રાજકોટના પાંચ પત્તા પ્રેમી ઝડપાયા: રૂ. ૧૬ હજારની રોકડ કબ્જે
Kotda Sangani.તા.30
કોટડા સાંગાણીના રાજપરા ગામે જુગાર રમતા રાજકોટના પાંચ પત્તા પ્રેમીને પોલીસે ઝડપી લઇ, જુગારના પટમાંથી રૂ ૧૬ હજારની રોકડ કબ્જે કરી છે.પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કોટડા સાંગાણી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, રાજપરા ગામે રહેતો સંજય બાબુભાઈ ભાલાળા ના ઘર નજીક જાહેરમાં જુગાર રમાઈ રહ્યો છે. કોટડા સાંગાણી પોલીસની ટીમ તાત્કાલિક રાજપરા ગામે પહોંચી, જુગાર રમતો રાજકોટનો નૂરાની પરામાં રહેતો નાસીર સાજીદભાઈ ઠેબા, કોઠારીયા સોલવન્ટ નજીક રત્નદીપ સોસાયટીનો રાજેશ ભુપતભાઈ ગોહિલ, હસમુખ બાબુભાઈ શિંગડીયા, કોઠારીયા રસુલપુરાનો ઈકબાલ કાસમભાઇ બુકેરા અને કોઠારીયા સોલવન્ટ, હરિદ્વાર ૧માં રહેતો દિશાન પ્રતાપભાઈ ગોહિલ નામના શખ્સોને ઝડપી લઈ. જુગાર ના પટમાંથી રૂ ૧૬ હજારની રોકડ કબ્જે કરી છે.