New Delhi તા.19
કૈલાસ પર્વતના દક્ષિણી ભાગમાં આ વખતે બરફ નથી જોવા મળ્યો. શુક્રવારે કૈલાસ માન સરોવરની યાત્રા સંપન્ન કરી પરત ફરેલા, પહેલા દળના સભ્યોએ આ વાત કરી હતી.
યાત્રા દળના લાઈઝનીની ઓફીસર (એલઓ) તેમજ આઈટીબીપીનાં એડીજી સંજય ગુંજયાએ પણ પાંચ વર્ષમાં આવેલા ફેરફારો પર ચિંતા વ્યંકત કરી છે.
ઉતરાખંડના પિથોરાગઢથી પાંચ વર્ષ બાદ પુન: શરૂ થયેલી કૈલાસ માન સરોવર યાત્રાનો પ્રથમ 45 સભ્યોનું દળ ભારત પરત ફર્યુ છે.
શુક્રવારે મોડી સાંજે યાત્રી ધારચુલા પહોંચ્યા હતા.દળમાં સામેલ જયપુરના રાજેશ નાગપાલે જણાવ્યું હતું કે કૈલાસ પર્વતનાં દક્ષિણ ભાગમાં બરફ નહોતો બાકી ભાગમાં ઓછો બરફ હતો.
એલઓ સંજય ગુંજયાલે જણાવ્યું હતું કે તેણે વર્ષ 2016 માં કૈલાસ માન સરોવરની યાત્રા કરી હતી. ત્યારે દક્ષિણી ક્ષેત્રમાં બરફ વધુ જોવા મળ્યો હતો. પણ આ વખતે બરફ ઘણો ઓછો હતો.
2024 માં ઓમ પર્વત કાળો પડયો હતો
ઓગસ્ટ 2024 માં ઓમ પર્વત પણ બરફ પીગળવાને કારણે કાળો પડી ગયો હતો ત્યારે પહેલીવાર ઓમ પર્વત બરફ વગરનો જોવા મળ્યો હતો. 2014, 2018 માં ઓમ પર્વત પર બરફ ઓછો હતો.વિશેષજ્ઞોનું કહેવુ છે કે આ પ્રકારની ઘટનાઓ સામાન્ય નથી.ગર્મીઓમાં પણ આવા દ્રશ્યો નથી જોવા મળતા
કૈલાસ પર્વત પર લગભગ 18000 ફીટથી ઉપર સ્થાયી હિમરેખા માનવામાં આવે છે. તેનાં ઉપરના શિખર પર ઉનાળામાં પણ બરફ જામેલો રહે છે. શિયાળામાં બરફની પહોળાઈ 15000 ફીટ સુધી ફેલાય જાય છે.
નિષ્ણાંતો અનુસાર કૈલાસ પર્વત 6638 મીટર (21778 ફીટ) ઉંચો છે અને અહીં સામાન્યત: આખુ વર્ષ બરફ રહે છે. 2022 અને 2023 માં પણ બીજા રૂટથી યાત્રા કરીને પાછા ફરેલા કેટલાંક યાત્રીઓએ બરફની અસાધારણ ઘટની વાત કરી હતી.

