Bhavnagar,તા,28
ભાવનગર નજીકના રાજપરા ખોડીયાર ગામે આવેલ તળાવમાં નાહવા પડેલ યુવાનનું ડૂબી જતા મોત નિપજ્યું છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ સિહોર તાલુકાના રાજપરા ખોડિયાર તળાવમાં રાજસ્થાનના બિકાનેર ખાતે રહેતો શંકર નાયક નામનો યુવક નહાવા માટે પડ્યો હતો.
ત્યારે અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા સ્થાનિક તરવૈયાઓ અને ફાયર વિભાગની ટીમ દ્વારા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ભારે જેહમત બાદ ડૂબી ગયેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે હાલ જરૂરી કેસ કાગળો કરી લાશને પીએમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

