Rajkot, તા.14
શ્રાવણ માસ શરૂ થઇ ચૂકયો છે ત્યારે આ મહિનાના તમામ પવિત્ર સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાનાઓ બંધ રાખવા કોર્પો.એ ફરી જાહેરનામું બહાર પાડયું છે. જોકે દર વખતની જેમ આ જાહેરનામું માત્ર સરકારી રેકર્ડ મુજબનું રહેશે કે ખરેખર તેનો અમલ થશે તે સવાલ રહેલો છે.
આગામી તા.17-8, ર4-8, 31-8, તા.7-9ના રોજ શ્રાવણ માસના સોમવાર નિમિત્તે તથા તા. 4-9ના રોજ જન્માષ્ટમી નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેંચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવા અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એકટ-1949ની કલમ 3ર9 અને 336 તથા મહાનગરપાલિકાના બાયલોઝ અન્વયે ધોરણસરની કાર્યવાહી કવરામાં આવશે જેની સંબંધકર્તા સર્વેએ ગંભીર નોંધ લેવા કમિશ્ર્નર તુષાર સુમેરાએ હુકમમાં જણાવ્યું છે.

