Morbi,તા.06
સુરજબારી ચેકપોસ્ટ પાસે આગળ જતા ડમ્પર ચાલકે ફૂલ બ્રેક લગાવતા પાછળ આવતી એસટી બસ ડમ્પર પાછળ અથડાઈ હતી જે અકસ્માતમાં એસટી બસના કાચ તૂટી જતા નુકશાન પહોંચ્યું હતું અને એસટી બસના ચાલકને ઈજા પહોંચી હતી
માંગરોળ તાલુકાના નગીચાણા ગામે રહેતા અને એસટીમાં ફરજ બજાવતા વિક્રમભાઈ સરમણભાઈ મુછાળ (ઉ.વ.૩૨) ડમ્પર જીજે ૧૨ વાય ૯૯૯૫ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી પોતાની એસટી બ લઈને જતા હતા ત્યારે માળિયા-કચ્છ નેશનલ હાઈવે પર સુરજબારી ચેકપોસ્ટ પાસે ડમ્પર ચાલકે કોઈપણ જાતના સિગ્નલ બતાવ્યા વગર એકદમ બ્રેક મારતા ફરિયાદીની એસટી બસ જીજે ૧૮ ઝેડ ૮૨૩૮ પાછળ ભટકાડી હતી જેથી બસનો આગળનો કાચ તૂટી જતા આગળનો ભાગ અંદરની બાજુ વળી ગયો હતો અને ફરિયાદી વિક્રમભાઈને પગમાં ઈજા પહોંચી હતી માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

