(રવિ મોટવાણી દ્વારા)
Morbi તા.૩૧
Morbiના વાવડી રોડ પર મીરાં પાર્ક સોસાયટી પાસેથી જુગાર રમતા ચારને પોલીસે ઝડપી લીધા હતા સાપર ગામની સીમમાં નોટ નંબરી જુગાર રમતા બે ઈસમો ઝડપાયા હતા તો માળિયા પોલીસે નવા દેવગઢ ગામમાં જુગાર રમતા પાંચને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
પ્રથમ રેડમાં મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાવડી રોડ મીરાં પાર્ક સોસાયટી સામે જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા લાલજીભાઈ નારણભાઈ ડાંગર, રમેશભાઈ ગગુભાઈ ડાંગર, અરવિંદભાઈ ઉગાભાઇ ડાંગર અને લાલજીભાઈ રાયધનભાઈ ડાંગર એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૨૯૪૦ અને મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ મળીને કુલ રૂ ૭૯૪૦ નો મુદામાલ જપ્ત કર્યો છે બીજી રેડમાં મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સાપર ગામની સીમમાં બાતમીને આધારે રેડ કરી હતી જાહેરમાં ચલણી નોટોના નંબર પર એકી બેકી જુગાર રમતા દિનેશ ચતુરભાઈ પાટડીયા અને અજય ગોરધનભાઈ સનુરા એમ બેને ઝડપી લઈને રોકડ રૂ ૫૦૦ જપ્ત કરી છે
ત્રીજી રેડમાં માળિયા (મી.) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નવા દેવગઢ ગામમાં કોળીવાસ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા શામજીભાઈ ભુદરભાઈ પાટડીયા, પ્રવીણભાઈ રણધીરભાઈ ચાવડા, દિનેશભાઈ ગેલાભાઈ સવસેટા, મુકેશભાઈ જેસંગભાઈ પાટડીયા અને મહેશભારતી નારણભારતી ગોસ્વામી એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૧૧,૫૮૦ જપ્ત કરી છે

