Rajkot તા.૨૦
આજકાલ કેન્સરના દર્દીઓમાં થઈ રહેલા અવિરત વધારાને ધ્યાનમાં લઈને ગુંજન પાર્ક ઓનર્સ એસોસિએશન અને આર્યા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટના સંયુક્ત ઉપક્રમે બ્રેસ્ટ હેલ્થ અને કેન્સર અવેરનેસ કાર્યક્રમનું ગુંજન પાર્ક, રાજકોટમાં ૨૨ જુલાઈ, બુધવારના રોજ સવારે ૯૩૦ કલાકે આયોજન કરવામાં આવ્યું છે.
આ અવેરનેસ કાર્યક્રમમાં શાશ્વત હોસ્પિટલ અને પંચનાથ હોસ્પિટલમના કન્સલ્ટન્ટ બ્રેસ્ટ ઓન્કોલોજી સર્જન ડૉ. અશ્વિની જસાણી મોદી સેવા આપશે. સાથે સાથે પ્રાકૃતિક ચિકિત્સક નેચરોપથી અને યોગ નિષ્ણાત ડૉ. ભાવનાબેન ઠક્કર પણ સહ આયોજક તરીકે સેવા આપશે.
આ અવેરનેસ કાર્યક્રમમાં બહેનોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લેવા માટે આયોજકો તરફથી અપીલ કરવામાં આવી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુંજન પાર્કના પૂર્વ પ્રમુખ વી. ડી. વઘાસિયા, વર્તમાન પ્રમુખ સ્પૃહાબહેન પટેલ અને સમગ્ર કારોબારી ભારે જહેમત ઉઠાવી રહી છે.

