Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

    July 11, 2026

    Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા

    July 11, 2026

    6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2

    July 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ
    • Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા
    • 6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2
    • આબોહવા પરિવર્તન સામે લડત ફક્ત સરકારોની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે
    • ઘણા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો ભારતની ઇન્ડો-પેસિફિક મુલાકાતને 2026 ની સૌથી મહત્વપૂર્ણ રાજદ્વારી પહેલોમાંની એક માને છે
    • America માં યુરોપ જેવી ભીષણ ગરમી અને ‘હીટ ડોમ‘ની ચેતવણી
    • 12 જુલાઈનું પંચાંગ
    • 12 જુલાઈનું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»પરમાણુ અંગે Iran ની નવી ચાલથી US-Israel ટેન્શનમાં
    આંતરરાષ્ટ્રીય

    પરમાણુ અંગે Iran ની નવી ચાલથી US-Israel ટેન્શનમાં

    Vikram RavalBy Vikram RavalJuly 11, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ૨૧ જૂનની સેટેલાઇટ તસવીરોમાં આ પહાડી વિસ્તારમાં આવેલી ગુપ્ત સુરંગોની અંદર અને બહાર અનેક વાહનોની અવરજવર થતી હોવાનું સામે આવ્યું છે

    Tehran, તા.૧૧

    એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ મુદ્દે ફરીથી વાતચીત શરૂ થવાના સંકેતો મળી રહ્યા છે, તો બીજી તરફ ઈરાને પડદા પાછળ પોતાની સૈન્ય તાકાત વધારવાની નવી ચાલ શરૂ કરી દીધી છે. આ આખા ઘટનાક્રમે અમેરિકા અને ઈઝરાયલ બંને દેશોની ચિંતામાં મોટો વધારો કર્યો છે.એક મીડિયા રિપોર્ટમાં સામે આવેલી સેટેલાઇટ તસવીરો પરથી ખુલાસો થયો છે કે, ઈરાનના કેટલાક અત્યંત સંવેદનશીલ પરમાણુ મથકો અને મિસાઇલ ઠેકાણાઓ પર અચાનક નવી હલચલ વધી ગઈ છે. આ તસવીરો સ્પષ્ટપણે એવો ઈશારો કરે છે કે તાજેતરમાં અમેરિકન અને ઈઝરાયલી હુમલામાં ઈરાનની જે સૈન્ય સંપત્તિને નુકસાન પહોંચ્યું હતું, તેને ફરીથી બેઠી કરવા અને આ ગુપ્ત ઠેકાણાઓનું પુનઃનિર્માણ કરવા માટે ઈરાન અત્યારે પૂરેપૂરું જોર લગાવી રહ્યું છે.આ આખી ઘટના વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે એક મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, ઈરાને અમેરિકા સાથે વાતચીત ચાલુ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને વોશિંગ્ટન પણ તેના માટે તૈયાર છે. જોકે, ટ્રમ્પે અત્યંત કડક શબ્દોમાં એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે બંને દેશો વચ્ચે થયેલો યુદ્ધવિરામ હવે સત્તાવાર રીતે પૂરો થઈ ગયો છે.તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘ઈરાને અમને વાતચીત આગળ વધારવા માટે કહ્યું છે અને અમે તેના માટે સહમતી આપી દીધી છે, પરંતુ અમે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે સીઝફાયર હવે ખતમ થઈ ચૂક્યું છે.’ આ સ્થિતિ દર્શાવે છે કે એક તરફ શાંતિની વાતો ચાલી રહી છે, તો બીજી તરફ બંને પક્ષે ભારે તણાવ પણ યથાવત છે.વિઝ્યુઅલ રિસર્ચ અનુસાર, જૂન મહિનાના અંતમાં અને જુલાઈની શરૂઆતમાં લેવામાં આવેલી સેટેલાઇટ તસવીરોમાં ઈરાનના અનેક પ્રતિબંધિત અને સંવેદનશીલ વિસ્તારોમાં મોટી ગતિવિધિઓ નોંધાઈ છે. સૌથી વધુ હલચલ ‘પારચિન સૈન્ય સંકુલ’ના ‘તાલેઘાન-૨’ વિસ્તારમાં જોવા મળી છે. સંરક્ષણ ક્ષેત્રના એક્સપટ્‌ર્સનું માનવું છે કે ભૂતકાળમાં આ જગ્યાનો ઉપયોગ પરમાણુ હથિયારો સાથે જોડાયેલી સામગ્રી રાખવા માટે થતો હતો. ૨૨ જૂન અને ૭ જુલાઈની તસવીરોની સરખામણી કરતાં માલૂમ પડ્યું છે કે, અમેરિકન અને ઈઝરાયલી હુમલામાં આ સંકુલના જે હિસ્સાને ભારે નુકસાન થયું હતું, ત્યાં ઈરાને અચાનક જ સમારકામ અને પુનઃનિર્માણનું કામ ખૂબ જ ઝડપથી શરૂ કરી દીધું છે.આ અહેવાલમાં ‘પિકએક્સ માઉન્ટેન’નો પણ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને ઈરાનનું સંભવિત અંડરગ્રાઉન્ડ પરમાણુ ઠેકાણું માનવામાં આવે છે. ૨૧ જૂનની સેટેલાઇટ તસવીરોમાં આ પહાડી વિસ્તારમાં આવેલી ગુપ્ત સુરંગોની અંદર અને બહાર અનેક વાહનોની અવરજવર થતી હોવાનું સામે આવ્યું છે. આ નવીનતમ તસવીરો સામે આવ્યા બાદ હવે વૈશ્વિક સ્તરે એવી અટકળો તેજ થઈ ગઈ છે કે ઈરાન કોઈપણ ભોગે પોતાના અંડરગ્રાઉન્ડ પરમાણુ મથકોને ફરીથી સક્રિય અને મજબૂત કરવાની કોશિશમાં લાગી ગયું છે, જે આગામી સમયમાં મધ્ય-પૂર્વમાં મોટા યુદ્ધના સંકેત આપી રહ્યું છે.

    Iran Tehran US-Israel
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2

    July 11, 2026
    આંતરરાષ્ટ્રીય

    America માં યુરોપ જેવી ભીષણ ગરમી અને ‘હીટ ડોમ‘ની ચેતવણી

    July 11, 2026
    રાષ્ટ્રીય

    મેઘતાંડવ વચ્ચે Mumbai-Pune railway રુટ પર ભારે ભૂસ્ખલનને કારણે ૩૦ ટ્રેનો ૭ દિવસ માટે રદ

    July 11, 2026
    રાષ્ટ્રીય

    ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ મામલે Supreme Court માં અરજી કરાઈ

    July 11, 2026
    રાષ્ટ્રીય

    કોઇ પણ એપ્લિકેશન ૧૬૦૦ નંબરની સિરીઝના કોલ બ્લોક ના કરી શકે : TRAI

    July 11, 2026
    આંતરરાષ્ટ્રીય

    China લોંચ થયેલું રોકેટ અવકાશમાંથી પાછું રિકવર કરીને ઈતિહાસ રચ્યો

    July 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

    July 11, 2026

    Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા

    July 11, 2026

    6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2

    July 11, 2026

    આબોહવા પરિવર્તન સામે લડત ફક્ત સરકારોની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે

    July 11, 2026

    ઘણા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો ભારતની ઇન્ડો-પેસિફિક મુલાકાતને 2026 ની સૌથી મહત્વપૂર્ણ રાજદ્વારી પહેલોમાંની એક માને છે

    July 11, 2026

    America માં યુરોપ જેવી ભીષણ ગરમી અને ‘હીટ ડોમ‘ની ચેતવણી

    July 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

    July 11, 2026

    Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા

    July 11, 2026

    6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2

    July 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.