New Delhi,તા.04
થાઈલેન્ડના ફુકેટથી દિલ્હી આવી રહેલા એર ઈન્ડિયાની ફલાઈટમાં અચાનક જ તેજ હવાના કારણે ટર્બ્યુલન્સ- હવાના તેજ આંચકાના કારણે વિમાન ઉંચાઈ ગુમાવી હતી તથા ધ્રુજારી અનુભવાઈ હતી.
જેમાં કેબીન ક્રુ તથા કેટલાક મુસાફરો ગબડી પડતા તેઓને સામાન્ય ઈજા થઈ હતી પણ પાઈલોટે તુર્તજ વિમાનને સંભાળી દિલ્હી વિમાની મથકે સલામત ઉતરાણ કર્યુ હતું. કોઈ યાત્રીકોને ગંભીર ઈજા થઈ હતી. એરબસ એ 320 પ્રકારના આ વિમાનમાં ક્રુ મેમ્બર સહિત 134 લોકો સફર કરતા હતા.
ફલાઈટ નંબર એઆઈ 2379 હવામાં હતી. ત્યાં જ ટર્બુલન્સની સ્થિતિ બની હતી જેમાં વિમાન એ 300 ફુટ ગુમાવી તથા ખૂબજ મોટા આંચકા જેવી સ્થિતિમાં ફસાયું. થોડી સેક્નડો માટે આ સ્થિતિ બની હતી પણ જેમાં ખુદ પાઈલોટ પણ તેની સીટ પરથી ફંગોળાયા હતા તથા વિમાનમાં પ્રવાસ કરતા 10 મુસાફરો પણ અચાનક આ સ્થિતિ બનતા તેના સ્થાનેથી ગબડી પડયા.
જો કે કોઈને ગંભીર ઈજા થઈ નથી પણ પાઈલોટે પરીસ્થિતિ સંભાળી અને વિમાનને ફરી ઉંચાઈએ લઈ જઈને હવામાં સ્થિર કર્યુ હતું તથા દિલ્હી વિમાની મથકે સલામત ઉતરાણ કર્યુ હતું. ઈજાગ્રસ્ત મુસાફરોને પ્રાથમીક સારવાર અપાઈ હતી. આ પ્રકારની સ્થિતિ બનતી હોય છે પણ પાઈલોટને સંભાળી લેવા સક્ષમ હોય છે.
ટર્બ્યુલન્સ અનેક પ્રકારના હોય છે : જો કે મોટી દુર્ઘટનાની શકયતા નહીવત
પ્લેનમાં ટર્બ્યુલન્સ (Turbulence) એટલે જ્યારે પ્લેન હવામાં ઉડતું હોય ત્યારે અચાનક ધ્રુજવા કે આંચકા ખાવા લાગે. હવામાં પણ જ્યારે પવનનો પ્રવાહ એકસરખો ન હોય અને અશાંત કે અનિયમિત હોય, ત્યારે પ્લેન હલવા લાગે છે. ગરમ હવાના પ્રવાહને કારણે સૂર્યની ગરમીથી જમીન ગરમ થાય છે ત્યારે ગરમ હવા ઉપર તરફ જાય છે અને ઠંડી હવા નીચે આવે છે. હવાની આ ઉપર-નીચે થતી ગતિને કારણે પ્લેનને આંચકા લાગે છે.
હવામાન અને વાદળો જ્યારે પ્લેન વરસાદી કે વીજળીવાળા વાદળો (Thunderstorms) માંથી કે તેની નજીકથી પસાર થાય છે, ત્યારે વાદળોની અંદર ચાલતી ભારે હવાની હિલચાલ પ્લેનને ધ્રુજાવે છે.
પર્વતોના કારણે જ્યારે ભારે પવન ઊંચા પર્વતો સાથે અથડાય છે, ત્યારે હવા પર્વતની ઉપરથી વહીને નીચેની તરફ તરંગો (waves) બનાવે છે. આ દરિયાના મોજા જેવી સ્થિતિ હવામાં ઊભી કરે છે.
ક્લિયર એર ટર્બ્યુલન્સ આ સૌથી અચાનક થતું ટર્બ્યુલન્સ છે. તે એકદમ સાફ આકાશમાં ઊંચાઈ પર થાય છે જ્યાં ‘જેટ સ્ટ્રીમ’ (ખૂબ ઝડપી પવનના પટ્ટા) વહેતા હોય છે. આ વાદળો વગર થતું હોવાથી પાઇલટના રડારમાં પણ દેખાતું નથી.
બીજા વિમાનના કારણે જ્યારે કોઈ મોટું પ્લેન આગળથી ઉડી ગયું હોય, ત્યારે તેની પાંખો પાછળ હવામાં ચક્રવાત કે વંટોળ જેવો પ્રવાહ છોડી જાય છે. જો પાછળથી નાનું પ્લેન આવે, તો તે આ આંચકો અનુભવે છે.
શું ટર્બ્યુલન્સ ખતરનાક છે?
ના, સામાન્ય રીતે ટર્બ્યુલન્સથી પ્લેન ક્રેશ થતું નથી. modern એરક્રાફ્ટ ખૂબ જ મજબૂત ડિઝાઇન કરવામાં આવે છે અને તે ભારે ટર્બ્યુલન્સ સહન કરી શકે છે.
સૌથી મોટું જોખમ પ્લેન તૂટવાનું નથી, પરંતુ પ્લેનમાં સીટબેલ્ટ બાંધ્યા વગર બેઠેલા મુસાફરો કે સામાન નીચે પડવાથી થતી ઇજા છે.

