Vadodara,તા,05
વડોદરાના જાંબુઆ બ્રિજ પર મહાકાય મગર જોવા મળ્યો. સૌરાષ્ટ્રમાં જેમ સિંહોની લટારના દ્રશ્યો જોવા મળે છે તેવી જ રીતે વડોદરામાં ચોમાસા દરમિયાન દર વર્ષે મગરોની લટારના દ્રશ્યો સામે આવતા હોય છે. આવા દ્રશ્યો અગાઉ પણ અનેક વખત જોવા મળ્યા છે.
સવારે વડોદરા પાસેના જાંબુવા બ્રિજ ઉપર મગર બિન્દાસ્ત ટહેલતો જોવા મળ્યો હતો. શરૂઆતમાં વાહન ચાલકોમાં થોડો ગભરાટ જોવા મળ્યો હતો પરંતુ મગર પોતાની મસ્તીમાં બ્રિજ પર ચાલતો હોવાથી લોકોનો ડર થોડો ઓછો થયો હતો અને મગરથી ૧૦ ફૂટ દૂર વાહન વ્યવહાર જોવા મળ્યો હતો.
બનાવની જાણ ફોરેસ્ટ તેમજ જીવદયા કાર્યકરોને કરાતા ટીમ આવી ગઈ હતી. પ્રથમ દ્રષ્ટિએ મગરે કુતરા કે ભૂંડનો શિકાર કર્યો હોય કેમ લાગી રહ્યું હતું. જેથી નવેક ફૂટના મગરને લાકડી વડે આગળ ખસેડીને નદીમાં ઉતારવા માટે પ્રયાસ શરૂ કરાયો હતો. જે કામગીરી જોવા લોકોના ટોળાં ઉમટ્યા હતા.

