અભિનેત્રી અર્ચના પૂરન સિંહ છેલ્લા કેટલાક સમયથી પોતાના રિયાલિટી શોના કારણે અને યુટ્યુબના કારણે ઘરઘરમાં જાણીતી
Mumbai,તા.20
અભિનેત્રી અર્ચના પૂરન સિંહ છેલ્લા કેટલાક સમયથી પોતાના રિયાલિટી શોના કારણે અને યુટ્યુબના કારણે ઘરઘરમાં જાણીતી છે, હવે તે ફરી એક્ટિંગમાં કમબૅક કરે છે, જે સિરીઝમાં એક સ્કૂલની સ્ટોરી છે, ત્યારે તેમણે પોતાનાં શાળાજીવનની યાદો તાજી કરતાં જણાવ્યું કે તેમનાં શિક્ષકોને વિશ્વાસ હતો કે તે ભવિષ્યમાં આઈએએસ અથવા આઈએફએસ અધિકારી બનશે. જોકે, જ્યારે તેમણે અભિનય ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનો નિર્ણય લીધો ત્યારે તેમનાં શિક્ષકો નિઃરાશ થયાં હતાં.પ્રાઇમ વિડિયોની નવી ઓરિજિનલ વેબ સિરીઝ ‘આદર્શ બાલ વિદ્યાલય’ના પ્રીમિયર પહેલાં અર્ચનાએ જણાવ્યું કે તેઓ અભ્યાસમાં હંમેશાં પ્રથમ ક્રમે રહેતાં હતાં અને શિક્ષકોના સૌથી પ્રિય વિદ્યાર્થીઓમાં સામેલ હતાં.અર્ચનાએ કહ્યું, “હું હંમેશાં વર્ગમાં પ્રથમ આવતી હતી અને શિક્ષકોની ફેવરિટ હતી. તેઓ સતત કહેતા કે મારે આઈએએસ કે આઈએફએસ બનવું જોઈએ. તે સમયે જો કોઈ વિદ્યાર્થી અભ્યાસમાં સારો હોય તો લોકો માની લેતા કે તે સિવિલ સર્વિસમાં જ જશે. મારા શિક્ષકોને પણ મારા માટે એવી જ અપેક્ષા હતી.તેમણે વધુમાં જણાવ્યું, “જ્યારે મેં તેમને કહ્યું કે હું અભિનેત્રી બનવા માંગું છું અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જઈ રહી છું, ત્યારે તેઓ ખરેખર નિઃરાશ થયાં હતાં. તેમને સમજાતું જ નહોતું કે હું એટલું ઉજ્જવળ ભવિષ્ય છોડીને અભિનય કેમ પસંદ કરી રહી છું. એક રીતે હું તેમની સૌથી પ્રિય વિદ્યાર્થી પણ હતી અને સૌથી મોટી નિઃરાશા પણ.”‘આદર્શ બાલ વિદ્યાલય’ એક કોમેડી-ડ્રામા સિરીઝ છે, જે આશા, સંઘર્ષ અને સામૂહિક પ્રયાસોની કહાની રજૂ કરે છે. મર્યાદિત સંસાધનો અને અનેક પડકારો વચ્ચે એક પ્રિન્સિપલ કેવી રીતે શાળાને બદલવાનો પ્રયાસ કરે છે, તે આ સિરીઝનો મુખ્ય વિષય છે.સિરીઝમાં કે કે મેનન મુખ્ય ભૂમિકામાં છે. તેમની સાથે અર્ચના પૂરન સિંહ, અભિમન્યુ સિંહ, નવીન કસ્તુરિયા, પ્રસન્ન બિષ્ત, દેવેન ભોજાણી, અજિતેશ ગુપ્તા, અન્નપૂર્ણા સોની અને પ્રાચી શાહ મહત્વના રોલમાં જોવા મળશે.‘આદર્શ બાલ વિદ્યાલય’નું પ્રીમિયર ૨૪ જુલાઈના રોજ પ્રાઇમ વિડિયો પર હિન્દી ભાષામાં તથા અંગ્રેજી સબટાઇટલ્સ સાથે ભારત સહિત વિશ્વના ૨૪૦થી વધુ દેશો અને પ્રદેશોમાં થશે.

