Junagadh, તા.17
છેલ્લા અમુક વર્ષોથી ગિરનાર પર્વત પરના ગુરુ દત્તાત્રેય શિખર પર નિર્વાણ લાડુ ચડાવવા કે ધરવા મામલે દર વર્ષે વિવાદ ઊભો થવા પામ્યો છે આ મામલે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગઈકાલે જુનાગઢ કલેકર ના અધ્યક્ષતામાં મહત્વની મીટીંગ મળવા પામી હતી, જેમાં જિલ્લા પોલીસ વડા, સનાતન ધર્મના સાધુસંતો અને દિગંબર જૈનના પ્રતિનિધિઓ ખાસ હાજર રહ્યા હતા.
આગામી 20 જુલાઈ ના ગિરનાર પર્વત ઉપર પ્રથમ ટૂંકે બિરાતા ગુરુદત્તાત્રેય ખાતે દિગંબર જૈન સમાજ દ્વારા નિર્વાણ લાડુ ધર્મ કે ચડાવવા અંગેની જાહેરાત વચ્ચે તંત્રએ સ્પષ્ટ અને કડક નિર્દેશો આપ્યા છે કે પર્વતની સીડીઓ પર નિર્વાણ લાડુ ચડાવવા કે ધરવાની કોઈ મંજૂરી આપવામાં આવશે નહીં.
આ બેઠકમાં ભવનાથ વિસ્તારના સાધુ સંતો મહાદેવ ગીરીજી, સોમનાથ બાપુ, ઇન્દ્રભારતી જી, અવંતિકા આ સાથે આ સાથે આ વિસ્તાર નાથજી, સહિતના સાધુએ આકરા પાણીએ રજૂઆત કરી હતી.
જૈન સમાજના કેટલાક અસામાજિક તત્વો એ અગાઉ ટોળા રૂપે આવી પવિત્ર દત્તાત્રેય શિખર પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આવા તોફાની તત્વોને ઓળખ સજા કરવાની બદલે પોલીસે રેલવે સ્ટેશન સુધી પ્રોટેક્શન આપેલ તે ગંભીર બાબત છે. આ વખતે આવી કોઈ શિથિલતા ચલાવી લેવામાં આવશે નહીં. સનાતન ધર્મની આસ્થા અને ગરીમા જળવાઈ તેવી જ વ્યવસ્થા તંત્ર એ ગોઠવવી પડશે. આ સાથે જ પૂજ્ય સોમનાથ બાપુ એ ગૌરક્ષક નાથ ટૂંક પર બનેલી ભૂતકાળની ઘટના અંગે તટસ્થ તપાસ ન થઈ હોવાનો ઊંડો અફસોસ વ્યક્ત કર્યો હતો.
જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા એ કડક ચેતવણી આપી છે કે નારે બાજી કે કોઈ મુશ્કેલી થઈ તો કાયદો કાયદાનું કામ કરશે અને આવા લોકોને જેલ ભેગા કરવામાં આવશે આ મુદ્દે વિવાદ કે કાયદો વ્યવસ્થા બગડે નહીં તે માટે સંસ્થાના પ્રતિનિધિઓને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે મધ્યપ્રદેશ, રાજસ્થાન, કે દિલ્હી થી કે અન્ય સ્થળેથી આવતા લોકો ગિરનારની શાંતિ ડહોળે નહીં તેની સંપૂર્ણ જવાબદારી આયોજકોની રહેશે.
હાઇકોર્ટના ઓરલ ઓર્ડર મુજબ દરેક નાગરિકોને દર્શન કરવાની છૂટ છે , તે કોઈપણ પ્રકારની ઉશ્કેર ની જનક નારે બાજી કે ધાર્મિક લાગણી દુબઈ તેવું કૃત્ય સહન કરવામાં નહીં આવે.
ગિરનારની સીડી પર ચેકિંગ કરીને જ પ્રવેશ અપાશે ગિરનાર પર્વત ઉપર 100 થી વધુ સીસીટીવી કેમેરાઓ અતિ આધુનિક ઓડિયો વીડિયો કાર્યરત છે દરેક હિલચાલ પર બાજ નજર રાખવામાં આવી રહી છે.
કલેકટર અને ડીએસપી નો સંયુક્ત નિર્ણય છે કે તારીખ 20 જુલાઈના સીડી પર જતા તમામ લોકોનું કડક ચેકિંગ કરાશે જેથી કોઈ પ્રતિબંધિત સામગ્રી ઉપર ન લઈ જઈ શકાય. અગાઉના વર્ષોમાં જે ઘટનાઓ ઘટી હતી તે આ વર્ષે બમણો બંદોબસ્ત ગીરનાર ઉપર ગોઠવવામાં આવશે. નિર્વાણ લાડુ ચડાવવા કે ધરવા અંગે કોઈ મંજૂરી નહીં
નિર્વાણ લાડુ ચડાવવા કે ધરવા અંગે કોઈ મંજૂરી આપવામાં આવશે નહીં. જે કોઈ ધાર્મિક વિધિ કરવી હોય તે ગિરનારની સીડીઓની નીચે જ સમેટી લેવાની રહેશે, વહીવટી તંત્રએ તમામ પક્ષો ને અપીલ કરી છે કે ગિરનારની પવિત્રતા અને શાંતિ જળવાઈ રહે તે માટે સહયોગ આપે , જો કોઈ પણ પક્ષ તરફથી કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કરશે તો પોલીસ આકરા પાણી એ કાનૂની કાર્યવાહી કરશે.

