Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!

    October 15, 2026

    આજનું પંચાંગ

    October 15, 2026

    આજનું રાશિફળ

    October 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
    • Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
    • ઓક્ટોબર ૧૬ – World Food Day
    • Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ , રૂ. ૧૦ હજારનો દંડ
    • પરંપરાગત કારીગરોના કૌશલ્યને આધુનિક સાધનો, ધિરાણ અને બજાર જોડાણનો સહારો આપતી પ્રધાનમંત્રી Vishwakarma Yojana
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»IT ક્ષેત્રે ડેવલપ થતી AI ટેકનોલોજી માનવ જીવન માટે વરદાન છે કે શ્રાપ?
    લેખ

    IT ક્ષેત્રે ડેવલપ થતી AI ટેકનોલોજી માનવ જીવન માટે વરદાન છે કે શ્રાપ?

    Vikram RavalBy Vikram RavalJuly 13, 2026Updated:July 14, 2026No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    ફાલ્ગુની વસાવડા
    આજનાં સમયમાં સૌથી મોંઘુ જો કોઈ ક્ષેત્ર હોય તો એ શિક્ષણ છે! અને એમાં પણ દર અઠવાડિયે જ્યાં નવી શોધ થતી હોય, અને નવાં નવાં ક્ષેત્રોનો જન્મ થાય છે! અને આમ એકની ડિમાન્ડ વધે તો સ્વાભાવિક બીજાની ઘટે‌!; શિક્ષણનો મુખ્ય હેતુ બુદ્ધિની વૈચારિકતાને વધારવાનો છે, અને બૌદ્ધિકતા વધવાને કારણે આજે પુષ્કળ શોધ થઈ રહી છે! સુક્ષ્મ થી સુક્ષ્મ અને અતિ વિરાટનાં સ્વરૂપ અને તેની કાર્ય દક્ષતા ને આપણે સરળતાથી સમજી શકીએ છીએ. હાલ એન્જીનીયરીંગમાં આઇટી ક્ષેત્રે થોડી મંદી પ્રવર્તે છે, કારણકે આ ક્ષેત્રમાં એક નવાં સોફ્ટવેરનું ડેવલપમેન્ટ થયું છે, અને એ છે AI ફેક્ટર! જે સ્માર્ટ ફોનમાં પણ ઉપલબ્ધ છે, અને સામાન્ય માનવી માટે બહુ ફાયદાકારક પણ છે! એટલે કે ઘડીકનાં છઠ્ઠા ભાગમાં આપણી ઈચ્છિત માહિતી આપે છે! પરંતુ આ AI સોફ્ટવેર એટલે કે આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સી નો સીધોસાદો અર્થ “કુત્રિમ બુદ્ધિમત્તા” થાય છે. બુદ્ધિમત્તાની વાત કરીએ છીએ તો, કુદરતી અને કૃત્રિમ માં ફેર તો હોય જ! કારણકે આ ફિચર્સનું ડેવલપમેન્ટ અંતે તો એક માનવીય શોધ છે, પણ એનું ફિચર્સ ખરેખર એકદમ એડવાન્સ છે! મારી વાત કરું તો આર્ટિફિશીયલ શબ્દ મેં પહેલાં સિલ્ક સાથે જોડાયેલો સાંભળ્યો હતો, કે આ સિલ્ક આર્ટિફિશીયલ છે! એટલે કે કુત્રિમ રેસા માંથી બનેલું છે! પ્યોર સિલ્ક નથી! પણ હવે તો બધું આર્ટિફિશીયલ બને છે! તેલ, ઘી,બટર પનીર રાઈસ, અને ઈવન દૂધ પણ! પરંતુ હવે તો બુદ્ધિ પણ આર્ટિફિશીયલ..
    IT એક મોટું ક્ષેત્ર છે, જેમાં સોફ્ટવેર ડેવલપમેન્ટ, નેટવર્કિંગ, ડેટાબેઝ, ક્લાઉડ, સાયબર સિક્યોરિટી, વેબ ડેવલપમેન્ટ વગેરેનો સમાવેશ થાય છે. AI એ IT નું એક વિશેષ ક્ષેત્ર છે, જે
    જે તે મશીનમાં AI નો સોફ્ટવેર હોય એ
    ભાષા સમજી શકે છે, પ્રશ્નોનાં જવાબ આપી શકે છે,ચિત્રો ઓળખી શકે છે,અનુવાદ કરી શકે છે
    નિર્ણયો લેવામાં મદદ કરી શકે છે. એટલે કે AI એ એવી ટેક્નોલોજી છે, જે મશીનને વિચારવાં અને શીખવા જેવી ક્ષમતા આપે છે.
    જ્યાં માહિતીનું વિશ્લેષણ કરવું, નિર્ણય લેવામાં મદદ કરવી અથવા વારંવાર થતા કામને ઝડપી અને સરળ બનાવવું હોય ત્યાં AI ખૂબ ઉપયોગી બની શકે છે, અને એમ કહો કે લગભગ બધાં જ ક્ષેત્રે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે. એમાં પણ શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદ, વ્યક્તિગત શીખવાની યોજના, પ્રશ્નોના જવાબ અને ભાષાંતર. આરોગ્ય ક્ષેત્રે રોગની ઓળખમાં મદદ, મેડિકલ રિપોર્ટનું વિશ્લેષણ અને સારવાર માટે સહાયક માહિતી. કૃષિ ક્ષેત્રે પાકની દેખરેખ, હવામાનનું વિશ્લેષણ, જીવાતોની ઓળખ અને સિંચાઈનું આયોજન.બેન્કિંગ અને નાણાંકીય ક્ષેત્રે છેતરપિંડી શોધવી, ગ્રાહક સેવા અને જોખમનું મૂલ્યાંકન. ઉદ્યોગ ક્ષેત્રે મશીનોનું નિયંત્રણ, ગુણવત્તાની તપાસ અને ઉત્પાદન પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ બનાવવી. પરિવહન ક્ષેત્રે ટ્રાફિકનું સંચાલન, માર્ગ આયોજન અને સ્માર્ટ વાહન ટેક્નોલોજી.વેપાર અને માર્કેટિંગ ક્ષેત્રે ગ્રાહકોની પસંદગી સમજવી, ભલામણો આપવી અને વેચાણનું વિશ્લેષણ.મનોરંજન ક્ષેત્રે ફિલ્મો, સંગીત અને વિડિયો માટે વ્યક્તિગત ભલામણો. સરકારી ક્ષેત્રે દસ્તાવેજોની પ્રક્રિયા,નાગરિક સેવાઓ અને માહિતીનું વિશ્લેષણ. સ્માર્ટફોનમાં વૉઇસ અસિસ્ટન્ટ, ઈમેલ લખવામાં મદદ, અનુવાદ અને માહિતી શોધવી. હવે આ ટેકનોલોજી, કેટલીય વ્યક્તિનું કાર્ય કરી નાખે‌ છે, એટલે બહુ સ્વાભાવિક રીતે ત્યાં બેરોજગાર વધવાની શક્યતા છે.
    પરંતુ AI પોતે સારું કે ખરાબ નથી. તેનો પ્રભાવ એ વાત પર આધાર રાખે છે કે, તેનો ઉપયોગ કેવી રીતે અને કયાં હેતુ માટે કરવામાં આવે છે. યોગ્ય નિયમો, દેખરેખ અને જવાબદારી સાથે AI માનવજાત માટે ખૂબ ઉપયોગી બની શકે છે.
    હા, AI ના ઘણાં ફાયદા છે, પરંતુ જો તેનો યોગ્ય રીતે ઉપયોગ થાય નહીં તો તેનાથી નુકસાન પણ થઈ શકે છે. સૌથી મોટું જોખમ એ છે કે અમુક પુનરાવર્તિત કામ AI દ્વારા થઈ શકે છે, જેનાં કારણે બેરોજગારી વધે છે, પરંતુ સાથે સાથે નવી પ્રકારની નોકરીઓ પણ ઉભી થાય છે.
    ઉપરાંત AI એક એવું ફિક્શન છે કે જેનાં દ્વારા બનાવેલા ખોટાં ફોટા અથવા વિડિયો લોકોને ગેરમાર્ગે દોરી શકે છે.વ્યક્તિગત માહિતીનો બેદરકારીથી ઉપયોગ થાય, તો ખાનગી માહિતીનું જોખમ વધી શકે છે. AI નો ઉપયોગ દ્વારા સાયબર હુમલાઓ વધુ અસરકાર બની શકે છે. નાની નાની વાતમાં લોકો દરેક નિર્ણય માટે AI પર જ આધાર રાખે, તો માનવીય વૈચારિક શક્તિ અને નિર્ણય લેવાની ક્ષમતા પર અસર થઈ શકે છે.
     આ પહેલાંની માનવીય એક  શોધ તરીકે રોબોટ્સ બહું પ્રચલિત છે, અને આજે તો તેનો બહુ બહોળો ઉપયોગ થાય છે. આવાં AI વાળા રોબોર્ટ મોકલીને ઈચ્છિત માહિતી મેળવી શકાય છે! જે તેમને સ્વતંત્ર રીતે કેટલાક નિર્ણયો લેવામાં મદદ કરે છે. નાસા અને ઈસરો બંને આ પ્રયોગ કરે છે. નાસાનો એક રોબોટ મંગળ ગ્રહ પર ખડકોનું વિશ્લેષણ કરે છે, નમૂનાઓ એકત્રિત કરે છે, અને માર્ગ ભૂલી જાય તો AI ની મદદથી સુરક્ષિત માર્ગ પસંદ કરી શકે છે, બીજો એક રોબોર્ટ મંગળ પરની જમીન અને વાતાવરણનો અભ્યાસ કરે છે. ઈસરોનો પ્રજ્ઞાન નામનાં રોબોર્ટે ચંદ્રની સપાટી પર ફરીને ત્યાંની માટી અને ખડકોનો અભ્યાસ કર્યો હતો. ટૂંકમાં જ્યાં માણસો માટે જવું મુશ્કેલ અથવા જોખમી હોય ત્યાં જઈને કેમેરા, સેન્સર અને વૈજ્ઞાનિક સાધનો દ્વારા માહિતી એકત્રિત કરી પૃથ્વી પરના વૈજ્ઞાનિકોને માહિતી મોકલવી, જેથી તેઓ ગ્રહો અને ચંદ્ર વિશે વધુ જાણી શકે. એટલે અંતરીક્ષ ક્ષેત્રે પણ AI  આવકાર દાયક છે.‌
    આજે દવાના સંશોધનોમાં પુષ્કળ જીવ હત્યા થાય છે, અને સંશોધનનો આ ગાળો બહુ લાંબો હોય છે. એટલે AI ધરાવતા રોબોર્ટ પર દવાનો પ્રયોગ થતો નથી! પરંતુ ક્યાં કેમિકલ્સનું સંમિશ્રણ સંભવિત રોગમાં મદદ કરી શકે છે! એનું વિશ્લેષણ ઝડપી કરી શકે! બધું ખૂબ જ ચોકસાઈથી થતું હોય સમયની અવધિ ઘટી શકે! અને જીવ હત્યા ઘટી શકે.પરંતુ તેઓ માનવીની જગ્યાએ સંપૂર્ણ સ્થાન લઈ શકતાં નથી, કારણ કે માણસના શરીરની જટિલ પ્રતિક્રિયાઓને સીધા રોબોટ પર ચકાસી શકાતી નથી.દર્દીઓ માટે નવી દવા મંજૂર થાય ત્યારે સુરક્ષા અને અસરકારકતાના કડક પરીક્ષણો જરૂરી જ રહેશે.
    પરંતુ આવી ઘણી બધી નકારાત્મક અસરોને બાદ કરતાં AI એ એકવીસમી સદીની મહત્વની શોધ પૂરવાર થઈ શકે છે! કારણકે આજે માનવ જીવન માટે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઘણા બધા પરિબળો પ્રતિકૂળ બનતાં જાય છે! જેમકે વસ્તી વધતાં હવે જગ્યાનો અભાવ, અને એટલે જ નદી સમુદ્ર અને જંગલોની જગ્યા પર સંશોધન કરવું! અંતરીક્ષમાં ગ્રહો પર માનવ સૃષ્ટિની શક્યતા વિશેની શોધ! પ્રદૂષણ યુક્ત જમીનમાંથી કંઈ રીતે વધુ પાક લેવો! દિવસે દિવસે અસ્તિત્વમાં આવતાં રોગ સામે જેમ ઝઝૂમવું! વધતી જતી મોંઘવારીનો દર કાબુમાં કેમ લેવો! સરહદો પર અણું અને પરમાણું બોમ્બ જેવા હથિયારો સામે કેમ ટક્કર લેવી!: અધ્યતન માં અધ્યતન ટેકનોલોજીની સુવિધાથી આયુષ્યનું વધવું! એમાં પણ રોબર્ટ માં AI એટલે પૂરેપૂરું માનવીય ફિક્શન! કે જ્યાં ફાયદો કે ખતરો એ વિચારવું પણ અઘરું પડે! જોકે આ સદીમાં જિન એડિટિંગ, નવી ઊર્જા ટેક્નોલોજી, ક્વાન્ટમ કમ્પ્યુટિંગ જેવી અન્ય મહત્વપૂર્ણ પ્રગતિઓ પણ થઈ રહી છે. પરંતુ કોઈ પણ શોધ હોય એનો મુખ્ય હેતુ માનવ જીવનને સુરક્ષિત અને વધુ સરળ બનાવવાનો છે, પરંતુ છે તો આ કુત્રિમ જ એટલે એમાં સંવેદનાનું સિંચન થઈ શકે નહીં! અને જે સૌથી મોટો ખતરો બની શકે! જય હિન્દ.
        લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

     


    Falguni Vasavada
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleપરમાત્મા ગમે તેટલું આપે તો પણ જેને સંતોષ નથી, તૃપ્તિ નથી, એ કબંધનો સગો ભાઈ છે
    Next Article દુર્યોધનને મામા શકુનિનો સાથ મળ્યો ન્હોત, તો કદાચ આપણી સામે દુર્યોધનનું જુદું ચરિત્ર હોત!
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    ઓક્ટોબર ૧૬ – World Food Day

    October 15, 2026
    લેખ

    પરંપરાગત કારીગરોના કૌશલ્યને આધુનિક સાધનો, ધિરાણ અને બજાર જોડાણનો સહારો આપતી પ્રધાનમંત્રી Vishwakarma Yojana

    October 15, 2026
    લેખ

    આજે છઠ્ઠા નોરતે આદ્યશક્તિના માતા Katyayani સ્વરૂપની પૂજા

    October 15, 2026
    ટેક્નોલોજી

    Nano Banana શું છે? તમારા ફોટામાંથી 3D પૂતળું (Figurine) કેવી રીતે બનાવવું – 1 ક્લિકમાં

    October 15, 2026
    ઓટો સમાચાર

    Honda Activa-e vs Suzuki e-Access vs Yamaha EC-06: કિંમત, રેન્જમાં કોણ બેસ્ટ?

    October 15, 2026
    લેખ

    Navratriના ત્રીજા નોરતે માતા ચંદ્રઘંટાની ઉપાસના

    October 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,980
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,730
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹203,830
    લાઈવ રેટ્સ • અપડેટ: 16-10-2026 09:59
    Categories
    Latest News

    Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!

    October 15, 2026

    આજનું પંચાંગ

    October 15, 2026

    આજનું રાશિફળ

    October 15, 2026

    Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો

    October 15, 2026

    Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો

    October 15, 2026

    ઓક્ટોબર ૧૬ – World Food Day

    October 15, 2026
    Search
    Main News

    Pm Modiએ લદ્દાખમાં આશરે ૩,૩૫૦ કરોડના પાંચ મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્‌સનું ઉદ્ઘાટન કર્યું

    October 15, 2026

    Pm Modiએ વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશનના સહભાગીઓ સાથે મુલાકાત કરી

    October 15, 2026

    કોર્ટે મુખ્ય Election Commissioner જ્ઞાનેશ કુમાર અને બંને ચૂંટણી કમિશનરોને નોટિસ જારી કરી,કોઈ પણ કોર્ટને ડરાવી શકે નહીં

    October 15, 2026

    Imran Khan ૨૮ ઓક્ટોબર સુધીમાં છોડવું પડશે ભારત

    October 15, 2026

    Germanyમાં રહેણાક ઈમારતમાં આગ લાગતા ૩ ભારતીય વિદ્યાર્થીના મોત

    October 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!

    October 15, 2026

    આજનું પંચાંગ

    October 15, 2026

    આજનું રાશિફળ

    October 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.