૂર્ત કર્યું. ભુજમાં વડાપ્રધાનના હસ્તે 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે, ત્યારબાદ સાંજે અમદાવાદમાં રોડ શોનું આયોજન કરાયું છે. જ્યારે 27મી મેએ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં આયોજિત વિશેષ કાર્યક્રમમાં હાજરી આપી રૂ. 5,536 કરોડના પ્રોજેક્ટ્‌સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

    આ ઉપરાંત ગાંધીધામમાં સેન્ટર આલ્ફ એક્સેલન્સ, માતાના મઢ ખાતે મંદિર પરિસર, ખાટલા ભવાની, ચાચર કુંડ સહિતના વિસ્તારમાં વિકાસકાર્યોનું લોકાર્પણ કરાશે. ખાવડા નવનિર્મિત રિન્યુએબલ એનર્જી ઝોનમાંથી ટ્રાન્સમિશન સિસ્ટમ, ગાંધીધામ શહેરમાં વાવાઝોડા પ્રતિરોધક અંડરગ્રાઉન્ડ વીજ વિતરણ નેટવર્ક, ભુજથી નખત્રાણા સુધી લેન હાઈ સ્પીડ કોરિડોર, ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન સુવિધાનું નિર્માણ, કંડલામાં 3 રોડ ઓવર બ્રિજનું નિર્માાણ, ધોળાવીરા ખાતે પ્રવાસન ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણનો સમાવેશ થાય છે.

    પાણી યોજના થકી 193 ગામોને ફાયદો થશે 

    દાહોદમાં નરપાલિકા ભવન, આદિવાસી મ્યુઝિયમ સહિત જનસુવિધા અને જનસુખાકારીના વિકાસ કામો જનસમર્પિત કરશે. વડોદરા જિલ્લામાં સાવલી-ટીંબા માર્ગને ચાર માર્ગીય બનાવવા, કાયાવરોહણ-સાપલી માર્ગ, જરોદ-સમલાયા માર્ગને પહોળા કરવા તેમજ પદમલા-રણોલી માર્ગ પર નવા બ્રિજના કુલ રૂ. 581 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે.

    અમદાવાદમાં સિવિલ પરિસરમાં આઈપીડીનું ખાતમુહૂર્ત

    ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 27મેના રોજ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તૈયાર થયેલા 22,000થી વધુ રહેણાંક એકમોનું લોકાર્પણ કરાશે. આ ઉપરાંત અમદાવાદમાં રૂા. 1000 કરોડના ખર્ચે નિર્માણ થનારા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-3ના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે. ગાંધીનગરમાં યુ. એન. મહેતા ઈન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ કરશે. તો અમદાવાદમાં ઓપીડીસાથે 18000 બેડ ધરાવતા આઈપીડી જેમાં ચેપી રોગ માટે 500 બેડની સુવિધાનું નિર્માણ થઇ રહ્યું છે, જેનું પણ સિવિલ પરિસરમાં વડાપ્રધાન ખાતમુહૂર્ત કરશે.

    વંદેભારત સહિતની બે ટ્રેનોને પીએમ લીલી ઝંડી આપશે 

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે 26મીએ દાહોદથી વિવિધ રેલવે પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે ત્યારે સાબરમતી-બોટાદ ટ્રેન અને અમદાવાદ (સાબરમતી) સોમનાથ (વેરાવળ) વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને પણ લીલી ઝંડી આપશે. જે સાથે આ નવી બંને ટ્રેનો ગુજરાતમાં શરૂ થશે. 8 કોચની વંદેભારત ટ્રેન 27મેથી શરૂ થશે.

    કર્નલ સોફિયા કુરેશીના અને શહીદ થયેલા આઠ જવાનોના પરિવાર પણ યાત્રામાં જોડાયા

    વડોદરામાં વડાપ્રધાન મોદીનું સ્વાગત–સન્માન કરવા માટે યોજાયેલી સિંદૂર સન્માન યાત્રામાં ભારતીય સેનામાં ફરજ દરમિયાન શહીદ થયેલા જવાનોના પરિવારજનો જોડાયા હતા. આતંકવાદ સામે ભારતની લડાઇની વિગતો સમગ્ર વિશ્વ સમક્ષ મૂકનારા કર્નલ સોફિયા કુરેશીના પરિવારજનો પણ અહીં જોવા મળ્યા હતા.

    શહીદ સ્વ. મધુકર કદમ, સ્વ. દીપક પવાર, સ્વ. યુસુફ અબ્દુલ નૂરભા ખીલજી, સ્વ. ગોરધનભાઇ રાઠવા, સ્વ. તુલસીભાઇ બારિઆ, સ્વ. દીવકાર દાદુરામ, સ્વ. આરીફ પઠાણ, સ્વ. નીરવ સોનીના પરિવાજનો સિંદૂર સન્માન યાત્રામાં સહભાગી બન્યા હતા. આ ઉપરાંત કર્નલ સોફિયા કુરેશીના પિતા સહિતના પરિવારજનોએ પણ આ યાત્રામાં સામેલ થઇ નારીશક્તિના ઉત્સાહમાં વૃદ્ધિ કરી હતી.

    ભાગલા વખતે અલગ થયેલા પાકિસ્તાનનું એકમાત્ર લક્સ્ય ભારત સાથે દુશ્મની અને નફરત છે પરંતુ ભારતનું લક્ષ્ય પોતાને વિકસિત બનાવવાનું, ગરીબી દૂર કરવાનું અને અર્થવ્યવસ્થાને મજબૂત કરવાની છે. અમે આ જ દિશામાં કામ કરી રહ્યા છીએ.

    વડાપ્રધાન મોદીના ભાષણના મહત્ત્વના મુદ્દા

    – દાહોદ જેવા આદિવાસી જિલ્લામાં સ્માર્ટ સિટી બન્યું, એ જ નવતર લાગે.

    – છેલ્લા 10-11 વર્ષોમાં ઝડપથી રેલવેમાં પરિવર્તન આવ્યું.

    – મેટ્રોનું વિસ્તરણ થયું છે, જ્યારે સેમિ હાઇસ્પીડ રેલવે પણ વિકસી રહી છે.

    – દેશમાં લગભગ 70 રૂટ પર વંદેભારત ટ્રેન ચાલી રહી છે.

    – દાહોદ માટે મે જે સપનાં જોયા છે તે આજે સાકાર કરવાનું મને સૌભાગ્ય મળ્યું છે.

    – ભારતમાં આદિવાસી જિલ્લો કેવી રીતે વિકાસ પામે તેનું મોડેલ જોવું હોય તો દાહોદ આવે.

    dahod development projects PM Modi inaugurates
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025
    મોરબી

    Wankaner પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દેશી દારૂ ભરેલ ઈનોવા કાર ઝડપી લીધી

    June 6, 2025
    મોરબી

    Morbi: ગ્રામ્ય પંથકમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપીને ભાવનગરથી ઝડપી લીધો

    June 6, 2025
    મોરબી

    Morbi: દીકરી રીસામણે હોવાનો ખાર રાખી ત્રણ ઇસમોએ મહિલાઓ સહીત ચારને માર માર્યો

    June 6, 2025
    મોરબી

    Morbi: નીલકંઠ રેસીડેન્સીના મકાનમાંથી દારૂની ૧૨૦ બોટલનો જથ્થો જપ્ત, આરોપીની શોધખોળ

    June 6, 2025
    મોરબી

    Morbi: માળિયા સુરજબારી ચેકપોસ્ટ નજીક ડમ્પરે ફૂલબ્રેક મારતા એસટી બસ પાછળ ઘુસી ગઈ

    June 6, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.