(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૭
મોરબીના જેતપર ગામે ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણીમાં આજે બરવાળા, સોનગઢ અને દેરાળા સહિતના ગામના ૪૦૦ થી વધુ ભાઈઓ-બહેનો અને માતાઓએ હાજરી આપી હતી તેમજ ૧૧ ભાઈઓ અને ૧૨ બહેનો પ્રતિક ઉપવાસ પર બેઠા હતા
તે ઉપરાંત મોરબી જીલ્લાના અનેક ગામોમાં ભાજપ નેતાઓને મત માંગવા આવવું નહિ તેવા બેનરો અને વિરોધ વચ્ચે હવે જામનગર જીલ્લાના લીમ્બુડા ગામમાં પણ બેનરો લાગ્યા છે જેમાં વીજલાઈનમાં ખેડૂતોની માંગણી મુજબ પરિપત્ર બનાવવામાં નહિ આવે તો ભાજપ ઉમેદવારે ૨૦૨૭ ની ચુંટણીમાં મત માંગવા ગામમાં આવવું નહિ તેમ જણાવ્યું છે

