Rajkot તા. ૨૯
મહિલા સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક સેવા ભારતી ભવન, રાજકોટ મહાનગર ખાતે યોજાયેલ હતી, જેમાં પુષ્પા જાંગીડજી- મહિલા સમન્વય અખિલ ભારતીય સંયોજિકા, શ્રી નરેન્દ્રભાઈ દવે- સંપર્ક અધિકારી, કાંતાબેન કથીરિયા- પ્રાંત સંયોજક તથા પ્રતિજ્ઞાબેન ભટ્ટ- રાજકોટ ગ્રામ્ય વિભાગના સંયોજિકા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત ભારત માતાના પૂજન તથા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. બાદમાં પ્રતિજ્ઞાબેન ભટ્ટે સંગઠન મંત્રનું ઉચ્ચારણ કરેલ હતું. ઉપસ્થિત મહાનુભાવોનો પરિચય કાંતાબેન કથીરિયાએ કરેલ હતો.
પ્રથમ સત્રમાં માનનીય શ્રી નરેન્દ્રભાઈ દવેએ મહિલા સમન્વય વિશે માર્ગદર્શન આપેલ હતું. બાદમાં કાર્યક્રમના મુખ્ય વક્તા પુષ્પા જાંગીડજીએ મહિલા સમન્વય સંકલ્પના તથા કાર્ય વિષય ઉપર ખૂબ સરસ માર્ગદર્શન આપેલ હતું.બીજા સત્રમાં અનુભવ કથન વૃતાંતનું રાખવામાં આવેલ હતું. જેમાં મહિલા સમન્વયના છ વિભાગો તેમજ અન્ય ઉપસ્થિત સંગઠનોના વૃતાંત લેવામાં આવેલ હતા.
ત્રીજું સત્ર ચર્ચા સત્રનું રાખવામાં આવેલ હતું, જેમાં વિભાગ અનુસાર આગામી યોજનાઓ વિશે ચર્ચા અને પૂછપરછ થયેલ હતી, મહિલા મિલન, વિદ્યાર્થીની એકત્રીકરણ તેમજ વિમર્શ વિશે વાતચીત થયેલ હતી અને આ ત્રણ યોજનાઓ અંગે આગળનો કાર્યક્રમ કરવાનું નિશ્ચિત થયેલ હતું.
અંતમાં ચોથું સત્ર સમાપન સમારોહનું રાખવામાં આવેલ હતું, જેમાં રાણી અંબિકાની ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવવામાં આવેલ, મુક્ત ચિંતન પ્રશ્નોત્તરી યોજેલ અને માનનીય પુષ્પા જંગીડજીએ સમારોહનું સમાપન કરેલ હતું.બેઠકના અંતે આભાર વિધિ કચ્છ વિભાગના સંયોજિકા કાંતાબેન નાથાણીએ કરેલ હતી.
બેઠકનું સંચાલન રાજકોટ મહાનગર વિભાગના રંજનબેન ઠાકરે કરેલ હતું.પ્રસ્તુત બેઠકમાં જિલ્લા સંપર્ક અધિકારી, પ્રાંત સંપર્ક અધિકારી, અન્ય સંગઠન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

