New Delhi, તા.14
અહીં કોન્સ્ટિટયુશન કલબના રચનાત્મક કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધિવેશનને સંબોધન કરતાં લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સરકાર પર લોકોમાં અવાજ દબાવવાનો આરોપ લગાડયો હતો.
તેમણે જંતર-મંતરના છાત્રો,ઉતરાખંડની એક મહિલાની પોતાની દીકરીને માટે ન્યાયની માંગ પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, આરએસએસનો ઉલ્લેખ કરી પ્રહારો કર્યા હતા. રાહૂલે નોટબંધી, જીએસટી, ચીન સાથે સીમા વિવાદ મુદ્દે પણ સરકારને ઘેરી હતી.
રાહુલે જણાવ્યું હતું કે જંતર-મંતર પર છાત્રો પોતાની વાત રાખવા માગતા હતા પરંતુ સરકારે તેમને આમ કરતા રોકયા હતા.રાહુલે ઉતરાખંડની એક મહિલાનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે તેની દીકરી પર દુષ્કર્મ કરી હત્યા કરાઈ હતી. પણ વ્યવસ્થા તરફથી તેને તેની વાત કહેવાની મંજુરી નહોતી આપવામાં આવતી.વડાપ્રધાન પર નિશાન સાધતા વિપક્ષ નેતાએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી રાત્રે સુઈ નથી શકતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ઉલ્લેખ કરી કહ્યુ હતું કે તેને કયારેક ચાણકય સરદાર પટેલ જેવા નામોથી જોડવામાં આવતા હતા પણ તે સંસદ ભવનોનો પ્રવેશ પણ નથી કરી શકયા. કારણ કે તેમને પહેલીવાર ભારતનો અવાજ અને તેની અભિવ્યકિતનો સામનો કરવો પડી રહ્યો છે.
રાહુલે હુંકાર કર્યો હતો , જયાં સુધી વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજીનામું નહિં આપે ત્યાં સુધી વિપક્ષ તેમને શાંતીથી જંપવા નહીં દે આરએસએસ પર પ્રહાર કરતાં રાહુલે કહ્યું હતુ કે તેમને ભારતના દર્શન અને ઈતિહાસની સમજ નથી તેમણે કહ્યું હતું કે વિદેશ નીતીનો મતલબ ગળે વળગતુ નથી દેશના હિતની રક્ષા કરવાનું છે.

