તમિલનાડુ, કેરળ, કર્ણાટક સહિત અનેક રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી
New Delhi, તા.૧
બંગાળની ખાડીમાં સર્જાયેલી હવામાન પ્રણાલી વધુ સક્રિય બનતાં દેશના અનેક રાજ્યોમાં Rainનું સંકટ ઊભું થયું છે. ભારતીય હવામાન વિભાગ (ૈંસ્ડ્ઢ)ના જણાવ્યા અનુસાર, દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને આંદામાન સમુદ્ર નજીક સર્જાયેલું લો પ્રેશર ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. આગામી ૨૪ કલાકમાં આ સિસ્ટમ વધુ મજબૂત બની ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેની અસરને પગલે દક્ષિણ, પૂર્વ અને મધ્ય ભારતનાં અનેક રાજ્યોમાં ભારે પવન સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના અપડેટ મુજબ, આ હવામાન પ્રણાલી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે. ૨ નવેમ્બરની સાંજ સુધીમાં તે આંધ્રપ્રદેશના દરિયાકાંઠા નજીક પહોંચે તેવી શક્યતા છે. આથી દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે.
ચક્રવાતી સિસ્ટમની સૌથી વધુ અસર આંધ્રપ્રદેશ અને ઓડિશામાં જોવા મળી શકે છે. હવામાન વિભાગે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમમાં ૨ અને ૩ નવેમ્બરે અતિભારે Rainની આગાહી કરી છે. રાયલસીમા વિસ્તારમાં પણ આ દિવસોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
ઓડિશામાં ૩ અને ૪ નવેમ્બરે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત ૩ નવેમ્બરે અસરગ્રસ્ત વિસ્તારોમાં પવનની ગતિ ૫૦થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્રને સાવચેત રહેવા જણાવાયું છે.
બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમની અસર દક્ષિણ ભારતના અન્ય રાજ્યોમાં પણ જોવા મળશે. તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ૬ નવેમ્બર સુધી વરસાદી પ્રવૃત્તિ ચાલુ રહેવાની આગાહી છે. કેરળ અને માહેમાં ૧થી ૪ નવેમ્બર દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. જ્યારે તેલંગાણા અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં ૨થી ૫ નવેમ્બર દરમિયાન હળવાથી ભારે વરસાદની શક્યતા છે. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે પવન ફૂંકાવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થવા અને વાહનવ્યવહારને અસર થવાની શક્યતા હોવાથી નાગરિકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. ચક્રવાતી હવામાન પ્રણાલીની અસર પૂર્વ ભારતના રાજ્યોમાં પણ જોવા મળી શકે છે. ઝારખંડ, બિહાર અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં વરસાદ અને ભારે પવનની આગાહી કરવામાં આવી છે.
આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. હવામાનમાં અચાનક ફેરફારને કારણે આ વિસ્તારોમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ શકે છે.
મધ્ય ભારતના રાજ્યોમાં પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. છત્તીસગઢમાં ૩ અને ૪ નવેમ્બરે ભારે વરસાદ પડી શકે છે. જ્યારે પૂર્વ અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં ૪ નવેમ્બર સુધી ગાજવીજ સાથે વરસાદ અને ૪૦થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.
વિદર્ભ વિસ્તારમાં પણ વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે. આથી ખેડૂતો અને સામાન્ય નાગરિકોને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.
ઉત્તરપૂર્વ ભારતનાં રાજ્યોમાં આગામી દિવસોમાં હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વરસાદી માહોલ રહેવાની આગાહી છે.
બંગાળની ખાડીમાં હવામાન પ્રણાલી સક્રિય થતાં દરિયાઈ વિસ્તારોમાં પવન અને દરિયાની સ્થિતિ પ્રતિકૂળ બની શકે છે. આથી માછીમારોને હવામાન વિભાગની ચેતવણીઓનું પાલન કરવા અને જોખમી દરિયાઈ વિસ્તારોમાં જવાનું ટાળવા સૂચના આપવામાં આવી છે.આગામી દિવસોમાં ચક્રવાતી સિસ્ટમની દિશા અને તીવ્રતા અંગે હવામાન વિભાગ સતત નજર રાખશે. અસરગ્રસ્ત રાજ્યોના વહીવટી તંત્રને પણ જરૂરી તકેદારી રાખવા જણાવાયું છે.

