ડ્રાયવિંગનો વ્યવસાય કરતા યુવકે કમિશનના પૈસા નહિ ચૂકવતા ઉઠાવી જઈ માર મરાયો : મોકો મળતા યુવાન ધક્કો મારી નાસી ગયો
Rajkot,તા.03
રાજકોટ શહેરના નાડોદાનગરમાં રહેતા ડ્રાઇવીંગ કામ કરનાર યુવાનને જૂનાગઢના ફેરાના કમિશનના રૂ.૨ હજાર ન આપતા ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી તેનું અપહરણ કરી મારકૂટ કરી જુનાગઢ લઇ જવામાં આવ્યો હતો. અહીં મોકો મળતા તે ધક્કો મારી ભાગી ગયો હતો.
રાજકોટમાં હુડકો પોલીસ ચોકી પાછળ નાડોદાનગર શેરી નંબર-૭ માં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરનાર સંજય ભીખાભાઈ રાઠોડ (ઉ.વ 24) નામના યુવાને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે શીતલ પાર્ક પાસે રહેતા શકીલ રજાકભાઈ દશાડીયાનું નામ આપ્યું છે. ગઇ તા. 30/5/2025 ના યુવાન ચોકડી ખાતે બપોરના ચારેક વાગ્યે ઊભો હતો. ત્યારે શકીલ દશાડીયાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, સંજયભાઈ તમારે જૂનાગઢનું ભાડું છે તો તમારે જવું હોય તો જણાવો તેમ કહેતા યુવાને હા પાડી હતી અને ગ્રાહક પાસેથી રૂપિયા 6,300 નું ભાડું લેવાનું મૌખિક નક્કી થયું હતું જેમાં રૂપિયા 2000 શકીલનું કમિશન યુવાનને તેને ભાડામાંથી ચૂકવવાનું નક્કી થયું હતું. બાદમાં યુવાન આ ભાડું નહીં જુનાગઢ પેસેન્જર મુકવા ગયો હતો. બાદમાં રાજકોટ પરત આવી ગયો હતો. દરમિયાન શકીલે ફોન કરીને કહ્યું હતું કે, મારા કમિશનના રૂપિયા 2000 ક્યારે આપશો. જેથી યુવાને તેને કહ્યું હતું કે હાલ મારી પાસે પૈસા નથી હું તમને તા. 1/6 ના ગ્રીનલેન્ડ ચોકડી ખાતે આવું ત્યારે પૈસા આપી દઈશ.
બાદમાં તા. 1/6 ના બપોરના ત્રણેક વાગ્યા આસપાસ યુવાન ગ્રીનલેન્ડ ચોકડી પાસે જતા અહીં શકીલ સ્વીફ્ટ ગાડીમાં પેસેન્જર બેસાડવાની તૈયારીમાં હતો તે વખતે યુવાન પાસે આવી ગયું હતું કે, મારા કમિશનના 2000 મને આપી દે. જેથી યુવાને કહ્યું હતું કે, સાંજ સુધીમાં તમારા પૈસા પહોંચાડી દઈશ હાલ મારી પાસે પૈસા નથી તેમ વાત કરતા શકીલે તેને કહ્યું હતું કે, પૈસા તો તારે અત્યારે જ આપવા પડશે તેમ કહી ધમકી આપી ઝાપટ મારી હતી અને તેણે પોતાની ગાડીમાં પેસેન્જર ભર્યા હતા તેને ઉતારી કહ્યું હતું કે જો અત્યારે પૈસા આપવા ના હોય તો ગાડીમાં બેસી જા તેમ કહી યુવાનને બળજબરીથી કારમાં બેસાડી અપરણ કરી અને જુનાગઢ તરફ કાર હંકારી મૂકી હતી.
ખાનભાઈ મજેવડી ગેઇટ પાસે મળતા તેમણે મારે કમિશન નથી જોતું તેમ કહ્યું હતું અને તે અહીંથી જતા રહ્યા હતા. બાદ શકીલે કહ્યું હતું કે, તું મારા કમિશનના 2000 નહીં આપે તો તું ગ્રીનલેન્ડ ચોકડીએ કેમ ધંધો કરે છે તે હું જોઈ લઈશ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અહીં મજેવડી ગેટ પાસે તેને ગાડી ઉભી રાખી હોય મોકો મળતા યુવાન તેને ધક્કો મારી દોડીને ભાગી ગયો હતો અને ત્યાંથી પ્રાઇવેટ બસમાં રાજકોટ આવ્યા બાદ તેણે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે આરોપી સામે અપહરણ,મારકૂટ અને એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.