(રવિ મોટવાણી દ્વારા) Morbi તા.૨૯
મોરબીમાં ઘરેથી નીકળી ગયેલા વૃદ્ધાની વ્હારે ૧૮૧ અભયમ ટીમ આવી હતી ૧૮૧ ટીમે વૃધ્ધાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં એક જાગૃત નાગરિક દ્વારા ફોન આવેલ કે એક અજાણી વયોવૃદ્ધ માજી ગભરાયેલી હાલતમાં છે ચિંતામાં છે તેમની મદદ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની મદદની જરૂર છે જેથી ૧૮૧ ટીમના કાઉન્સેલર પટેલ સેજલબેન મહિલા કોન્સ્ટેબલ શીતલબેન તથા પાયલોટ નિતેશભાઇ તાત્કાલિક ઘટના સ્થળે વયોવૃદ્ધ માજીની મદદ માટે પહોંચેલ વૃદ્ધ માજી ને ત્યાંના લોકોએ સુરક્ષિત જગ્યાએ બેસાડેલા હતા સૌપ્રથમ માજી ને સાંત્વના આપી ૧૮૧ ટીમ દ્વારા માજી સાથે વાતચીત કરી પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો
ત્યારબાદ વયોવૃદ્ધ માજીનું સંવેદનશીલતા પૂર્વક કાઉન્સિલિંગ દરમિયાન માજી પોતાની મનોવ્યથા વ્યક્ત કરતા જણાવેલ કે તેમના પતિ કાયમ નાની-નાની વાતે ઝઘડો કરતા હોય જેથી માજી ને લાગી આવતા કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયેલ હોય અભયમ ટીમે માજીએ જણાવેલા સરનામે પહોંચી વયોવૃદ્ધ માજી ને સહી સલામત સોંપ્યા હતા તેમના પરિવારનુ યોગ્ય કાઉન્સિલિંગ કરી સલાહ સુચન માર્ગદર્શન કાયદાકીય માહિતી આપવામાં આવેલ અને ભવિષ્યમાં ઝઘડા ન કરવા તેમજ માજી નું યોગ્ય ધ્યાન રાખવા અને રાજી ખુશીથી તેમના પરિવાર સાથે રહેવા જણાવેલ વયોવૃદ્ધ માજીના પરિવારે ૧૮૧ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો

