(રવિ મોટવાણી દ્વારા)
Morbi તા.૩૧
જેતપર ગામે રહેતા આધેડ પૂજાપાઠની ચીજવસ્તુની ફેરી કરતા હોય અને કામ ધંધો બરોબર ચાલતો ના હોવાથી ગામમાં આવેલ તળાવ પાસે ઝાડની ડાળીએ દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો મોરબીના જેતપર ગામના રહેવાસી રવજીભાઈ ઉર્ફે રવિભાઈ કેશવજીભાઇ ધમણ (ઉ.વ.૫૨) વાળા પૂજાપાઠની ચીજવસ્તુઓની ફેરી કરતા હોય અને થોડા સમયથી કામ ધંધો બરોબર ચાલતો ના હોવાથી ગુમસુમ રહેતા હતા અને ગત તા. ૨૯ ના રોજ રાત્રીના સમયે જેતપર ગામે તળાવ પાસે શીતળા માતાજી મંદિર નજીક ઝાડની ડાળીએ દોરડું બાંધી પોતાની જાતે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે

