New Delhi તા.28
જો આપ ટિકિટ બુક કરાવવા માટે રેલ્વે રિઝર્વેશન કાઉન્ટર પર જાવ છો તો 1 ઓગષ્ટથી નિયમમાં મોટો ફેરફાર થનાર છે. ઈન્ડીયન રેલવેએ તત્કાલ ટિકિટની કાઉન્ટર બુકીંગ માટે નવી ટોકન સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. તેનો ઉદેશ કાઉન્ટર પર ભીડ ઓછી કરવા અને યાત્રીઓની બુકીંગ પ્રક્રિયાને સરળ બનાવવાની છે.
નવી સિસ્ટમમાં તત્કાલ ટિકિટ બુક કરાવનાર યાત્રીઓને પહેલા ટોકન આપવામાં આવશે, ત્યારબાદ તે ટોકનના હિસાબે તેમનો વારો આવશે અને ટિકિટ બુક કરવામાં આવશે.
આથી કાઉન્ટર પર ધકકામુકી અને લાંબી લાઈનની પરેશાની ઘટવાની આશા છે. આ નવી ટોકન સિસ્ટમથી યાત્રીઓને એ ફાયદો થશે કે તેમણે તત્કાલ ટિકિટ માટે વારંવાર રીઝર્વેશન કાઉન્ટરના ચકકર નહી મારવા પડે. ટોકન અગાઉથી મળ્યા બાદ યાત્રી આરામથી પોતાના વારાની રાહ જોઈ શકશે.

