મારામારી હત્યાની કોશિશ અને શરીર સંબંધી મળી સાત ગુનામાં ભક્તિનગર પોલીસ મથકના ચોપડે ચોપડે ચડી, વડોદરા જેલમાં ધકેલ્યો
Rajkot,તા.09
શહેર પોલીસ કમિશનરે સપાટો બોલાવી માથાભારે શખસ સામે પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે.જેમાં ભક્તિનગર પોલીસ મથકના ચોપડે મારામારી અને હત્યાની કોશિશ મળી સાત ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલ માથાભારે રવિ ઉર્ફે ભગત ચાવડીયાની પાસા તળે અટકાયત કરી વડોદરા જેલ હવાલે કર્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મારામારી હત્યાની કોશિશ સહિતના શરીર સંબંધી ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા. માથાભારે શખ્સો સામે કડક હાથે કામગીરી કરવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા એ આપેલી સૂચનાને પગલે ભક્તિનગર પોલીસ મથકના સ્ટાફ દ્વારા ગુનેગારોનો ઈતિહાસ ચકાસતા જેમાં શહેરના ગાયત્રી નગર મેઇન રોડ નજીક હસનવાડી શેરી નંબર 2 માં રહેતા રવિ ઉર્ફે ભગત કિશોર ચાવડીયા નામના શખ્સ સામે
ભક્તિનગર પોલીસ મથકના ચોપડે વર્ષ 2020 થી મારામારી હત્યાની કોશિશ અને શરીર સંબંધી મળી આઠ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાથી તેની સામે પીસીબી શાખા દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી જે દરખાસ્ત પર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ મંજૂરીની મહોર મારી હતી. જે વોરંટની ભક્તિનગર પોલીસ મથકના સ્ટાફે બજવણી કરી રવિ ઉર્ફે ભગત ચાવડીયાની અટકાયત કરી વડોદરા જેલમાં ધકેલવામાં આવ્યો છે.

