Rajkot તા.૪
Rajkot . પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના રેલવે સુરક્ષા બળ (છઙઋ) એ જુલાઈ ૨૦૨૬ દરમિયાન મુસાફરોની સુરક્ષા, રેલવે મિલકતનું રક્ષણ અને સુરક્ષિત રેલ કામગીરીના ક્ષેત્રમાં નોંધપાત્ર ઉપલબ્ધિઓ હાંસલ કરી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન છઙઋ એ ૪,૦૩,૧૦૦ ની કિંમતનો ખોવાયેલો સામાન મુસાફરોને પરત કર્યો, રેલવે મિલકતની ચોરીના કેસોમાં ૭ આરોપીઓની ધરપકડ કરી, ચેઇન પુલિંગના ૩૮ કેસોમાં કાર્યવાહી કરી તેમજ બાળકો અને વિખૂટા પડેલા લોકોને તેમના પરિવારજનો સાથે મિલાવીને સેવા, સુરક્ષા અને સતર્કતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
નસ્ત્રસેવા હી સંકલ્પનસ્ત્ર અભિયાન અંતર્ગત ૦૧ જુલાઈથી ૩૧ જુલાઈ, ૨૦૨૬ સુધી આઈજી-કમ-પ્રિન્સિપલ ચીફ સિક્યુરિટી કમિશનર શ્રી અજય સદાનીના કુશળ નેતૃત્વ અને ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર શ્રી કમલેશ્વર સિંહના માર્ગદર્શન હેઠળ છઙઋ રાજકોટ ડિવિઝને વિવિધ અભિયાનો દ્વારા મુસાફરોની સુરક્ષા, રેલવે મિલકતનું રક્ષણ અને જનજાગૃતિના ક્ષેત્રમાં અસરકારક કામગીરી કરી હતી.
ઓપરેશન અમાનત હેઠળ છઙઋ એ રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં મુસાફરો દ્વારા ભૂલથી રહી ગયેલા ૨૨ મુસાફરોના આશરે ૪,૦૩,૧૦૦ ની કિંમતના સામાનને સુરક્ષિત રીતે રિકવર કરી તેમના મૂળ માલિકોને સોંપ્યો હતો. આ છઙઋ ની પ્રામાણિકતા, સંવેદનશીલતા અને સેવાભાવનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ઓપરેશન નન્હે ફ્રિશ્તે હેઠળ ૦૨ બાળકોને સુરક્ષિત રીતે તેમના પરિવારજનો સાથે મિલાવવામાં આવ્યા હતા, જ્યારે ઓપરેશન ડિગ્નિટિ હેઠળ વિવિધ કારણોસર પોતાના પરિવારથી વિખૂટા પડેલા ૦૫ વ્યક્તિઓને તેમના પરિજનોને સોંપવામાં આવ્યા હતા.
ઓપરેશન ઉપલબ્ધ હેઠળ રેલવે ટિકિટોના કાળાબજારમાં સંકળાયેલા ૦૧ વ્યક્તિની ધરપકડ કરી તેની વિરુદ્ધ રેલવે એક્ટ હેઠળ જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી. ઓપરેશન સમય પાલન હેઠળ ટ્રેનોના સંચાલનમાં અવરોધ ઊભો કરનારાઓ વિરુદ્ધ ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ દરમિયાન ચેઇન પુલિંગના ૩૮ કેસ નોંધવામાં આવ્યા હતા અને ૨૪ આરોપીઓની ધરપકડ કરીને તેમની સામે જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી.
ઓપરેશન રેલ સુરક્ષા હેઠળ રેલવે મિલકતની સુરક્ષા સુનિશ્ચિત કરીને રેલવે મિલકતની ચોરીના ૦૨ કેસોમાં ૦૭ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની સામે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવી હતી.
આ ઉપરાંત, ઓપરેશન જનજાગરણ હેઠળ છઙઋ એ રેલવે લાઇન ઓળંગવી નહીં, ટ્રેનો પર પથ્થરમારો રોકવો, મહિલા સુરક્ષા, નશાખોરી અને માનવ તસ્કરી જેવા સામાજિક અને સુરક્ષા સંબંધિત વિષયો પર વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવ્યું હતું. આ દરમિયાન તમામ છઙઋ પોસ્ટ્સ અને ચોકીઓ પર બેનરો લગાવવામાં આવ્યા હતા, ઙઅ સિસ્ટમ દ્વારા જાહેરાતો કરવામાં આવી હતી અને ગામના સરપંચો તથા સ્થાનિક નાગરિકો સાથે બેઠકો યોજીને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.
રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગિરિરાજ કુમાર મીના અને ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર શ્રી કમલેશ્વર સિંહે છઙઋ અધિકારીઓ અને કર્મચારીઓની તત્પરતા, પ્રામાણિકતા અને ફરજનિષ્ઠાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે છઙઋ ની આ સિદ્ધિઓ મુસાફરોની સુરક્ષા, રેલવે મિલકતનું રક્ષણ અને સુરક્ષિત રેલ કામગીરી પ્રત્યેની તેની અડીખમ પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભવિષ્યમાં પણ રેલવે સુરક્ષા બળ આ જ સમર્પણ, સતર્કતા અને ક્ષમતા સાથે મુસાફરોની સેવા અને સુરક્ષા માટે સતત કાર્યરત રહેશે.

