Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વનતારા કાયદાનું પાલન કરે છે, તેને કલંકિત ન કરો:Supreme Court

    September 15, 2025

    ટેરિફ મુદ્દે India-America વચ્ચે સમાધાનની સંભાવના

    September 15, 2025

    પાંચ વર્ષનો શાસન ફક્ત મુસ્લિમો માટે જ કેમ છે, Owaisi એ સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ પર વાત કરી

    September 15, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વનતારા કાયદાનું પાલન કરે છે, તેને કલંકિત ન કરો:Supreme Court
    • ટેરિફ મુદ્દે India-America વચ્ચે સમાધાનની સંભાવના
    • પાંચ વર્ષનો શાસન ફક્ત મુસ્લિમો માટે જ કેમ છે, Owaisi એ સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ પર વાત કરી
    • Captain Rajat Patidar વધુ એક મોટું ટાઇટલ જીત્યું, ૧૧ વર્ષ પછી આ ટીમને દુલીપ ટ્રોફી ચેમ્પિયન બનાવી
    • Abhishek Sharma ૧૩૭ બેટ્‌સમેનોમાં નંબર ૧ બન્યો, એક વર્ષમાં ટી૨૦માં આવું કરનારો એકમાત્ર ખેલાડી
    • Katrina Kaif માતા બનવા જઈ રહી છે,વિકી કૌશલ ક્યારે પોતાના પહેલા બાળકનું સ્વાગત કરશે
    • ભારત સાથેની આપણી મિત્રતા તોડવાનો દરેક પ્રયાસ નિષ્ફળ જશે,Russian Foreign Ministry
    • બિહારમાં એસઆઇઆર પર જે પણ નિર્ણય લેવામાં આવશે, તે આખા દેશમાં લાગુ થશેઃ Supreme Court
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»નિફટી ફ્યુચર ૨૪૬૦૬ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!
    વ્યાપાર

    નિફટી ફ્યુચર ૨૪૬૦૬ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

    Vikram RavalBy Vikram RavalJuly 18, 2024No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૮.૦૭.૨૦૨૪ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૭૧૬ સામે ૮૦૫૧૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૩૯૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૧૩૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૨૭ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૩૪૩ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૬૪૪ સામે ૨૪૫૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૫૧૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૨૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૬૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૮૦૮ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    ગુરુવારે શેરબજારમાં વધુ એક ઐતિહાસિક દિવસ હતો અને નિફ્ટીએ પ્રોફિટ બુકિંગની તમામ અટકળોને ફગાવતા ફરી એકવાર નવી ઓલ-ટાઈમ હાઈ બનાવી હતી.જો કે, આજના ટ્રેડિંગ સેશનની શરૂઆત થોડી નબળાઈ સાથે થઈ હતી અને પરંતુ બપોરે બજારની તેજી જોવા જેવી હતી.સેન્સેક્સે ૮૦૬ પોઈન્ટ ઉછળી ૮૧૫૨૨ ની સર્વોચ્ચ સપાટી નોંધાવી છે.નિફ્ટી ૩૦૦ પોઈન્ટ ઉછળી ૨૪૮૩૮ના ઓલટાઈમ હાઈ લેવલે પહોંચ્યો છે.બેન્ક નિફ્ટી ફ્યુચરએ પણ ૧૨૬ ઉછાળા સાથે ૫૨૬૫૫ બંધ રહયો હતો.

    આઈટી અને ટેક્નોલોજી શેર્સમાં આક્રમક ખરીદીના પગલે આઈટી અને ટેક્નોલોજી ઈન્ડેક્સ ૨% ઉછાળા સાથે સર્વોચ્ચ ટોચે પહોંચ્યા છે. એફએમસીજી સેક્ટરમાં પણ સારી ખરીદી જોવા મળી હતી. રિયલ એસ્ટેટ, કોમોડિટી અને મેટલ સેક્ટરમાં નબળાઈ જોવા મળી હતી.જ્યારે કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, પાવર, રિયાલ્ટી સેગમેન્ટમાં પ્રોફિટ બુકિંગનું પ્રમાણ વધતાં ૨% સુધી ઘટાડે કારોબાર થઈ રહ્યા છે.

    ભારતીય શેરબજાર સ્થાનિક અને વૈશ્વિક સ્તરે પોઝિટિવ સંકેતો સાથે સતત આગેકૂચ કરી રહ્યા છે. સેન્સેક્સ ૦૩ જુલાઈએ ૮૦૦૦૦ક્રોસ થયા બાદ માત્ર  ૧૦ ટ્રેડિંગ સેશનમાં ૮૧૦૦૦ નું લેવલ વટાવ્યું છે. વોલેટિલિટી ઈન્ડેક્સ નિફ્ટી VIX પણ ૨.૪૩% ઉછાળા સાથે ૧૪.૫૭ પર ટ્રેડ થઈ રહ્યો છે. માર્કેટમાં વોલેટિલિટી દર્શાવે છે.

    આજના બજારમાં, નિફ્ટી ૫૦ શેરોમાં, એલટીઆઈ માઇન્ડટ્રી અને ટીસીએસમાં સાડા ૩% નો ઉછાળો હતો અને ટોપ ગેનર્સની યાદીમાં પ્રથમ બે શેર હતા. ઓએનજીસી, બજાજ ફિનસર્વ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પણ નિફ્ટીમાં ટોપ ગેઇનર હતા.સાથે સાથે ભારતી એરટેલ,ઈન્ફોસીસ,રિલાયન્સ,સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા,સન ફાર્મા,લાર્સેન,કોટક બેંક,ટેક મહિન્દ્રા,બાટા ઇન્ડિયા,ટાટા મોટર્સ,એક્સીસ બેન્ક,આઈસીઆઈસીઆઈ બેન્ક,જીન્દાલ સ્ટીલ, આઈટીસી, ટોપ ગેઈનર્સ હતા.જયારે,ઈન્ડીગો,એસીસી,ટીવીએસ મોટર્સ,અદાણી એન્ટર.,લ્યુપીન,વોલ્ટાસ,અદાણી પોર્ટસ,સિપ્લા,ગ્લેનમાર્ક ફાર્મા,ગુજરાત ગેસના નામ ટોપ લૂઝર્સમાં હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૧૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૨૪ અને વધનારની સંખ્યા ૨૫૦૦ રહી હતી,  ૯૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૬  શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    બજારની ભાવિ દિશા…. મિત્રો,ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-વિદેશી ફંડોએ આઈટી શેરોની આગેવાનીએ આક્રમક ખરીદી કરી બજારમાં વિક્રમી તેજીનો દોર આગળ વધાર્યો છે. ચોમાસાની દેશમાં સારી પ્રગતિ સાથે કૃષિ ક્ષેત્રે મજબૂત વૃદ્વિ થકી આર્થિક વિકાસની દોટ આગળ વધવાના પોઝિટીવ પરિબળે અને કેન્દ્રિય બજેટમાં આ વખતે પ્રોત્સાહક જોગવાઈઓની અપેક્ષાએ ફંડોએ ઈન્ડેક્સ બેઝડ આક્રમક ખરીદી કરી છે. પ્રિ-બજેટ ચર્ચાને કારણે બજારમાં વધઘટ થવાની સંભાવના છે.જેથી ચાર ટ્રેડીંગ દિવસના આગામી સપ્તાહમાં કોર્પોરેટ પરિણામોમાં હવે ૧૯, જુલાઈ ૨૦૨૪ના બીપીસીએલ, જેએસડબલ્યુ સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, વિપ્રોના જાહેર થનારા પરિણામ પર નજર રહેશે. આ સાથે ચોમાસાની પ્રગતિ અને કેન્દ્રિય બજેટ ૨૩, જુલાઈના રજૂ થનાર હોઈ આ બજેટની જોગવાઈઓની અટકળોના આ પરિબળો વચ્ચે આગામી ચાર ટ્રેડીંગ દિવસના સપ્તાહમાં સેન્સેક્સ અને નિફટી વચ્ચે અફડા –  તફડી જોવાઈ શકે છે.

    તા.૧૯.૦૭.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૧૮.૦૭.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૮૦૮ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૨૪૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૮૮૦ પોઈન્ટ થી ૨૪૯૩૯ પોઈન્ટ, ૨૫૦૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
    • તા.૧૮.૦૭.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૨૬૫૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૨૩૦૩ પોઈન્ટ પ્રથમ અને ૫૨૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૨૭૩૭ પોઈન્ટ થી ૫૨૮૦૮ પોઈન્ટ, ૫૩૦૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૩૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ ( ૨૮૦૦ ) :- આદિત્ય બિરલા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૭૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૭૩૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૮૩૩ થી રૂ.૨૮૪૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૮૪૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • નેસલે ઈન્ડિયા ( ૨૬૩૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૬૦૬ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૨૫૭૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૬૬૬ થી રૂ.૨૬૮૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • મહાનગર ગેસ ( ૧૭૩૫ ) :- રૂ.૧૭૦૭ નો પ્રથમ તેમજ રૂ.૧૬૮૬ બીજા સપોર્ટથી એલપીજી/સીએનજી/પીએનજી/એલએનજી સપ્લાયર સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૭૫૩ થી રૂ.૧૭૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • સન ફાર્મા ( ૧૫૯૬ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૦૮ થી રૂ.૧૬૨૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૫૭૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ઈન્ડસઈન્ડ બેન્ક ( ૧૪૫૫ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૪૨૪ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પ્રાઇવેટ બેન્ક સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૪૬૭ થી રૂ.૧૪૭૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
    • ટાટા કોમ્યુનિકેશન્સ ( ૧૮૬૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેલિકોમ – સેલ્યુલર એન્ડ ફિક્સ્ડ લાઇન સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૦૯ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૮૪૪ થી રૂ.૧૮૩૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૨૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • મુથુત ફાઈનાન્સ ( ૧૮૩૯ ) :- રૂ.૧૮૬૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૮૭૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૮૧૮ થી રૂ.૧૮૦૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૮૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • ઈન્ફોસિસ લિ. ( ૧૭૬૬ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૭૯૯ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૭૪૭ થી રૂ.૧૭૩૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
    • એસબીઆઈ લાઈફ ( ૧૬૫૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ લાઈફ ઈન્સ્યુરન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૬૪૦ થી રૂ.૧૬૨૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • એચડીએફસી બેન્ક ( ૧૬૨૦ ) :- રૂ.૧૬૩૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૬૪૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૬૦૬ થી રૂ.૧૫૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

     

    BSE Sensex share market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    ઓગસ્ટમાં જથ્થાબંધ ભાવાંક inflation ૦.૫૨% હતો, જુલાઈમાં તે નકારાત્મક સ્તરે હતો

    September 15, 2025
    વ્યાપાર

    Nifty Future ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    September 15, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    September 15, 2025
    મુખ્ય સમાચાર

    Housing Loan કરતા સોના પરના ધિરાણની માંગ વધી

    September 15, 2025
    વ્યાપાર

    UPI મારફત હવે રોજ રૂા. 10 લાખની ખરીદી કરી શકાશે

    September 15, 2025
    રાષ્ટ્રીય

    આજે ITR ફાઈલ કરવાનો છેલ્લો દિવસ

    September 15, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વનતારા કાયદાનું પાલન કરે છે, તેને કલંકિત ન કરો:Supreme Court

    September 15, 2025

    ટેરિફ મુદ્દે India-America વચ્ચે સમાધાનની સંભાવના

    September 15, 2025

    પાંચ વર્ષનો શાસન ફક્ત મુસ્લિમો માટે જ કેમ છે, Owaisi એ સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ પર વાત કરી

    September 15, 2025

    Captain Rajat Patidar વધુ એક મોટું ટાઇટલ જીત્યું, ૧૧ વર્ષ પછી આ ટીમને દુલીપ ટ્રોફી ચેમ્પિયન બનાવી

    September 15, 2025

    Abhishek Sharma ૧૩૭ બેટ્‌સમેનોમાં નંબર ૧ બન્યો, એક વર્ષમાં ટી૨૦માં આવું કરનારો એકમાત્ર ખેલાડી

    September 15, 2025

    Katrina Kaif માતા બનવા જઈ રહી છે,વિકી કૌશલ ક્યારે પોતાના પહેલા બાળકનું સ્વાગત કરશે

    September 15, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વનતારા કાયદાનું પાલન કરે છે, તેને કલંકિત ન કરો:Supreme Court

    September 15, 2025

    ટેરિફ મુદ્દે India-America વચ્ચે સમાધાનની સંભાવના

    September 15, 2025

    પાંચ વર્ષનો શાસન ફક્ત મુસ્લિમો માટે જ કેમ છે, Owaisi એ સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ પર વાત કરી

    September 15, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.