કૂતરો પાછળ દોડે છે , બચકા ભરે છે તેવો ઠપકો આપવા ગયાને ઝઘડાનુ કારણ બન્યું
Rajkot,તા.05
તમારો પાડેલો કૂતરો પાછળ દોડે છે અને બચકા ભરે છે, તેને વારો.. નો ઠપકો આપવા ગયેલ નવાગામ રંગીલા ઢાલ નજીક પાડોશી મહિલા ની વાત સાંભળવાના બદલે આખા પરિવારે ઝઘડો કરી હુમલો કરવાનો બનાવ નોંધાયો છે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ કુવાડવા નજીક નવાગામ રંગીલા ઢાલ નજીક રહેતા હંસાબેન પ્રહલાદભાઈ ચૌહાણ ૫૦ સાથે ઝઘડો કરી બપોરે ત્રણ વાગે બાજુમાં જ રહેતા વીરાભાઇ, મધુબેન, અને પૂજાબેને હંસાબેન ના ઘરે આવી ધોકા લાકડી થી હુમલો કરી માથું ફાડી નાખ્યું હતું અને શરીરે ઇ જા કરી હતી લોહી લુહાણ હાલતમાં હંસાબેન ને સરકારી હોસ્પિટલમાં પથરવામાં આવ્યા છે ઝઘડાના કારણમાં વીરાભાઇ એ પાડેલો કૂતરો શેરીમાં નીકળનારાઓને કરડતો હોય અને પાછળ દોડતો હોય તેની ફરિયાદ કરવા હંસાબેન ગયા હતા. કૂતરાની ફરિયાદ નું મન દુઃખ રાખી પડોશીઓએ હંસાબેન પર હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે આ અંગે કુવાડવા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે

