Bhavnagar,તા.06
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઉંચડી ગામના યુવાન જે કર્મકાંડ સાથે સિદસર ખાતે તબેલો ધરાવીને પશુપાલન નો વ્યવસાય કરેછે તે આજે બપોરના સમયે બાઇક હંકારી ને ભાવનગર થી ઉંચડી આવીરહ્યા હતા.તણસા નજીક પહોંચતા આગળ રહેલા ટ્રકપાછળ ફુલસ્પીડ મા બાઇક ઘુસાડી દેતા સ્થળપરજ ભુદેવ યુવાનના મસ્તક માંથી એટલી સ્પીડમાં લોહીવહી ગયું હતુંકે ક્ષણભરમાં અહીંલોહીનું મોટું ખાબોચિયું ભરાઈ ગયું હતું.
આ અંગેની વિગત મુજબ કર્મકાંડી બ્રાહ્મણ યુવાન કરણ મનુભાઈ જોષી ઉ.વ.આ32 આજે બપોર ના અરસામા ભાવનગર થી કંકોત્રી લઈને પોતાના ઉંચડી ગામ તરફ એકલાજ બાઇક હંકારી ને આવીરહ્યા હતા.આ સમયે તણસા ગામ નજીક થી પસાર થતા હતા ત્યારે ફોર વહીલો લઈને જતા ટોરસ ટ્રક પાછળ ઘુસી જતા યુવાનનુ સ્થળપર જ મોત નિપજતા ટ્રાફિક અનવ સ્થાનિક પોલીસ સ્થળપર પહોંચીગઈ હતી.
અકસ્માત એટલો ગંભીર હતોકે યુવાનું લોહી ઉડીને ટ્રકમા પણ ચોંટીગયું હતું.રોડપર ફેલાઈ ગયુહતું. યુવક સીદસર ખાતે ભેશનો તબેલો ધરાવે છે ને પશુપાલન નો કર્મકાંડ ની સાથે વ્યવસાયકરેછે.
મૃતક યુવાન નું સાસરું ભડીગામે છે.મામા ની દીકરી સાથેજ તેમના લગ્ન થયાહતા.બે માસૂમ સંતાનો છે.અકસ્માત સમયે પત્ની અને બાળકો મોસાળમા હતા.બનાવ ની જાણ ઉંચડી ગામે થતા ગામમાં શોકની કાલીમાં છવાઈ ગઈહતી.મૃતકના મમી પાપા દુ:ખદ વાવડ કોઈ આપી શકવાની હિંમત કરીશકતું ન હતું.મૃતકનું પી.એમ ભાવનગર કરવીને અંતિમવિધિ વતન ઉંચડી ખાતે કરાઈ.ગામ ના લોકો ભારે હદય સ્મશાનયાત્રા મા જોડાયા હતા.

