Kolkata,તા.19
દેશમાં સસ્તી હોટેલોમાં આગના સીલસીલામાં હવે કોલકતામાં એક હોટેલમાં આગથી નવ લોકો જીવતા ભુંજાઈ ગયા હતા અને છ લોકોને ગંભીર હાલતમાં સારવારમાં ખસેડાયા છે. મૃતકો તમામ બાંગ્લાદેશી છે.
જેઓ અહી તબીબી સારવાર માટે ભારત આવ્યા હતા. હજુ સોમવારે જ તારાપીઠમાં એક આગમાં મેઘાલયના એક જ કુટુંબના પાંચ લોકો જીવતા સળગી ગયા હતા તેના બે દિવસમાંજ આ બીજી ઘટના છે. મધ્ય કોલકતામાં મીર્ઝા ગાલીબ સ્ટ્રીટમાં એક સ્થાનિક હોટેલમાં મધરાતે 1 વાગ્યા બાદ આગ ફાટી નીકળી હતી અને ફાયરબ્રિગેડને પહોંચતા સમય લાગ્યો હતો. જેના કારણે આગ વિકરાળ હતી.
જેમાં નવ લોકોના આગમાં સપડાઈ જવાની અને ગુંગળાઈ જતા મોત થયા હતા. અન્ય છને ગંભીર રીતે દાઝી જવાથી સારવાર માટે ખસેડાયા છે. હોટેલમાં ફાયર એલાર્મ સીસ્ટમ તથા આગથી બચવા વિ.ની તપાસ શરુ થઈ છે.

