વ્યાજના વિષચક્રમાં ફસાયા હોવાની ચર્ચા : પિતા-પુત્રને ગંભીર
Rajkot,તા.27
રાજકોટમાં વધુ એક સામુહિક આપઘાતની ઘટના પ્રકાશમાં આવી છે શહેરના સાધુ વાસવાણી રોડ ઉપર આવેલ યોગેશ્વર પાર્કમાં રહેતા પીડબલ્યુડીના નિવૃત કર્મચારીએ આર્થિક ભીંસથી કંટાળી પત્ની અને પિત્રુ સાથે ઝેરી દવા ગટગટાવી લેતા પત્નીનું મોત નીપજ્યું છે જયારે પિતા અને પુત્રને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે બનાવની જાણ થતા યુનિવર્સીટી પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી આ પરિવાર વ્યાજના વિષચક્રમાં ફસાયો હોવાની માહિતી પ્રાપ્ત થતા પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.
સામુહિક આપઘાતનું પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના સાધુ વાસવાણી રોડ ઉપર યોગેશ્વર પાર્કમાં રહેતા પીડબલ્યુડીના નિવૃત્ત કર્મચારીએ પત્ની અને પુત્ર સાથે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરવા અંગે જાણ થતા 108નો સ્ટાફ દોડી ગયો હતો બનાવની જાણ થતા યુનિવર્સીટી પોલીસ મથકનો સ્ટાફ પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં પીડબલ્યુડીના નિવૃત્ત કર્મચારી દિલીપભાઈ નટવરલાલ ખખ્ખરએ તેમના પત્ની સ્મિતાબેન અને પુત્ર નિશીત સાથે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું અને તેમાં સ્મિતાબેનનું મૃત્યુ નીપજ્યું હતું જયારે દિલીપભાઈ અને પુત્ર નિશિતની ગંભીર હાલત હોય બંનેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોલીસની પ્રાથમિક તપાસમાં આર્થિક ભીંસથી કંટાળી આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે નિવૃત અધિકારી વ્યાજના વિષચક્રમાં ફસાયા હોવાની પણ માહિતી પ્રાપ્ત થઇ છે પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

