કોર્પોરેશનના હંગામી કર્મચારી પર દેણું વધી જતા પગલું ભર્યું
Rajkot,તા.05
માલવિયા નગર પોલીસ સ્ટેશન ની હદમાં આવેલ અંકુર નગર માં રહેતા યુવાને વધુ પડતી ધેન ની દવા ખાઈ લેતા પરિવારમાં દોડાદોડી મચી ગઈ હતી અને બેભાન હાલતમાં યુવાનને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યોછે.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ કૃષ્ણનગર મેઇન રોડ નજીક અંકુર નગર શેરી નંબર ચારમાં રહેતા આશુતોષભાઈ રમેશભાઈ જોટાણીયા ૩૫ એ ગઈકાલે રાત્રે નીંદરની વધુ પડતી દવા લઈ લેતા અર્ધ બેભાન અવસ્થામાં સરી પડતા મૂંઝાઈ ગયેલા પરિવારજનોએ તાત્કાલિક આશુતોષને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ઇમરજન્સી વોર્ડમાં સમયસરની સારવારથી તેની તબિયત સુધરી ગઈ હતી, આશુતોષ જોટાણીયા ને હોસ્પિટલ લાવનાર મિત્ર હિતેન્દ્રસિંહ જણાવ્યું હતું કે આશુતોષના પિતા કોર્પોરેશનમાં નોકરી કરે છે અને આશુતોષ હંગામી ધોરણે કામ કરતો હોય છેલ્લા કેટલાક સમયથી આર્થિક સગદામણના કારણે કરજ થઈ ગયું હોય તેના ટેન્શનમાં તેણે આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું આ અંગે માલવયા નગર પોલીસે તપાસ હાથ ધરી છે

