(રવિ નિમાવત દ્વારા) Morbi.૨૦
નેકનામ ગામે ખેત મજુરી કરતી ૨૪ વર્ષીય પરિણીતાએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે મૂળ દાહોદ જીલ્લાના વતની સુનીતાબેન માંજુભાઈ સંગોડ (ઉ.વ.૨૪) નામની પરિણીતાએ પોતાની ઓરડી પાસે આવેલ ઝાડ સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક સુનીતાબેનના લગ્ન દોઢેક વર્ષ પહેલા થયા હતા તેઓ છેલ્લા વીસેક દિવસથી નેકનામ ગામે ભાગમાં જમીન રાખીને રહેતા હતા અને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો ટંકારા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે

