Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    શાસક પક્ષ અને વિપક્ષ આમને-સામને! મગજ વગરનો નક્સલ કોણ છે?

    August 18, 2026

    19 ઓગસ્ટનું પંચાંગ

    August 18, 2026

    19 ઓગસ્ટનું રાશિફળ

    August 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • શાસક પક્ષ અને વિપક્ષ આમને-સામને! મગજ વગરનો નક્સલ કોણ છે?
    • 19 ઓગસ્ટનું પંચાંગ
    • 19 ઓગસ્ટનું રાશિફળ
    • India and Nepal ના ટોચના અધિકારીઓ સરહદ વિવાદના ઉકેલ માટે મળશે
    • Ram temple ના પ્રસાદ ચોરી કેસમાં ચંપત રાય અને અનિલ મિશ્રાને રિપોર્ટમાં ક્લીન ચિટ મળી
    • ૨૦ જુલાઈના રોજ સંસદ કૂચ ગેરકાયદેસર હતી, પરિસ્થિતિ બગડ્યા પછી બળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો,Delhi Police
    • પેપર લીકના આરોપીઓની મિલકત જપ્ત કરવાની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યો પાસેથી જવાબ માંગ્યો
    • ભિંડમાં રસ્તા પર બેઠેલી ગાયને બચાવવાનો પ્રયાસ કરતી વખતે આઠ લોકોના મોત થયા અને ૨૨ ઘાયલ થયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 19
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»Dengue મુક્ત ગુજરાત: સાવચેતી, સ્વચ્છતા અને સમયસર સારવારથી જ શક્ય બનશે મચ્છરજન્ય રોગચાળાનું નિયંત્રણ
    લેખ

    Dengue મુક્ત ગુજરાત: સાવચેતી, સ્વચ્છતા અને સમયસર સારવારથી જ શક્ય બનશે મચ્છરજન્ય રોગચાળાનું નિયંત્રણ

    Vikram RavalBy Vikram RavalJuly 31, 2026Updated:July 31, 2026No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઘરમાં સાચવેલું ચોખ્ખું પાણી જ ન બને ડેન્ગ્યુનું કારણ ’ડ્રાય ડે’ ઉજવી મચ્છરોની ઉત્પત્તિ અટકાવો

    ’હાડકાં ભાંગતો તાવ’ એટલે જ ડેન્ગ્યુ લક્ષણો જણાય તો સ્વ-દવા ટાળો અને ત્વરિત સરકારી સારવાર મેળવો

    વિશેષ અહેવાલ- ભાવિકા લીંબાસીયા

    માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર

    ચોમાસાની વર્તમાન મોસમમાં રાજ્યભરમાં મચ્છરજન્ય રોગચાળાના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પ્રજાજનોના સ્વાસ્થ્ય રક્ષણ માટે વ્યાપક સ્તરે આગોતરા જાગૃતિ અને નિયંત્રણના પગલાં હાથ ધરવામાં આવ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ જુલાઈ માસને સમગ્ર રાજ્યમાં ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવવામાં આવ્યો. રાજ્યના તમામ જિલ્લાઓ, મહાનગરપાલિકાઓ, તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય તંત્ર દ્વારા ‘‘સાવચેતી, સ્વચ્છતા અને સમયસર સારવાર એ જ શ્રેષ્ઠ ઉપાય‘‘ના સૂત્ર સાથે લોકજાગૃતિનું આ સઘન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ચોમાસામાં વરસાદી પાણીના સંગ્રહને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવાની પૂરી શક્યતા રહેતી હોય છે, ત્યારે નાગરિકો પોતે સચેત બનીને પોતાના ઘર અને આસપાસના પરિસરમાં સ્વચ્છતા જાળવે તે આ રોગચાળાને ડામવા માટે અત્યંત જરૂરી છે.

    ડેન્ગ્યુ એ એક વાયરલ તાવ છે, જે ચેપી માદા એડિસ ઈજિપ્તિ જાતિના મચ્છરના કરડવાથી મનુષ્યમાં ફેલાય છે. આ મચ્છરની સૌથી મોટી વિશેષતા એ છે કે તે ગંદા કે ગટરના પાણીમાં નહીં, પરંતુ ઘરમાં કે ઘરની આસપાસ એકત્રિત થયેલા ચોખ્ખા અને સ્થિર પાણીમાં જ ઈંડા મૂકીને પોતાની વંશવૃદ્ધિ કરે છે. સાથોસાથ, એડિસ મચ્છર મુખ્યત્વે દિવસના સમયે જ વધુ સક્રિય રહીને માનવશરીરે કરડે છે. આ સંજોગોમાં આપણો સૌથી મોટો દુશ્મન આપણા પોતાના ઘરમાં જ છુપાયેલો હોઈ શકે છે. નાગરિકો સામાન્ય રીતે ગંદકી પ્રત્યે સચેત હોય છે, પરંતુ ચોખ્ખા પાણીના નાના-મોટા સંગ્રહસ્થાનો તરફ અજાણતાં દુર્લક્ષ સેવે છે, જે ડેન્ગ્યુના મચ્છરો માટે પ્રજનન સ્થળ બની રહે છે.

    આપણા દૈનિક જીવનમાં વપરાતા ઘણા સાધનો અને વાસણો અજાણતાં જ મચ્છરોની ઉત્પત્તિના કેન્દ્રો બની જતાં હોય છે. જેમાં ખાસ કરીને રેફ્રિજરેટરની પાછળ આવેલી ડીફ્રોસ્ટ ટ્રે, એર કૂલર અને તેની પાણીની ટેન્ક, ઘરમાં રાખવામાં આવતી ફૂલદાનીઓ, કુંડાના તળિયા, પક્ષીઓ માટે રાખવામાં આવતા પક્ષીકુંજ (પરબડી) તેમજ પાણી સંગ્રહ માટેના પીપ, બેરલ અને ખુલ્લી ટાંકીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અગાશી, બગીચા કે ખુલ્લા પ્લોટમાં પડેલા જૂના વાહનોના ટાયર, પ્લાસ્ટિકના ડબ્બા, નાળિયેરની કાચલીઓ કે તૂટેલા વાસણોમાં વરસાદી પાણી ભરાઈ રહેતાં તેમાં ખૂબ જ ઝડપથી મચ્છરોના લાર્વા ઉછરે છે.

    આ સંક્રમણ શૃંખલાને તોડવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ડ્રાય ડે ( )ની વિભાવના અમલમાં મૂકવામાં આવી છે. દરેક નાગરિકે અઠવાડિયામાં ઓછામાં ઓછો એક દિવસ નિયત કરીને ઘરના તમામ પાણી સંગ્રહના પાત્રો, ફ્રીજની ટ્રે, કૂલર, કુંડા અને પક્ષીકુંજને સંપૂર્ણપણે ખાલી કરવા જોઈએ. માત્ર પાણી ઢોળી દેવું પૂરતું નથી, પરંતુ વાસણની અંદરની સપાટીને કપડાં કે બ્રશથી ઘસીને સાફ કરવી જરૂરી છે, કારણ કે એડિસ મચ્છરના ઈંડા વાસણની કિનારીઓ પર ચોંટી રહે છે. વાસણો ઘસીને સાફ કર્યા બાદ તેને સંપૂર્ણ સુકવીને જ પુનઃ ઉપયોગમાં લેવા જોઈએ. આ સાથે જ પાણીના તમામ સંગ્રહસ્થાનોને હંમેશાં હવાચુસ્ત ઢાંકણથી ઢાંકીને રાખવા હિતાવહ છે.

    ડેન્ગ્યુનો વાયરસ શરીરમાં પ્રવેશ્યા બાદ દર્દીમાં કેટલાક વિશિષ્ટ લક્ષણો જોવા મળે છે. સામાન્ય રીતે અચાનક ખૂબ જ સખત તાવ આવવો એ આ રોગનું પ્રાથમિક લક્ષણ છે. તાવની સાથે દર્દીને આંખના ડોળાની પાછળના ભાગમાં તીવ્ર દુઃખાવો થાય છે, જે ડેન્ગ્યુની ઓળખ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત હાથ, ચહેરા અને આખા શરીર પર લાલ ચકામાં અથવા ઓરી જેવા દાણા ઉપસી આવવા, ભારે શારીરિક નબળાઈ અનુભવાવી, ઊબકા કે ઊલટી થવી તેમજ સ્નાયુઓ અને સાંધામાં અસહ્ય દુઃખાવો થવો જેવા લક્ષણો જોવા મળે છે. આ તીવ્ર સાંધાના દુઃખાવાના કારણે જ ડેન્ગ્યુને સામાન્ય ભાષામાં હાડકાં ભાંગતો તાવ પણ કહેવામાં આવે છે. કેટલાક કિસ્સામાં રોગનું પ્રમાણ વધી જતાં નાક, મોં કે પેઢામાંથી લોહી વહેવા જેવા ગંભીર લક્ષણો પણ સામે આવી શકે છે.

    મચ્છરના કરડવાથી બચવા માટે ઘરના તમામ સભ્યોએ, ખાસ કરીને નાના બાળકો અને વડીલોએ દિવસ દરમિયાન પણ આખી બાયના કપડાં પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ. ઘરમાં મચ્છરોનો પ્રવેશ અટકાવવા બારી-બારણાં પર ઝીણી નેટ લગાડવી તેમજ જરૂરિયાત મુજબ મચ્છરદાની કે મચ્છર રોધક ક્રીમનો ઉપયોગ કરવો જોઈએ.

    જો પરિવારમાં કોઈ પણ વ્યક્તિને તાવ કે ડેન્ગ્યુના લક્ષણો જણાય, તો સૌથી પહેલા દર્દીને પૂરતો શારીરિક આરામ આપવો અને શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી આપવું. દર્દીને ઓ.આર.એસ.નું દ્રાવણ, ઉકાળેલું પાણી, નાળિયેર પાણી, લીંબુ શરબત કે તાજા ફળોનો રસ સતત આપવો જોઈએ. અહીં સૌથી અગત્યની બાબત એ છે કે ડોક્ટરની યોગ્ય સલાહ વગર આપમેળે ક્યારેય પેઇનકિલર કે એસ્પિરિન અને આઇબુપ્રુફેન જેવી દવાઓ લેવી નહીં, કારણ કે આવી દવાઓ ડેન્ગ્યુના દર્દી માટે જોખમી સાબિત થઈ શકે છે. તાવના સંકેત મળતાં જ તુરંત જ નજીકના સરકારી દવાખાના, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર , સામૂહિક આરોગ્ય કેન્દ્ર અથવા સ્થાનિક આરોગ્ય કાર્યકરનો સંપર્ક કરીને વિનામૂલ્યે તપાસ અને યોગ્ય તબીબી માર્ગદર્શન મેળવી લેવું જોઈએ.

    ડેન્ગ્યુ સામેની સતર્કતા માત્ર સરકાર કે આરોગ્ય તંત્રની જ કામગીરી નહીં પરંતુ સમગ્ર સમાજની સંયુક્ત જવાબદારી છે. આપણે સૌ સાથે મળીને જાગૃત બનીએ, આપણા ઘરમાં અને આસપાસ પાણી એકત્રિત ન થવા દઈએ, અને આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી માર્ગદર્શિકાનું અક્ષરશઃ પાલન કરીએ. આપણી થોડી સાવચેતી અને જાગૃતિ આપણા પરિવાર અને સમગ્ર સમાજને ડેન્ગ્યુ જેવા રોગથી સુરક્ષિત રાખી શકે છે.

    Bhavika Limbasiya
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMorbiના ઉંચી માંડલ-ઘૂટું ગામ વચ્ચે બોલેરોની ઠોકરે બાઈક ચાલક યુવાનનું મોત
    Next Article Morbi: માળિયામાં ત્રણ સ્થળે રેડ, જુગાર રમતા ૧૧ પત્તા પ્રેમીઓ રોકડ અને મોબાઈલ સાથે ઝડપાયા
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    શાસક પક્ષ અને વિપક્ષ આમને-સામને! મગજ વગરનો નક્સલ કોણ છે?

    August 18, 2026
    લેખ

    તંત્રી લેખ…સુવિધા માટે ચૂકવણી કરવાનો સમય

    August 18, 2026
    લેખ

    સાંખ્યયોગ અને કર્મયોગ આ બંનેમાંથી એક સાધનમાં સમ્યક્ રીતે સ્થિત મનુષ્ય પરમાત્માને પ્રાપ્ત કરી લે છે

    August 17, 2026
    લેખ

    નિઃસ્વાર્થ ભક્તિનું અમર ફળ: ભગવાન જગન્નાથ અને ભક્ત શ્રવણની કથા

    August 17, 2026
    લેખ

    સ્કંદ પુરાણ, શિવ પુરાણ, શ્રીમદ ભાગવત અને ઋગ્વેદમાં સોમનાથના મંદિરનો ઉલ્લેખ છે.

    August 17, 2026
    લેખ

    લાલ કિલ્લાથી વિશ્વ બજારો સુધી: મોદી-મુર્મુનો આર્થિક સંદેશ 2047માં ભારતનું વૈશ્વિક ચિત્ર ઉજાગર કરે છે

    August 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,880
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,060
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹222,700
    લાઈવ રેટ્સ • અપડેટ: 19-08-2026 10:24
    Categories
    Latest News

    શાસક પક્ષ અને વિપક્ષ આમને-સામને! મગજ વગરનો નક્સલ કોણ છે?

    August 18, 2026

    19 ઓગસ્ટનું પંચાંગ

    August 18, 2026

    19 ઓગસ્ટનું રાશિફળ

    August 18, 2026

    India and Nepal ના ટોચના અધિકારીઓ સરહદ વિવાદના ઉકેલ માટે મળશે

    August 18, 2026

    Ram temple ના પ્રસાદ ચોરી કેસમાં ચંપત રાય અને અનિલ મિશ્રાને રિપોર્ટમાં ક્લીન ચિટ મળી

    August 18, 2026

    ૨૦ જુલાઈના રોજ સંસદ કૂચ ગેરકાયદેસર હતી, પરિસ્થિતિ બગડ્યા પછી બળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો,Delhi Police

    August 18, 2026
    Search
    Main News

    India and Nepal ના ટોચના અધિકારીઓ સરહદ વિવાદના ઉકેલ માટે મળશે

    August 18, 2026

    Ram temple ના પ્રસાદ ચોરી કેસમાં ચંપત રાય અને અનિલ મિશ્રાને રિપોર્ટમાં ક્લીન ચિટ મળી

    August 18, 2026

    પેપર લીકના આરોપીઓની મિલકત જપ્ત કરવાની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યો પાસેથી જવાબ માંગ્યો

    August 18, 2026

    Uttar Pradesh ના સીતાપુરમાં કોંગ્રેસે પોતાનું કાર્યાલય ખાલી કરવું પડશે; ૫૫ વર્ષથી ભાડું એક પણ રૂપિયો ચૂકવ્યું નથી

    August 18, 2026

    TISS દીક્ષાંત સમારોહમાં સીજેઆઇ મુખ્ય મહેમાન નહીં હોય; ડૉ. સીએસ પ્રમેશને આમંત્રણ

    August 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    શાસક પક્ષ અને વિપક્ષ આમને-સામને! મગજ વગરનો નક્સલ કોણ છે?

    August 18, 2026

    19 ઓગસ્ટનું પંચાંગ

    August 18, 2026

    19 ઓગસ્ટનું રાશિફળ

    August 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.