New Delhi તા.4
કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અને જંતર મંતર આંદોલનથી દેશભરમાં જાણીતા થયેલા અભિજીત દીપકે સામે હવે મુશ્કેલી વધતી જાય છે. યુટયુબર અને સોશ્યલ મીડીયા ઈન્ફલુએન્સર ફૈઝાન અંસારીએ દીપકે સામે દિલ્હી પોલીસમાં એક એફઆઈઆર નોંધાવીને તેમના પર હુમલા સહિતની કોશીષ થઈ છે તેથી દીપકેની ધરપકડની માંગ કરી છે તેણે દિલ્હી પોલીસના ડીસીપી સમક્ષ જણાવ્યું કે દીપકેના ટેકેદારોએ મારા પર હુમલો કર્યો હતો.
પુના અને ઔરંગાબાદમાં આ હુમલા કરાયા હતા અને તેથી તુર્તજ તેની ધરપકડ કરવામાં આવે. જૂન મહિનામાં જ તેણે કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર સામે એક ફરિયાદ નોંધાવી હતી અને કહ્યું હતું કે, દીપકેનું કનેકશન દિલ્હી રમખાણ કેસના આરોપી ઉંમર ખાલીદ અને પાકિસ્તાનની જાસૂસી એજન્સી સાથે છે અને તેથી પોલીસે તુર્તજ કાર્યવાહી કરવી જોઈએ.

