(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૭
વિસીપરા વિસ્તારમાં રહેતા ૯૦ વર્ષીય માતાને પુત્ર અને પુત્રવધુએ મકાન નામે કરવાનું કહેતા માતાએ ઇનકાર કર્યો હતો જેનો ખાર રાખી દંપતીએ માતા સાથે ઝપાઝપી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
મોરબીના વિસીપરા ચાર ગોદામ પાછળ રહેતા પુરીબેન વિરાભાઈ ચાવડા (ઉ.વ.૯૦) નામના વૃદ્ધાએ આરોપી પુત્ર રામજીભાઈ વિરાભાઈ ચાવડા અને પુત્રવધુ ભાનુબેન રામજીભાઈ ચાવડા રહે બંને આંબેડકરકોલોની વિસીપરા મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓએ પુરીબેનનું મકાન પોતાના નામે કરવાનું કહેતા પુરીબેને ના પાડી હતી જેથી પુત્ર રામજીભાઈ અને પુત્રવધુ ભાનુબેને ઉશ્કેરાઈ જઈને ગાળો આપી ઝપાઝપી કરી હતી તેમજ શરીરે મુંઢ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

