ભક્તિનગર પોલીસે દારોડો પાડી શખ્સની ધરપકડ કરી 10250નો મુદ્દામાલ કબજે કર્યો
Rajkot,તા.05
શહેરના ભક્તિનગર વિસ્તારમાં આવેલા હસનવાડી નજીક ત્રિશુલ ચોકની પાસે નારાયણ નગર શેરી નંબર 2 માં મકાનમાં ધમધમતા જુગારધામ પર ભક્તિનગર પોલીસે દરોડો પાડી જુગાર રમતા 6 ની ધરપકડ કરી 10250નો મુદ્દામાલ કબજે કરી ધોરણ છ ની કાર્યવાહી હાથ ધરી છે. વધુ વિગત મુજબ શહેરમાં ભીમ અગિયારસ પૂર્વે ધમધમતા જુગારના આટલા પર પોલીસે તૂટી પડવા પોલીસ કમિશનર રાજેશકુમાર જાય આપેલા આદેશને પગલે પગલે એમએમ સરવૈયા ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ જે ગોહિલ સહિતના કાપે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે હસન વાળી ત્રિશુલ ચોક નજીક નારાયણ નગર શેરી નંબર 2 માં રહેતા કમલેશગીરી ચમનગીરી ગોસ્વામી નંબરના શખ્સ પોતાના મકાનમાં જુગાર રમાડતા હોવાની હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ બાબુભાઈ માલકીયા ને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા કમલેશગીરી ચમનગીરી ગોસ્વામી ,મનોજગીરી રેવતીગીરી ગોસ્વામી, દિપક હરેશ કોળી, મુકેશ ભીખા મેર, લાલજી સોમા સરવૈયા અને પ્રિન્સ દિનેશ ધોળકિયા ની ધરપકડ કરી જુગાર ના પટોળા થી 10250 નો મુદ્દા માલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

