રૂ 30,000 નો મુદ્દામાલ કબજે કર્યો, પ્ર.નગર પોલીસ મથકના ગુનાનો ભેદ ઉકેલ્યો
Rajkot,તા.17
શહેરના ઢેબર રોડ રોકડિયા હનુમાન મંદિરની સામે થી એલસીબી ઝોન 1ની ટીમે ચોરાઉ મોટરસાયકલ સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો છગન જોગીયાનીને ઝડપી લઇ રૂપિયા 20,000 નો મુદ્દામાલ કબજે કરી પ્રે.નગર પોલીસ મથકના ટુ-વ્હીલર ચોરીનો ભેદ ઉકેલાયો છે. વધુ વિગત મુજબ શહેરમાં વધતા જતા આર્થિક ગુનાઓને અટકાવવા અને ઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલવા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા એ આપેલી સૂચનાને પગલે એલસીબી ઝોન વન ની ટીમ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે રેસકોસ રીંગરોડ પર માધવ સિંધિયાના ગેટ પાસે બગીચા ની ફુટપાળી પર રહેતો નરેશ ટીનો છગન જોગીયાણી બાઈક સાથે શહેરના ઢેબર રોડ રોકડિયા હનુમાન મંદિરની સામે
શંકાસ્પદ હાલતમાં હોવાની એ.એસ.આઇ મનરૂપ ગીરી ગોસ્વામી, હેડ કોન્સ્ટેબલ જગદીશ સિંહ પરમાર અને કોન્સ્ટેબલ મહાવીરસિંહ ચુડાસમા ને ને મળેલી બાતમીના આધારે પીએસઆઇ એમ કે મોવલીયા સહિતના સ્ટાફ ઘસી જય નરેશ જોગીયાણીના કબજામાં રહેલ બાઈક જી જે 3 સીજી 797 નંબર પોકેટ ટોપમાં સર્ચ કરતા ચોરાઉ હોવાનું ખુલતા પોલીસે નરેશ જોગીયાણીની ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછમાં આ બાઈક બાલ ભવનના ગેટ સામેથી ચોરી કરિયાની કબુલાત આપી હતી. તેમજ ઝડપાયેલ સક્ષ સામે ભક્તિનગર તાલુકા એ ડિવિઝન અને પ્ર.નગર પોલીસ મથકના ચોપડે ચોરી દારૂ અને જાહેરનામા ભંગ સહિત નવ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. રૂપિયા 50000 નો મુદ્દામાલ કબજે કરી પ્ર.નગર પોલીસ મથકના ગુના નો ભેદ ઉકેલ્યો ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

