Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા

    September 18, 2026

    Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦ થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું,ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું

    September 18, 2026

    Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત

    September 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા
    • Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦ થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું,ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું
    • Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત
    • Rajkotમાં પરણિત પ્રેમિકાએ સંબંધ તોડતા યુવકે સગાના ધરે ફિનાઇલ પીધું
    • Jamnagarમાં મધુવન સોસાયટીમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાના કાવતરાનો પર્દાફાશ
    • Jamnagar નજીક કનસુમરા પાટિયા પાસે બુલેટચાલકની ટક્કરે વેપારીને ગંભીર ઈજા
    • Ahmedabad: ચા ઉદ્યોગમાં વ્યવસાયથી આગળ મૂલ્યોનો વારસો રચનાર દિગ્ગજ પીયૂષભાઈ દેસાઈની ચિરવિદાય
    • Amreli: પશુઓને બચાવવાં માટે સિંહણ સામે બાથ ભીડવા ઊભો રહી ગયો માલધારી!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 19
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક સત્રે બદલાઈ રહી છે દિશા…!!!
    વ્યાપાર

    અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક સત્રે બદલાઈ રહી છે દિશા…!!!

    Vikram RavalBy Vikram RavalAugust 4, 2026Updated:August 5, 2026No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ravi Bhatt

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

    મંગળવારના રોજ ભારતીય શેરબજારમાં શરૂઆતમાં અંદાજે ૩૦૦ પોઈન્ટની સકારાત્મક શરૂઆત જોવા મળી હતી. વૈશ્વિક બજારોમાંથી મળેલા મિશ્ર પરંતુ અનુકૂળ સંકેતો, મજબૂત પ્રથમ ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામો, બેન્કિંગ શેરોમાં ખરીદી અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત લેવાલીને કારણે મુખ્ય સૂચકાંકો શરૂઆતમાં મજબૂત રહ્યા હતા. જોકે દિવસ આગળ વધતા અગાઉના સત્રની તેજી બાદ વ્યાપક નફાવસૂલી, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને ફાઇનાન્શિયલ શેરોમાં વેચવાલી, એલઆઈસીના ઓફર ફોર સેલની અસરથી ઇન્શ્યોરન્સ શેરોમાં દબાણ, ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો તથા વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે બજારે પોતાની શરૂઆતની તમામ તેજી ગુમાવી હતી અને અંતે લગભગ ૩૦૦ પોઈન્ટના ઘટાડા સાથે વોલેટાઇલ ટ્રેડિંગ જોવા મળ્યું હતું.

    સેન્સેક્સમાં શરૂઆતમાં બેન્કિંગ, કન્ઝ્યુમર અને પસંદગીના લાર્જકેપ શેરોમાં ખરીદી જોવા મળી હતી. જોકે દિવસના બીજા ભાગમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્શ્યોરન્સ તથા આઈટી શેરોમાં નફાવસૂલી વધતાં સૂચકાંક ઉપર દબાણ આવ્યું હતું. ઊંચા સ્તરે સતત વેચવાલી દર્શાવે છે કે રોકાણકારો હાલ સાવચેત અભિગમ અપનાવી રહ્યા છે.

    નિફ્ટી ફ્યુચરમાં શરૂઆતમાં ગેપ-અપ સાથે ખરીદી જોવા મળી હતી, પરંતુ મહત્વના રેઝિસ્ટન્સ લેવલ નજીક શોર્ટ ટર્મ ટ્રેડરો દ્વારા પ્રોફિટ બુકિંગ અને નવા લોંગ પોઝિશનમાં ઘટાડાને કારણે વાયદા બજારમાં દબાણ વધ્યું હતું. જો નિફ્ટી મહત્વના સપોર્ટ લેવલ ઉપર ટકી રહેશે તો આગામી સત્રોમાં ફરી ખરીદી જોવા મળી શકે છે.

    સ્થાનિક સ્તરે SIP દ્વારા સતત આવતો નાણાંપ્રવાહ, DIIની સતત ખરીદી, મજબૂત કોર્પોરેટ પરિણામો, બેન્કિંગ ક્ષેત્રની સ્થિર સ્થિતિ અને ભારતીય અર્થતંત્રની મજબૂત વૃદ્ધિ બજારને લાંબા ગાળાનો ટેકો આપી રહી છે. જોકે ઊંચા મૂલ્યાંકનને કારણે રોકાણકારો દરેક તેજી દરમિયાન નફાવસૂલી કરી રહ્યા છે.

    વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણ, ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો, અમેરિકા-ઈરાન સંબંધિત ભૂરાજકીય અનિશ્ચિતતા અને વૈશ્વિક રોકાણકારોની સાવચેતીને કારણે ભારતીય બજાર ઉપર દબાણ જોવા મળ્યું હતું. જોકે વૈશ્વિક કોર્પોરેટ પરિણામો હજુ પણ બજારને મર્યાદિત ટેકો આપી રહ્યા છે.

    આજે બેન્કિંગ, ફાર્મા, કન્ઝ્યુમર અને પસંદગીના પાવર સેક્ટરમાં શરૂઆતમાં ખરીદી જોવા મળી હતી. બીજી તરફ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, ફાઇનાન્શિયલ સર્વિસિસ, ઇન્શ્યોરન્સ, ઓઇલ એન્ડ ગેસ અને કેટલાક લાર્જકેપ શેરોમાં વેચવાલીનું દબાણ રહ્યું હતું. કેપિટલ ગુડ્સ, ઓટો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું.

    તેજી તરફી કારણો :-

    બજારની શરૂઆતની મજબૂતી પાછળ પ્રથમ ત્રિમાસિકના અપેક્ષા કરતાં સારા કોર્પોરેટ પરિણામો, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદી, SIP દ્વારા મજબૂત નાણાંપ્રવાહ, બેન્કિંગ શેરોમાં લેવાલી તથા ભારતીય અર્થતંત્રના મજબૂત મૂળભૂત પરિબળો મુખ્ય કારણો રહ્યા હતા. ઉપરાંત અગાઉના સત્રની ટેક્નિકલ બ્રેકઆઉટને કારણે શરૂઆતમાં ખરીદદારો સક્રિય રહ્યા હતા.

    મંદી તરફી કારણો :-

    બજારમાં શરૂઆતની તેજી ન ટકી શકવાનું મુખ્ય કારણ અગાઉના દિવસની તેજી બાદ ભારે પ્રોફિટ બુકિંગ, નવી ક્લોઝિંગ ઓક્શન પદ્ધતિથી સર્જાયેલી અસામાન્ય તેજીની અસર ઓછી થવી, એલઆઈસીના ઓફર ફોર સેલને કારણે ઇન્શ્યોરન્સ શેરોમાં દબાણ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં નબળાઈ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી શેરોમાં વેચવાલી, ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો તથા વૈશ્વિક ભૂરાજકીય અનિશ્ચિતતા રહ્યા હતા. પરિણામે બજાર લગભગ 300 પોઈન્ટના ઘટાડા તરફ સરક્યું હતું.

    વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા પસંદગીયુક્ત અભિગમ અપનાવવામાં આવ્યો હતો, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ સતત ખરીદી દ્વારા બજારને મજબૂત ટેકો આપ્યો હતો. SIP દ્વારા મળતો ઘરેલુ નાણાંપ્રવાહ હજુ પણ ભારતીય બજારની સૌથી મોટી તાકાત બની રહ્યો છે.

    ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો નોંધાતા ઊર્જા આયાત ખર્ચ અંગે ચિંતા વધી હતી. સોનામાં સલામત રોકાણ તરીકે માંગ જળવાઈ રહી હતી, જ્યારે ચાંદી અને ઔદ્યોગિક ધાતુઓમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. વધતા ક્રૂડ ભાવ ઓઇલ માર્કેટિંગ અને એવિએશન ક્ષેત્ર માટે પડકારરૂપ બની શકે છે.

    ભાવિ દિશા :-

    ભારતીય શેરબજારનો મધ્યમ અને લાંબા ગાળાનો દૃષ્ટિકોણ હજુ પણ હકારાત્મક છે, પરંતુ ટૂંકા ગાળામાં વોલેટિલિટી વધી શકે છે. આગામી સત્રોમાં પ્રથમ ત્રિમાસિકના બાકીના કોર્પોરેટ પરિણામો, FII અને DIIની પ્રવૃત્તિ, ક્રૂડ ઓઇલના ભાવ, વૈશ્વિક ભૂરાજકીય સ્થિતિ અને અમેરિકન આર્થિક આંકડા બજારની દિશા નક્કી કરશે. જો નિફ્ટી અને સેન્સેક્સ મહત્વના સપોર્ટ લેવલ ઉપર ટકી રહેશે તો બેન્કિંગ, ફાર્મા, કેપિટલ ગુડ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગુણવત્તાસભર લાર્જકેપ શેરોમાં ફરી પસંદગીયુક્ત ખરીદી જોવા મળી શકે છે. જોકે ઉપરના સ્તરે નફાવસૂલી અને વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે ટૂંકા ગાળામાં વધઘટ યથાવત્ રહેવાની સંભાવના છે.

    તા.૦૫.૦૮.૨૦૨૬ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૦૪.૦૮.૨૦૨૬ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૫૫૨ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૨૪૭૩૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૪૪૭૪ પોઈન્ટ થી ૨૪૪૦૪ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૪૩૭૩ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

    હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

    • લ્યુપિન લિમિટેડ ( ૨૩૯૯ ) :- ફાર્માસ્યુટિકલ સેક્ટરની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૩૭૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૩૬૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૪૧૪ થી રૂ.૨૪૨૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૪૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • બજાજ ફિનસર્વ ( ૨૦૭૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ નોન બેંકિંગ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૦૩૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૨૦૦૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૨૦૯૪ થી રૂ.૨૧૦૮ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • ઓબેરોય રિયલ્ટી ( ૧૭૮૮ ) :- રૂ.૧૭૬૪ નો પ્રથમ તેમજ રૂ.૧૭૫૦ ના બીજા સપોર્ટથી રિયલ એસ્ટેટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૭૯૭ થી રૂ.૧૮૦૮ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
    • કોચીન શિપયાર્ડ ( ૧૪૪૩ ) :- શિપબિલ્ડિંગ અને ડિફેન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૨૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૪૬૩ થી રૂ.૧૪૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૮૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૧૨૯૩ ) :- રૂ.૧૨૭૩ નો પ્રથમ તેમજ રૂ.૧૨૬૦ ના બીજા સપોર્ટથી સ્ટીલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૦૩ થી રૂ.૧૩૧૩ આસ/પાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
    • ભારતી એરટેલ ( ૧૯૬૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેલિકોમ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૯૩ આસપાસ સપોર્ટથી રૂ.૧૯૪૭ થી રૂ.૧૯૩૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૦૦૩ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
    • એચસીએલ ટેક્નોલોજીઝ ( ૧૩૬૩ ) :- રૂ.૧૩૮૪ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૪૦૪ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૩૪૭ થી રૂ.૧૩૩૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૯૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • જિંદાલ સ્ટીલ એન્ડ પાવર ( ૧૧૨૨ ) :- સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૧૪૭ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૦૮ થી રૂ.૧૦૯૭ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ ( ૧૦૮૩ ) :- રૂ.૧૦૯૮ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૦૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૦૬૭ થી રૂ.૧૦૬૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૦૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
    • ઇન્ડસઇન્ડ બેંક ( ૧૦૧૮ ) :- રૂ.૧૦૩૭ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૫૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૦૦૩ થી રૂ.૯૯૩ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૪૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

                     By Ravi Bhatt

    Indian Stock Market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleબાંકીપુર પેટાચૂંટણીમાં ભાજપની હાર બાદ Nitish Kumar સંસદમાં PM Modiને મળ્યા
    Next Article Rajkot: અગ્નિકાંડમાં ચીફ ફાયર ઓફિસર ખેરની બરતરફી પર હાઈકોર્ટનો સ્ટે
    Vikram Raval
    • Website

    Related Posts

    Uncategorized

    Indian stock marketમાં નકારાત્મક માહોલ, વૈશ્વિક સંકેતો વચ્ચે અસ્થિરતા યથાવત્…!!!

    September 8, 2026
    રાષ્ટ્રીય

    Sugarના ભાવ વધતા તહેવારો પહેલાં મીઠાઈઓ મોંઘી થવાની આશંકા

    September 8, 2026
    અન્ય રાજ્યો

    Sachin Tendulkarએ લોનાવાલામાં રૂા. 70 કરોડમાં 4 એકર જમીન ખરીદી

    September 8, 2026
    રાષ્ટ્રીય

    Samsung ભારત 25% સ્ટાફને છુટો કરશે

    September 8, 2026
    રાષ્ટ્રીય

    દુનિયામાં વધ્યાં અમીરો, પણ ભારતમાં અબજોપતિઓની રફતાર ધીમી પડી

    September 8, 2026
    રાષ્ટ્રીય

    Petrol વાહનો છોડી લોકોએ અન્ય ઈંધણવાળા વાહનોની ખરીદી શરૂ કરી

    September 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,510
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,550
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹236,400
    લાઈવ રેટ્સ • અપડેટ: 19-09-2026 00:52
    Categories
    Latest News

    Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા

    September 18, 2026

    Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦ થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું,ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું

    September 18, 2026

    Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત

    September 18, 2026

    Rajkotમાં પરણિત પ્રેમિકાએ સંબંધ તોડતા યુવકે સગાના ધરે ફિનાઇલ પીધું

    September 18, 2026

    Jamnagarમાં મધુવન સોસાયટીમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાના કાવતરાનો પર્દાફાશ

    September 18, 2026

    Jamnagar નજીક કનસુમરા પાટિયા પાસે બુલેટચાલકની ટક્કરે વેપારીને ગંભીર ઈજા

    September 18, 2026
    Search
    Main News

    Asian Games: શૂટર મનુ ભાકર ભારતના ધ્વજધારકોમાંના એક હશે. શોટ પુટર તજિન્દર પાલ સિંહ તૂર બીજા ધ્વજધારક હશે

    September 18, 2026

    New Delhiમાં કિશોરી પર સામૂહિક બળાત્કાર અને હત્યા; પોલીસે ૭૨ કલાકની અંદર ચાર આરોપીઓની ધરપકડ કરી

    September 18, 2026

    Rajkotમાં ૧૬૩ આવાસનો ડ્રો રદઃ ગેરરીતિની ફરિયાદ વચ્ચે મહિલા કોર્પોરેટરનું નામ ચર્ચામાં

    September 18, 2026

    Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયામાં ગણેશોત્સવની ઉજવણીમાં જોડાયા, ભગવાન ગણેશના આશીર્વાદ મેળવ્યા

    September 18, 2026

    Brazil: ૮૦ લોકોની હત્યા કરનાર સીરિયલ કિલર ઝડપાયો

    September 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા

    September 18, 2026

    Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦ થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું,ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું

    September 18, 2026

    Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત

    September 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.