સેલ્ફ ડ્રાઇવ પર ભાડે કાર લઇ પશુની તસ્કરી કરતી ગેંગની ધરપકડ,:રૂ.૮૫ હજારમાં વેચી નાંખ્યા હતા
Rajkot,તા.04
લોધેશ્વર સોસાયટીમાંથી બે માસ પહેલાં આઠ બકરાની ચોરીનો માલવીયાનગર પોલીસે ભેદ ઉકેલી ગેંગ દ્વારા બે વિસ્તારમાંથી બકરા ચોરી કર્યાની કબુલાત આપવામાં આપી હતી. બકારની ચોરી કર્યા બાદ આ ટોળકીએ રૂ.૮૫ હજારમાં આ બકરા વેચી દીધા હતાં. ચોરી સમયે જે કારનો ઉપયોગ કર્યો હતો તે કાર તે સેલ્ફ ડ્રાઇવ પર ભાડે લાવ્યા હતાં. પોલીસે આરોપી પાસેથી બકરા ચોરી કરી મેળવેલા રૂપિયામાંથી રૂ.૭૦ હજાર રોકડ અને કાર કબજે કરી છે. જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલ રોડ પર આવેલી લોધેશ્વર સોસાયટીમાં બે માસ ઘરની બહાર ઓરડીમાં રાખેલ બકારની ચોરી થયાનો બનાવ બન્યો હતો.જે અંગે માલવીયાનગર પોલીસ મથકના સ્ટાફે તપાસ ધરી બકારની ચોરી કરનાર ગેંગને ઝડપી લીધી હતી.જેમાં ભકુલ ઉર્ફે ઠેબો ચૌહાણ(ઉ.વ ૨૯, વિક્રમ દાનાભાઇ ચૌહાણ(ઉ.વ), રાહુલ ઉર્ફે આકાશ જેસીંગભાઇ ચૌહાણ(ઉ.વ ૨૪),, નવઘણ શામજીભાઇ સિંધવ(ઉ.વ ૩૨) અને કિશન નાનજીભાઇ સિંધવ(ઉ.વ ૨૬ રહે. તમામ ૮૦ ફૂટ રોડ આજીડેમ ચોકડી પાસે) નો સમાવેશ થાય છે.
લોધેશ્વર સોસાયટીમાંથી આરોપીઓએ જેના બકરા ચોર્યા તે પરિવાર ગરીબ હતો અને બકરા તેમનાં માટે રોજીરોટીનું સાધન હતા. . આ સ્થિતિમાં માલવીયાનગરના પીઆઈ જે.આર. દેસાઈ અને પીએસઆઈ એમ.જે. ધાધલે ઘણાં સીસીટીવી કેમેરા જોઈ, ઘણાં દિવસની તપાસના અંતે આરોપીઓને ઝડપી લીધા હતા.પુછપરછમાં આરોપીઓએ બે મહિના પહેલાં પોપટપરા સ્મશાન પાસેથી પણ ત્રણ બકરાની ચોરી કર્યાની કબુલાત આપી છે. આ બકરા ચોરી કરી ટોળકીએ રૂ.૮૫ હજારમાં આ બકરા વેચી દીધા હતાં. ચોરી સમયે જે કારનો ઉપયોગ કર્યો હતો તે કાર તે સેલ્ફ ડ્રાઇવ પર ભાડે લાવ્યા હતાં. આ કામગીરી પીઆઇ દેસાઈની રાહબરીમાં પીએસઆઇ એમ.જે.ધાધલ,એ.એસ.આઇ. હીરેનભાઇ પરમાર,અજયભાઈ વિકમા, દિનેશભાઇ બગડા,મનીષભાઇ સોઢીયા, ભાવેશભાઇ ગઢવી, મયુરદાન બાટી, જયદિપસિંહ ભટ્ટી, ચિત્રકેતુસિંહ ઝાલા અને અમરદિપસિંહ જાડેજાએ કરી હતી.