Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો : Rahul Gandhi

    July 29, 2026

    ભારે હંગામા વચ્ચે Anti-Paper Leak સંશોધન બિલ લોકસભામાં ધ્વનીમતથી પાસ થયું

    July 29, 2026

    Eknath Shinde એ તેમના મંત્રીઓના કામમાં શિથિલતા પર નારાજગી વ્યક્ત કરી,ભૂલ માટે કોઈ જગ્યા નથી

    July 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો : Rahul Gandhi
    • ભારે હંગામા વચ્ચે Anti-Paper Leak સંશોધન બિલ લોકસભામાં ધ્વનીમતથી પાસ થયું
    • Eknath Shinde એ તેમના મંત્રીઓના કામમાં શિથિલતા પર નારાજગી વ્યક્ત કરી,ભૂલ માટે કોઈ જગ્યા નથી
    • Ayodhya માં ૭૫૦ કરોડ રૂપિયાના ખર્ચે મંદિર સંગ્રહાલય બનાવવામાં આવશે; પ્રોજેક્ટ ઓક્ટોબરમાં શરૂ થશે
    • Air India plane crash ની તપાસ ૧૨ ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે
    • Ahmedabad સહિત ગુજરાતભરમાં ગુરુપૂર્ણિમાના પાવન પર્વની ઉજવણી,ભક્તો દર્શન અને રક્ષાપોથી બંધાવવા પહોંચ્યા
    • BAMS પેપર લીક મુદ્દે જૂનાગઢમાં NSUI, કોંગ્રેસનો વિરોધ, નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહીની માંગ
    • Junagadh માં ફરી સરકારી અનાજનો જથ્થો ઝડપાયોઃ માંગરોળમાં પોલીસનો દરોડો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot સ્ટે.કમીટીમાં ૪.૨૦ કરોડના કામો મંજૂર અધિકારીઓના ૧.૧૭ કરોડના ઉંચા અંદાજ પકડાયા
    રાજકોટ

    Rajkot સ્ટે.કમીટીમાં ૪.૨૦ કરોડના કામો મંજૂર અધિકારીઓના ૧.૧૭ કરોડના ઉંચા અંદાજ પકડાયા

    Vikram RavalBy Vikram RavalJuly 29, 2026No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વોર્ડ નં.૧૨ના સર્વોદય રોડ પર વરસાદી પાણીના નિકાલ માટે ૨.૨૩ કરોડના ખર્ચે ચોમાસા બાદ લાઇન પથરાશે  થર્મોપ્લાસ્ટના ભાવ તો ૩૪.૩૪ ટકા ઓછા આવ્યા  તમામ ૯ દરખાસ્ત બહાલ

    Rajkot , તા.૨૯

    મહાપાલિકાની સ્ટે. કમીટીની આજે મળેલી મીટીંગમાં ચેરમેન પરેશ પીપળીયાએ તમામ ૧૩ દરખાસ્તો સાથે  ૪.ર૦ કરોડના વિકાસ કામોને મંજૂરી આપી હતી. વેસ્ટ ઝોનના વોર્ડ નં.૧રમાં સર્વોદય સ્કુલથી આગળ જતા રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે ર.ર૩ કરોડનો ખર્ચ મંજૂર કરાયો છે.

    જે પાઇપલાઇનનું કામ ચોમાસા બાદ શરૂ થશે તેવું ચેરમેને કહ્યું હતું, સ્ટોર્મ વોટર પાઇપલાઇન અને થર્મોપ્લાસ્ટ માર્કિંગના કામમાં ર૦ થી ૩પ ટકા ઓછા ભાવ મળતા અધિકારીઓના અંદાજ કેટલા ઉંચા છે તે ફરી દેખાયું હતું. કુલ બે દરખાસ્તમાં ૧.૧૭ કરોડની બચત સવા ચાર કરોડના મંજૂર વિકાસ કામો સામે થઇ છે!

    વોર્ડ નં.૧રમાં સર્વોદય સ્કુલથી રાધે રાધે પાર્ટી પ્લોટ સુધી તથા ઓમ પાર્ક મેઇન રોડ અને નંદનવન મેઇન રોડ પર  વરસાદી પાણીન ભરાવવાની સમસ્યા છે. આથી આ સમસ્યા નવા વિકસતા વિસ્તારમાં પહેલેથી હળવી રહે તે માટે સ્ટોર્મ વોટર લાઇન નાંખવા ર.૭૯ કરોડનું ટેન્ડર બહાર પડાયું હતું. પરંતુ સિધ્ધનાથ ક્ધસ. નામની પેઢીએ ૧૯.૯૧ ટકા ઓછા ભાવ એટલે કે ર.ર૩ કરોડમાં કામ કરી દેવા તૈયારી દર્શાવી છે.

    આ રોડ પરથી પાણીનું વહેણ પસાર થતું હોય લાઇનથી વરસાદી પાણીના નિકાલ અને ટ્રાફિક પરિવહનમાં સરળતા રહેશે. ર૯૦૦ રનીંગ મીટરમાં ૬૦૦ એમએમ, પ૦ મીટરમાં ૪પ૦ અને ૮પ૦ રનીંગ મીટરમાં ૩૦૦ એમએમ ડાયાના પાઇપ નાખવામાં આવશે તેમ પરેશ પીપળીયાએ કહ્યું હતું. વોર્ડના કોર્પોરેટર અને પૂર્વ મેયર ડો.પ્રદીપ ડવે કહ્યું હતું કે, આજુબાજુ ૧૦ સોસાયટી અને હાઇરાઇઝ બિલ્ડીંગ આવેલા છે. હજુ નવો વિસ્તાર વિકસે છે અને હાલ દસેક હજાર લોકોનો વસવાટ છે. આસોપાલવ, બાલાજી, પ્રમુખ એકઝોટીકા, નંદનવન, ઓમ, શિવમ  પાર્ક સહિતના વિસ્તારોને આ લાઇનનો લાભ થશે. ભવિષ્યમાં અહીં ૮૦ ફુટનો રોડ પણ બનવાનો છે.

    આજની મીટીંગમાં ત્રણે ઝોનના જુદા જુદા રસ્તાઓ અને વિસ્તારમાં થર્મોપ્લાસ્ટથી રોડ માર્કિંગના કામ માટે ૧.૭પ કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો. આ સામે પ્લેટીનમ ક્ધસ. કંપનીએ ૩૪.૩૪ ટકા ઓછા ભાવે એટલે કે ૧.૧૪ કરોડમાં કામ કરી આપવા ઓફર આવતા આ ટેન્ડરમાં પણ મનપાને મોટો ફાયદો થયો છે. ઇસ્ટ, સેન્ટ્રલ અને વેસ્ટ ઝોનમાં રોડ માર્કિંગના કામની ગ્રાન્ટ મંજૂર થઇ છે. રાહદારીઓ અને વાહન ચાલકોની સરળતા માટે રસ્તાની સાઇડમાં પીળા પાર્કિંગ પટ્ટા, વ્હાઇટ સેન્ટર લાઇન બનાવવામાં આવશે.

    મનપાની જુદી જુદી શાખાના જુના રદ્દી રેકોર્ડ, છાપાની પસ્તી, મેગેઝીન બુકસ વગેરે વેંચાણથી આપવા બે વર્ષનો કોન્ટ્રાકટ આજે મંજૂર કરાયો છે. છાપાની પસ્તી, મેગેઝીન, જુની બુકસ, રદ્દી ઓફિસ રેકોર્ડ, ઓફિસ ફાઇલ, રસીદ બુકસ પ્રતિ કિલો રૂા. ર૧.પ૧ના ભાવે મહાપાલિકા બે વર્ષ સુધી ગુજરાત વેસ્ટેજ સપ્લાય નામની એજન્સીને વેંચશે અને કોર્પો.ને લાભ મળશે.

    વોર્ડ નં.૩માં પોપટપરા-૪માં ૨૫.૦૪ લાખના ખર્ચે અને વોર્ડ નં.૩ તિલક પ્લોટ-૧માં ર૦.૮ર લાખના ખર્ચે  નવી  આંગણવાડી બનાવવાનું સ્ટે.કમીટીએ મંજૂર કર્યુ છે. તો વોર્ડ નં.૧પના ગંજીવાડા ૧ થી ૭માં ડ્રેનેજની પાઇપલાઇન અપગ્રેડ કરવા ૧૪.ર૦ લાખ, વોર્ડ નં.૧૬માં ખાનગીકરણથી ડ્રેનેજ ફરીયાદ નિકાલનો કોન્ટ્રાકટ આપવા ર૧.૯૩ લાખનો ખર્ચ મંજૂર કરાયો છે.

    મનપાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના જુદા જુદા વોર્ડના વપરાશ માટે સાવરણા, પાવડા સહિતના અલગ અલગ ૩૭ સાધનો સપ્લાય કરવાનો દ્વિવાર્ષિક કોન્ટ્રાકટ આજે સ્થાયી સમિતિમાં મંજૂર કરવામાં આવ્યો છે. પ.૦પ ટકા ડાઉન ભાવથી સોમનાથ એન્ટરપ્રાઇઝને આ કામ આપવામાં આવ્યું છે.

    અલગ અલગ  પ્રકારના લાકડાના લાંબા સાવરણા રૂા.૮૦-૮૦ લેખે, નાના સાવરણા રૂા.૬૦, પાવડા રૂા.૧૦૪,  ત્રિકમ રૂા.ર૭૪, બકેટ, હેન્ડલ, પાવડા, ડ્રેનેજના સાધન, પ્લાસ્ટીક બ્રુમ, બ્રશ સહિત ૩૭ સાધનો બે વર્ષ સુધી ખરીદવા મંજૂરી અપાઇ છે. જે સાધનના ભાવ રૂા.૩ થી માંડી રૂા.પ૪૦ જેટલા મંજૂર કરાયા છે. ૧૩માં માસથી  ૩ ટકાનો વધારો વાર્ષિક રૂા.૧પ લાખની બજેટ મર્યાદામાં કરવામાં આવશે.

    આંગણવાડીના ૩ થી ૬ વર્ષના લાભાર્થી બાળકોને સરકાર દ્વારા નકકી કરાયેલ મેનુ તથા ભાવો મુજબ પુરક પોષણ આહાર પુરો પાડવાનો કોન્ટ્રાકટ પણ આજે બહાલ કરીને પારસ એગ્રો સોસાયટીને કામ આપવામાં આવ્યાનું સ્ટે.ચેરમેન પરેશ પીપળીયાએ કહ્યું હતું. રાજકોટની ૩૬૪ આંગણવાડીના બાળકોને પુરક પોષણ આહાર આપવા માટે ચોખા, તેલ અને ફોર્ટીફાઇડ આટા સરકાર દ્વારા પુરા પાડવામાં આવે છે.

    મસાલાથી માંડી બળતણ સહિતનો સવાર, બપોરના નાસ્તા અને અઠવાડિયામાં બે વાર ફ્રુટ આપવામાં આવે છે. આ આંગણવાડીઓમાં ૧૮ હજાર બાળકો પુરક પોષણ આહારનો લાભ લે છે. હાલ આ કોન્ટ્રાકટ શ્રી ગણેશ મહિલા ગૃહ ઉદ્યોગ પાસે હતો. હવે પારસ એગ્રોને મંજૂરી અપાઇ છે.

    સવારનો નાસ્તો પ્રતિ બાળક રૂા.૧.૯૩ લેખે અપાય છે. તેમાં વાહતુક, લીલા શાકભાજી, દળામણના ૮૦ પૈસા, તલ શીંગદાણાના પ૦ પૈસા, બળતણના ર૦ પૈસા, ચણા-તુવેરદાળના ૪૩ પૈસા ખર્ચ છે. બપોરના નાસ્તામાં ચણા- તુવેર દાળ સિવાય આ જ વસ્તુનો ખર્ચ રૂા.૩ છે જેમાં લીલા શાકભાજી સહિતના ૧.૨૦ અને તલ સીંગદાણાના રૂા.૧.૬૦ છે. અઠવાડિયામાં બે વખત સોમવાર અને ગુરૂવારે રૂા.૩.૧ર લેખે સીઝનલ ફ્રુટ આપવામાં આવે છે.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot ગુજરાતમાં કાલથી મેઘરાજા ત્રાટકશે, સૌરાષ્ટ્ર કરતા જોર વધુ રહેશે,તા.૩ ઓગસ્ટ સુધીની આગાહી
    Next Article તંત્રી લેખ…અરાજકતાનો બચાવ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot ગુજરાતમાં કાલથી મેઘરાજા ત્રાટકશે, સૌરાષ્ટ્ર કરતા જોર વધુ રહેશે,તા.૩ ઓગસ્ટ સુધીની આગાહી

    July 29, 2026
    રાજકોટ

    Rajkot નંદનવન આરોગ્ય કેન્દ્રમાં અરજદારો હેરાન,આયુષ્યમાન કાર્ડ રીન્યુઅલમાં કકળાટ

    July 29, 2026
    રાજકોટ

    Rajkot ડિવિઝનલ રેલવે હોસ્પિટલમાં આધુનિક નેત્ર ચિકિત્સા સેવાઓનો પ્રારંભ

    July 29, 2026
    રાજકોટ

    Rajkot પડધરી સરકારી કોલેજમાં ગુરુપૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી

    July 29, 2026
    રાજકોટ

    Rajkot: ડબલિંગકાર્યને કારણે કેટલીક ટ્રેનોના શોર્ટ ટર્મિનેશન અને શોર્ટ ઓરિજિનેશન સ્ટેશનમાં ફેરફાર

    July 29, 2026
    રાજકોટ

    Rajkot: તમામ આંગણવાડીમાં ચોથા મંગળવારે ‘‘પુર્ણા દિવસની’’ ઉજવણી કરવામાં આવી

    July 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,350
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹130,490
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹202,460
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-07-2026 21:39
    Categories
    Latest News

    પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો : Rahul Gandhi

    July 29, 2026

    ભારે હંગામા વચ્ચે Anti-Paper Leak સંશોધન બિલ લોકસભામાં ધ્વનીમતથી પાસ થયું

    July 29, 2026

    Eknath Shinde એ તેમના મંત્રીઓના કામમાં શિથિલતા પર નારાજગી વ્યક્ત કરી,ભૂલ માટે કોઈ જગ્યા નથી

    July 29, 2026

    Ayodhya માં ૭૫૦ કરોડ રૂપિયાના ખર્ચે મંદિર સંગ્રહાલય બનાવવામાં આવશે; પ્રોજેક્ટ ઓક્ટોબરમાં શરૂ થશે

    July 29, 2026

    Air India plane crash ની તપાસ ૧૨ ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે

    July 29, 2026

    Ahmedabad સહિત ગુજરાતભરમાં ગુરુપૂર્ણિમાના પાવન પર્વની ઉજવણી,ભક્તો દર્શન અને રક્ષાપોથી બંધાવવા પહોંચ્યા

    July 29, 2026
    Search
    Main News

    પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો : Rahul Gandhi

    July 29, 2026

    ભારે હંગામા વચ્ચે Anti-Paper Leak સંશોધન બિલ લોકસભામાં ધ્વનીમતથી પાસ થયું

    July 29, 2026

    Ayodhya માં ૭૫૦ કરોડ રૂપિયાના ખર્ચે મંદિર સંગ્રહાલય બનાવવામાં આવશે; પ્રોજેક્ટ ઓક્ટોબરમાં શરૂ થશે

    July 29, 2026

    Bhopal માં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન હિંસક બન્યું,નર્મદાપુરમમાં પોલીસ સાથે ઘર્ષણ, બેરિકેડ તોડી નાખવામાં આવ્યા

    July 29, 2026

    Trump ઝેલેન્સકી અને નેતન્યાહૂ સાથે મુલાકાત કરી, ઈરાને હોર્મુઝ અંગે ફરી ધમકી આપી

    July 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો : Rahul Gandhi

    July 29, 2026

    ભારે હંગામા વચ્ચે Anti-Paper Leak સંશોધન બિલ લોકસભામાં ધ્વનીમતથી પાસ થયું

    July 29, 2026

    Eknath Shinde એ તેમના મંત્રીઓના કામમાં શિથિલતા પર નારાજગી વ્યક્ત કરી,ભૂલ માટે કોઈ જગ્યા નથી

    July 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.