Rajkot તા.૪
મુસાફરોની સુરક્ષા તેમજ રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અપગ્રેડેશનના હેતુથી હાપા રેલવે સ્ટેશન પર ૦૫ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ૧૬૦૦ કલાકે થી ૦૭ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ૦૮૦૦ કલાક સુધી નોન-ઇન્ટરલોકિંગ કામગીરી કરવામાં આવશે. જેના પરિણામે નીચે મુજબની કેટલીક ટ્રેનો ને આંશિક રીતે રદ કરવામાં આવી છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાએ જણાવ્યુ હતું કે આ કામગીરીના કારણે નીચે મુજબની રેલગાડીઓના સંચાલનમાં અસ્થાયી ફેરફાર રહેશે
૧) ટ્રેન નંબર ૧૯૫૭૭ તિરુનેલવેલીજામનગર એક્સપ્રેસ, જેનું પ્રસ્થાન તિરુનેલવેલીથી ૦૩ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ થશે, તે ૦૫ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ રાજકોટ સ્ટેશન પર અંશતઃ સમાપ્ત થશે. પરિણામે આ ટ્રેન રાજકોટજામનગર સેક્શન વચ્ચે આંશિક રદ રહેશે.
૨) ટ્રેન નંબર ૨૨૯૦૮ હાપામડગાંવ એક્સપ્રેસ, જેનું પ્રસ્થાન ૦૫ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ નિર્ધારિત છે, તે રાજકોટ કોચિંગ ડિપો ખાતે પ્રાથમિક મેન્ટેનન્સ બાદ રાત્રે ૨૩૦૦ કલાકે રાજકોટ સ્ટેશનથી અંશતઃ પ્રારંભ થશે. પરિણામે આ ટ્રેન હાપારાજકોટ સેક્શન વચ્ચે આંશિક રદ રહેશે.
૩) ટ્રેન નંબર ૧૯૫૭૭ તિરુનેલવેલીજામનગર એક્સપ્રેસ, જેનું પ્રસ્થાન તિરુનેલવેલીથી ૦૪ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ થશે, તે ૦૬ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ રાજકોટ સ્ટેશન પર અંશતઃ સમાપ્ત થશે. પરિણામે આ ટ્રેન રાજકોટજામનગર સેક્શન વચ્ચે આંશિક રદ રહેશે.
૪) ટ્રેન નંબર ૧૯૫૭૮ જામનગરતિરુનેલવેલી એક્સપ્રેસ, જે ૦૬ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ જામનગરથી પ્રસ્થાન કરશે, તે રાજકોટ કોચિંગ ડિપો ખાતે પ્રાથમિક મેન્ટેનન્સ બાદ રાત્રે ૨૩૦૦ કલાકે રાજકોટ સ્ટેશનથી અંશતઃ પ્રારંભ થશે. પરિણામે આ ટ્રેન જામનગરરાજકોટ સેક્શન વચ્ચે આંશિક રદ રહેશે.
૫) ટ્રેન નંબર ૧૨૨૬૭ મુંબઈ સેન્ટ્રલહાપા દુરંતો એક્સપ્રેસ, જેનું પ્રસ્થાન ૦૫ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ થશે, તે ૦૬ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ રાજકોટ સ્ટેશન પર અંશતઃ સમાપ્ત થશે. પરિણામે આ ટ્રેન રાજકોટહાપા સેક્શન વચ્ચે આંશિક રદ રહેશે.
૬) ટ્રેન નંબર ૧૨૨૬૮ હાપામુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ, જે ૦૬ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ હાપાથી પ્રસ્થાન કરશે, તે રાત્રે ૨૧૨૦ કલાકે રાજકોટ સ્ટેશનથી અંશતઃ પ્રારંભ થશે. પરિણામે આ ટ્રેન હાપારાજકોટ સેક્શન વચ્ચે આંશિક રદ રહેશે.

