૨૪૦ બોટલ સાથે વિજય ડાભીની ધરપકડ, રૂ.૧૦.૭૮ લાખનો મુદ્દામાલ કબજે, સપ્લાય ચેઇન અંગે તપાસ
Rajkot તા.૨૯ઃ
શહેરમાં પીસીબી દ્વારા દારૂના ધંધાથી પર તૂટી પડી સપાટો બોલાવ્યો છે.જેમા ફોર્ચ્યુન હોટલની સામે આંબેડકર નગર જવાના રસ્તા પર વિદેશી દારૂ ભરેલી કાર સાથે વિજય ડાભીની ધરપકડ કરી છે. પોલીસે ૨૪૦ બોટલ દારૂ અને કાર મળી રૂપિયા ૧૦.૭૮ લાખનું મુદ્દામાલ કબજે કરી ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી છે. વધુ વિગત મુજબ શહેરમાં દારૂબંધીનો કડક અમલ કરવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા આપેલી સુચના ને પગલે પીસીબીના પીઆઇ એમ આર ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પેટ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું
ત્યારે ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલ પુનિત નગરના કાકા પાસે હરસિધ્ધિ સોસાયટી શેરી નંબર ૧૫ માં રહેતો વિજય નવલસિંહ ડાભી નામનો શખ્સ ૩ પી.આર ૭૫ ૧૪ નંબરની ક્રેટા કાર માં વિદેશી દારૂનો જથ્થો ભરીને ડિલિવરી કરવા જઈ રહ્યા હોવાની એ.એસ.આઇ અનિલભાઈ સોનારા કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીએસઆઇ પીબી ત્રાજિયા, આર કે જાડેજા, એએસઆઇ મયુરભાઈ પાલરીયા સંતોષભાઈ મોરી મહિપાલસિંહ ઝાલા અને હરદેવસિંહ રાઠોડ સહિતના સ્ટાફ દ્વારા ૧૫૦ ફૂટ રીંગ રોડ ની સામે આંબેડકર નગર જવાના રસ્તા પર વોચ ગોઠવી હતી ત્યારે ઉપરોક્ત નંબરની પૂરપાટ ઝડપે નીકળેલી કારને અટકાવી તલાસી લેતા જેમાંથી રૂપિયા ૭૮,૦૦૦ ની કિંમતની ૨૪૦ બોટલ દારૂ સાથે વિજય ડાભીની અટકાયત કરી દારૂ અને કાર મળી રૂપિયા ૧૦.૭૮ લાખનો મુદ્દા માલ કબજે કરી આ દારૂનો જથ્થો કોની પાસેથી લાવ્યા અને કોને પહોંચાડવાનો હતો તે મુદ્દે તાપ દ્વારા તપાસનો ધમધમાટ આદરવામાં આવી રહ્યો છે

